ખાણ સચિવ પૂજા સિંઘલ અને તેના નજીકના સંબંધીઓ સામે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી આગળ વધી છે. પૂજાના પતિ અભિષેક ઝાના રાંચી સ્થિત પલ્સ હોસ્પિટલમાં સવારે EDના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. આ સાથે દેશના 11 જેટલા સ્થળો પર તપાસ ચાલી રહી છે. છેલ્લી માહિતી પ્રમાણે IAS અધિકારી પૂજા સિંઘલના CA સુમન કુમારની ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ શુક્રવારે 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 16 કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં સિંઘલના CA સુમન સિંહના રાંચી સ્થિત ઘરેથી રૂપિયા 19.31 કરોડની રોકડ મળી આવી છે. કાર્યવાહી સમયે આશરે 150 કરોડની કિંમતની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ટીમે પૂજાના સસરા કામેશ્વર ઝાના મુઝફ્ફરપુર સ્થિત ઘર, દિલ્હીમાં રહેતા તેના ભાઈ તથા માતાપિતા અને સંબંધીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મનરેગા કૌભાંડને લગતા મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહી
ટીમે કોલકાતા, મુંબઈ, જયપુર, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોડી રાત્રે ટીમ તેની સાથે તમામ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગઈ હતી. ખૂંટીમાં મનરેગા કૌભાંડમાં EDએ JE રામવિનોદ સિંહાની ધરપકડ કરી હતી. તેમણે રૂપિયા 4.25 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે DC સુધી નાણાં જતા હતા. તે સમયે પૂજા સિંઘલ ખૂંટીની DC હતી.આ સાથે એવું માનવામાં આવે છે કે રૂપિાય 18 કરોડના મનરેગા કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસ તથા માઈનિંગની ફાળવણીમાં ગેરરીતિ સાથે જોડાયેલ કેસમાં આ કાર્યવાહી થઈ છે.
ખાણ સચિવ પૂજા સિંઘલ સામે શુક્રવારે ED દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ઓચિંતા જ થઈ નથી. તેની પૃષ્ઠભૂમિ અગાઉથી તૈયાર થઈ હતી. હકીકતમાં કેન્દ્ર સરકારના રાજભવનથી રાજ્યના કલંકીત પોલીસ તથા વહીવટી અધિકારીઓની યાદી માગવામાં આવી હતી. આ પ્રકારના અધિકારીઓની સંપૂર્ણ માહિતી આપવા કહેવામાં આવ્યું હતું. આશરે એક મહિના અગાઉ રાજ્ય સરકારે ચાર અધિકારીઓના નામ રાજભવનને મોકલ્યા હતા.
તેમા રાંચીના DC છવિ રંજન, ATI ડિરેક્ટર કે.શ્રીનાવિસન, બિલ્ડિંગ કન્સ્ટ્રક્ચર બાબતના સચિવ સુનીલ કુમાર અને મોજ કુમારનો સમાવેશ થતો હતો. રાજભવને પોતાના લેવલે આ યાદીમાં સાત જેટલા વધુ અધિકારીઓના નામ ઉમેરતા કુલ 11 અધિકારીઓની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. રાજભવન તરફથી જે અધિકારીઓના નામની યાદી મોકવામાં આવી હતી તેમાં સૌથી ઉપર પૂજા સિંઘલના નામનો સમાવેશ થતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.