તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • DCGI Gives Permission । Emergency Use Of Drug 2 Deoxy D Glucose (2 DG) । Adjunct Therapy । Moderate To Severe Covid 19 Cases

એન્ટી કોવિડ ડ્રગને મળી મંજૂરી:DRDOની 2-DG દવાને DGCIની મંજૂરી, કોરોના દર્દીને જલદી રિકવરીમાં મદદ મળે છે

4 મહિનો પહેલા

કોરોના સામેની લડાઈ વિરુદ્ધ એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શનિવારે ડ્રગ-2 ડી ઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-DG) દવાથી કોરોનાની સારવારને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. કોરોના સંક્રમિત દર્દી માટે આ દવા એક વૈકલ્પિક ટ્રીટમેન્ટનું કામ કરે છે. દર્દીને પ્રાથમિક સારવાર સાથે આ દવા આપવામાં આવે છે. જે દર્દીઓની સારવારમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમનો RTPCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

આ દવા કોરોના દર્દીઓમાં સંક્રમણનો ગ્રોથ રોકીને તેને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે. 2-DG દવાને DRDO લેબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીની મદદથી તૈયાર કરી છે. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે, તેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ પણ સારુ થાય છે.

17 હોસ્પિટલોમાં 110 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ
DGCIએ મે 2020માં કોરોના દર્દીઓ પર 2-DGની બીજા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી.
ઓક્ટોબર 2020 સુધીમાં ટ્રાયલમાં દવા 2-DGને સુરક્ષિત નોંધવામાં આવી હતી. તેનાથી કોરોના દર્દીઓમાં ઝડપથી રિકવરી જોવા મળી છે.
ફેઝ-2 ટ્રાયલ અને A અને B તબક્કામા કરવામાં આવ્યા હતા. તેમાં 110 કોરોના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ફેઝ-2એમાં 6 હોસ્પિટલોમાં 6 દર્દી સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે ફેઝ-2બી 11 હોસ્પિટલોના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

2.5 દિવસમાં દર્દીમાં દેખાયો સુધારો
એપ્રિલ 2020માં કોવિડ-19 મહામારીના પહેલાં તબક્કા દરમિયાન INMAS-DRDOના વૈજ્ઞાનિકોને હૈદરાબાદની સેલ્યુલર એન્ડ મોલિક્યુલર (CCMB)ની મદદથી 2-DGને લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ઓફ કેયર (SoC) પ્રમાણની તુલના કરીએ તો દવા લેનાર દર્દીઓમાં 2.5 દિવસમાં સુધારો જોવા મળ્યો હતો.

પાણીમાં ઓગાળીને આપવામાં આવે છે આ દવા
આ દવા પાઉડર તરીકે મળે છે. તેને પાણીમાં ઓગાળીને દર્દીને પીવડાવવાની હોય છે. આ દવા સીધી તે કોશિકાઓ સુધી પહોંચે છે જ્યાં સંક્રમણ હોય છે અને તે વાયરસને વધતો અટકાવે છે. લેબમાં ટેસ્ટિંગમાં ખબર પડે છે કે, આ દવા કોરોના વાયરસ સામે ધણી પ્રભાવી છે. DRDOએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ દવાનું ઉત્પાદન મોટી માત્રામાં સરળતાથી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...