• Gujarati News
  • National
  • Dawood Gang's Riaz's Wife Lodges Complaint With Police, Names Cricketers Hardik Pandya And Munaf Patel

જાણીતી હસ્તીઓ પર રેપનો આરોપ:દાઉદ ગેંગના રિયાઝની પત્નીએ પોલીસને ફરિયાદ કરી, ફરિયાદમાં ક્રિકેટર હાર્દિક પંડયા અને મુનાફ પટેલનાં નામ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાએ જે લોકો પર આરોપ લગાવ્યો છે એમાં ક્રિકેટર મુનાફ પટેલ અને હાર્દિક પંડયા, કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને પૃથ્વીરાજ કોઠારી જેવા જાણીતા લોકોનાં નામ છે. - Divya Bhaskar
મહિલાએ જે લોકો પર આરોપ લગાવ્યો છે એમાં ક્રિકેટર મુનાફ પટેલ અને હાર્દિક પંડયા, કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને પૃથ્વીરાજ કોઠારી જેવા જાણીતા લોકોનાં નામ છે.
  • રિયાઝ ભાટીની પત્નીના જણાવ્યા મુજબ તેને સપ્ટેમ્બરમાં અરજી કરી હતી, પરંતુ નવેમ્બર આવ્યો છતાં પોલીસે FIR દાખલ કરી નથી

દાઉદ ઈબ્રાહિમ કથિત જૂથના રિયાઝ ભાટીની પત્નીએ પોતાના પતિ અને દેશના અનેક હાઈપ્રોફાઈલ લોકો વિરુદ્ધ રેપનો આરોપ લગાવ્યો છે. તેને મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં 24 સપ્ટેમ્બરે એક ફરિયાદ કરી હતી. જોકે પોલીસે હજુ સુધી તેની ફરિયાદ પર FIR દાખલ નથી કરી.

મહિલાએ જે લોકો પર આરોપ લગાવ્યો છે એમાં ક્રિકેટર મુનાફ પટેલ અને હાર્દિક પંડયા, કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને પૃથ્વીરાજ કોઠારી જેવા જાણીતા લોકોનાં નામ છે. મહિલાએ પોતાની ફરિયાદમાં ચારેયનાં નામની સાથે કોઈ જગ્યાનું નામ કે તારીખનો ઉલ્લેખ નથી કર્યો, જ્યાં તેની સાથે આ રેપ થયો હોય.

પોલીસ પર કેસ દાખલ ન કરવાનો આરોપ
રિયાઝની પત્નીએ પંડયા અને પટેલની ઓળખ ક્રિકેટર તરીકે જણાવી છે, તો શુક્લાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ બતાવ્યા છે. પોતાની અરજીમાં તેને કોઠારી અંગે કોઈ માહિતી આપી નથી. તેણે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે તે એક વેપારી છે.

મહિલા તરફથી પોલીસને સપ્ટેમ્બરમાં ફરિયાદ કરવામાં આવી હતી

તેણે કહ્યું હતું કે હું પોલીસ સમક્ષ આ અંગેની FIR દાખલ કરાવવાના પ્રયાસ કરી રહ્યું છું, પરંતુ તેમણે આવું નથી કર્યું. મેં સપ્ટેમ્બરમાં અરજી કરી હતી, પરંતુ હવે નવેમ્બર પણ આવી ગયો છે. મેં અનેક વખત આ અંગે પોલીસ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. મને તેના બદલામાં કેટલાક પૈસા આપવાની વાત કરી, પરંતુ હું ભ્રષ્ટાચાર કેમ ફેલાવું? હું મારી જગ્યાએ યોગ્ય છું. ગુનેગાર તો તે લોકો છે. મુંબઈ પોલીસે પણ માન્યું કે એક અરજી આવી તો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે તેની પાસે 'હાલ કોઈ વધુ માહિતી નથી.'

ભાટી સામે અનેક કેસ નોંધાયેલા છે.
ભાટી સામે અનેક કેસ નોંધાયેલા છે.

ભાટી પર બરતરફ પોલીસ અધિકારી સચિન વઝેના ઈશારે બાર અને રેસ્ટોરાં માલિકો પાસેથી વસૂલાત કરવાનો આરોપ છે.

રિયાઝ ભાટી પર કથિત રીતે વસૂલાત, છેતરપિંડી અને જમીન પચાવી પાડવાના અનેક કેસ નોંધાયેલા છે. મુંબઈના પૂર્વ પોલીસ પ્રમુખ પરમબીર સિંહ વિરુદ્ધ વસૂલીની જે FIR છે એમાં પણ ભાટીનું નામ છે. ભાટી પર બરતરફ પોલીસ અધિકારી સચિન વઝેના ઈશારે બાર અને રેસ્ટોરાંના માલિકો પાસેથી પરાણે વસૂલાત કરવાનો આરોપ છે.

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે રિયાઝ ભાટી પર આરોપ લગાવ્યો હતો કે તે બે પાસપોર્ટની સાથે મુંબઈ એરપોર્ટ પર પકડાયો હતો અને પૂર્વ મુખ્યમંત્રીના કહેવાથી તેને થોડા દિવસ બાદ છોડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...