• Gujarati News
  • National
  • Daughter Could Not Hear, Mother Took Training To Understand Speech, Now Opened Her Own School And Is Educating 25 Deaf And Mute Children

માતા જેવું કોઇ નહીં...:પુત્રી સાંભળી શકતી ન હતી, માતાએ વાત સમજવા ટ્રેનિંગ લીધી, હવે પોતાની સ્કૂલ ખોલીને 25 મૂકબધિર બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલંધરની રમનદીપ કૌરે બટાલામાં મૂકબધિર બાળકો માટે સ્કૂલ ખોલી, ગરીબોને નિ:શુલ્ક શિક્ષણ

મુશ્કેલીઓ તો જીવનમાં આવતી રહે છે, પરંતુ પડકારોને માત આપીને જે વિજય હાંસલ કરે છે તે વાસ્તવમાં વિજેતા હોય છે. જલંધર રોડ પર રહેતા એક પરિવારને જ્યારે ખબર પડી કે તેમની 15 મહિનાની દીકરી સાંભળી શકતી નથી, તો તેઓ વિચલિત ન થયા. તેઓએ પોતાની દીકરીની સારવાર કરાવી, પરંતુ કોઇ ફરક ન પડ્યો.

ત્યારબાદ દીકરીને વાત કરવાની ટ્રેનિંગ તેમજ શિક્ષિત કરવા માટે ભગત પૂરન સિંહ સ્કૂલ અમૃતસરમાં પ્રવેશ લેવડાવાયો. પરંતુ માતા રમનદીપ કૌરના હૃદયમાં દીકરી સાથે વાત કરવાની ઇચ્છા હજુ પણ અધૂરી હતી. પુત્રીની વાત સમજી શકે તેના માટે માતાએ પણ મૂકબધિર બાળકો સાથે વાત કરવા માટે ભગત પૂરન સિંહ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી. દીકરીનું દુ:ખ જોઇને બીજાં બાળકો અંગે વિચાર્યું, તો ખાસ બાળકો માટે બટાલામાં સ્કૂલ ખોલી. સ્કૂલમાં આ સમયે સાંભળવામાં અસમર્થ 25 બાળકો છે. તેમાંથી ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અપાય છે.

અમૃતસરની ભગત પૂરનસિંહ સ્કૂલમાં શિક્ષણ લીધું, મૂકબધિર બાળકોને ભણાવવા માટે શિક્ષકો પણ રાખ્યા
સ્કૂલ સંચાલક રમનદીપ કૌરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઓસ્ટ્રેલિયામાં રહેતાં હતાં. લગ્ન બાદ તેમને ત્યાં એક પુત્રી અને પુત્રનો જન્મ થયો. પુત્રી જ્યારે 15 મહિનાની થઇ, ત્યારે ખબર પડી કે તેમની પુત્રી સાંભળી શકતી નથી. તેને જન્મજાત આ બીમારી છે. પુત્રીનું ઓસ્ટ્રેલિયામાં ઓપરેશન કરાવ્યું, પરંતુ કોઇ ફરક ન પડ્યો. 2012માં ભારત આવ્યા ત્યારે પુત્રી 6 વર્ષની હતી. બટાલામાં તેના માટે સ્કૂલ ન હતી. માનાવાલમાં ભગત પૂરન સિંહ પિંગલવાડા સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. રોજ લઇને જતા અને સાંજે પરત ફરતા. પુત્રીની વાતને સમજવા માટે મે પણ ટ્રેનિંગ લીધી. આગામી સમયમાં તેમની યોજના આ પ્રયાસને વધુ વ્યાપક બનાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...