• Gujarati News
  • National
  • Daughter in law Beats Father in law For Arguing; CCTV Footage Of The Clashes Between The Two Sides Surfaced

પોલીસ પુત્રવધૂ સામે દિલ્હી પોલીસે કેસ કર્યો:દલીલ કરવા બદલ પુત્રવધૂએ સસરાને માર માર્યો; બંને પક્ષ વચ્ચેની મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

18 દિવસ પહેલા
  • સાસરિયાં સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે

દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં એક મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કેસ નોંધાયો છે. મહિલા SI (સબ-ઈન્સ્પેક્ટર)નો પોતાના સસરા સાથે મારપીટનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં પુત્રવધૂ પોતાની માતા અને પોલીસકર્મીની સામે જ વૃદ્ધ સસરાને થપ્પડ મારતી જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મહિલા સબ-ઈન્સ્પેક્ટર સામે કેસ નોંધ્યો છે.

આ મહિલા SI દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેનાં સાસરિયાં સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

પુત્રવધૂ પોતાના સસરાને થપ્પડ મારે છે
આ ઘટના રવિવારની છે, જ્યારે એક પોલીસકર્મી સાથે આ મહિલા પોતાની માતા સાથે તેના સસરાના ઘરે પહોંચી હતી. મારપીટ પહેલાં મહિલા સબ-ઈન્સ્પેક્ટરની માતા અને સસરા વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ ઉગ્ર દલીલ દરમિયાન સસરા પુત્રવધૂની માતાને ધક્કો મારી દે છે. સામે મહિલા SI પોતાના સસરાને થપ્પડ મારે છે. જોકે ત્યાં હાજર પોલીસકર્મી પણ આ ઝઘડાને અટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પણ સસરાનો બચાવ કરી શક્યા નહોતો.

સસરાએ આરોપ લગાવ્યા, માતા-પુત્રીએ ઘરમાં તોડફોડ કરી
64 વર્ષીય સસરાએ આરોપ લગાવ્યા હતા કે પુત્રવધૂ અને તેની માતા રવિવારે તેમના ઘરે આવ્યા અને ઘરમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ આરોપી પુત્રવધૂએ તેમની વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસને લઈને સસરાને થપ્પડ મારી દીધી હતી. આ બાબતે સસરાનું કહેવું છે કે તેની પુત્રવધૂ બે વર્ષથી પોતાનો પોલીસ પાવર બતાવીને મારા પરિવારને પરેશાન કરી રહી છે અને મારપીટ પણ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...