• Gujarati News
  • National
  • Daughter Born At Kama Hospital Amid Terrorist Shootings, Then Named Goli; The Family Does Not Celebrate Birthdays

મુંબઈ હુમલા સમયે થયો હતો બાળકીનો જન્મ:આતંકવાદીઓના ગોળીબાર વચ્ચે દીકરીનો જન્મ થયો, પછી નામ રાખ્યું- ગોલી; પરિવાર જન્મદિવસ ઊજવતો નથી

મુંબઈ12 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
  • કેટલાકા લોકો તો ગોલીને એકે-47 કહીને પણ બોલાવે છે

26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલાથી મુંબઈ ધ્રૂજી ગયું હતું. 13 વર્ષ પહેલાં જ્યારે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ અને તેના સાથીઓ હૉસ્પિટલમાં ગોળીઓ વરસાવી રહ્યા હતા. આતંકીઓ દ્વારા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા હતા. એ ગોળીબારની વચ્ચે એક નાનકડી કિલકારી ગુંજી ઊઠી હતી. એ સમયે એક પરિ જેવી બાળકીનો જન્મ થયો, જે મૃત્યુની ભયાનકતા વચ્ચે બધા માટે આશાનું પ્રતીક બનીને આવી. તેનું નામ ગોલી રાખવામાં આવ્યું. ગોલીનો પરિવાર તેનો જન્મદિવસ ઊજવતો નથી. પરિવારના સભ્યો આ દિવસે હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરે છે. એ પણ એક યોગાનુયોગ છે કે ગોલીની નાની બહેન જયશ્રીનો પણ 13 ફેબ્રુઆરી 2010ના રોજ પુણેમાં જર્મન બેકરી બ્લાસ્ટના દિવસે જ જન્મ થયો હતો.

ભાસ્કર સાથેની વાતચીત કરતાં ગોલીની માતા વિજુ કહે છે, એ દિવસ સાંજે 7 વાગ્યા હતા. મને દુખાવો થઈ રહ્યો હતો. હું મારા પતિ લક્ષ્મણરાવની સાથે કામા હોસ્પિટલ જવા માટે નીકળી હતી. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોકટરે મને દાખલ કરી અને પતિને દવા લેવા માટે મોકલ્યા હતા. 9:30 વાગે મને ઉપરના માળે બીજા વોર્ડમાં લઈ જવામાં આવી. મારો દુખાવો વધી રહ્યો હતો. આ તરફ બહાર શું થઈ રહ્યું હતું એની મને કશી જ ખબર ન હતી. થોડીવાર બાદ અચાનક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

ગોલી પોતાની માતા વિજુ સાથે. ગોલી હવે 13 વર્ષની થઈ ગઈ છે અને 8મા ધોરણમાં ભણે છે.
ગોલી પોતાની માતા વિજુ સાથે. ગોલી હવે 13 વર્ષની થઈ ગઈ છે અને 8મા ધોરણમાં ભણે છે.

વિજુ કહે છે કે ત્યારે મને લાગ્યું હતું કે કદાચ ભારતે મેચ જીતતાં લોકો ફટાકડા ફોડી રહ્યા હશે. ત્યારે જ મેં ગોળીબાર થયાનો અવાજ સાંભળ્યો અને ડોકટર મને મૂકીને બહાર જતા રહ્યા. પછી તો અફરાતફરી મચી ગઈ હતી. બધા આમ તેમ ભાગી રહ્યા હતા. 15-20 લોકો વોર્ડમાં અંદર આવી ગયા હતા. બધા જ ખૂબ જ ભયભીત થઈ ગયા હતા. કોઈ બારી તો કોઈ દરવાજો બંધ કરી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે વિજુને લેબરવોર્ડમાં લઈ જાઓ.

આ તરફ મને ખૂબ જ પીડા થઈ રહી હતી, બીજી તરફ ધડાધડ ગોળીબાર થઈ રહ્યો હતો
વિજુ કહે છે કે આ તરફ ધડાધડ ગોળીબાર થઈ રહ્યો હતો, હું ખૂબ જ ભયભીત થઈ ગઈ હતી. હું મારો દુખાવો પણ સહન કરી શકતી નહોતી. હું જાણતી હતી કે બહાર કંઈક ખતરનાક થઈ રહ્યું છે, માટે હું બૂમો પણ પાડી શકતી ન હતી. હું મારી પીડાને સહન કરતી રહી અને કોઈને બૂમ પાડી ન હતી. ત્યાર બાદ થોડીવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો અને આ દરમિયાન જ મારી પુત્રીનો જન્મ થયો. નર્સે બાળકીનું વજન કર્યું, અને બાદમાં તેને સુવડાવી દીધી હતી. 15-15 મિનિટ બાદ નર્સ આવી અને કહ્યું કે વિજુને નીચે ગાદલું પાથરીને સુવડાવી દો. મને પલંગ પરથી નીચે સુવડાવી હતી. રૂમની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.

પોતાનાં માતા-પિતા અને નાની બહેન જયશ્રી સાથે ગોલી. મોટી થઈને તે કલેક્ટર બનવા માગે છે.
પોતાનાં માતા-પિતા અને નાની બહેન જયશ્રી સાથે ગોલી. મોટી થઈને તે કલેક્ટર બનવા માગે છે.

મારી સાથે મારો પાંચ વર્ષનો દીકરો પણ હતો. તે રૂમમાં અન્ય બીજી મહિલાઓ પણ હાજર હતી, જે CST સ્ટેશન પરથી ભાગીને આવી હતી. ઘણી બધી સિસ્ટર પણ હતી. મેં એક સિસ્ટરનો હાથ પકડીને કહ્યું કે માને ખૂબ જ ગભરામણ થઈ રહી છે. હું ભગવાનને યાદ કરી રહી હતી. ક્યાંક આજે મારી અંતિમ દિવસ તો નથી. મેં બધું ભગવાનને ભરોસે છોડી દીધું કે બચાવનારા પણ આપ છો અને જન્મ આપનારા પણ આપ જ છો.

મને લાગ્યું હતું કે ભારતની જીતની ખુશીમાં ફટાકડા ફોડી રહ્યા છે
ગોલીના પપ્પાએ જણાવ્યું હતું કે ડોકટરે મને નજીકની હોસ્પિટલમાંથી દવા લેવા માટે મોકલ્યો હતો. જેવો જ હું લિફ્ટ પાસે પહોંચ્યો કે ગોળીઓનો અવાજ સંભળાયો. મને પહેલા તો એવું લાગ્યું કે ભારતની જીતની ખુશીમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હશે. મેં ચોકીદારને કહ્યું કે મારે દવા લેવા માટે બહાર જવું છે, જલદી જ આવી જઈશ, પરંતુ લિફ્ટ મને લીધા વિના જ જતી રહી. ત્યાર બાદ હું સીડીઓથી જવા લાગ્યો. રસ્તામાં જ મેં એક ભયજનક દૃશ્ય જોયું કે લિફ્ટમેનને ગોળી વાગી હતી અને તેના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. તેનું મૃત્યુ થઈ ગયું હતું.

પોતાની નાની બહેન જયશ્રી સાથે ગોલી. જયશ્રી પણ 2010માં પુણે બેકરી બ્લાસ્ટના દિવસે જ જન્મી હતી.
પોતાની નાની બહેન જયશ્રી સાથે ગોલી. જયશ્રી પણ 2010માં પુણે બેકરી બ્લાસ્ટના દિવસે જ જન્મી હતી.

જ્યારે હું થોડે આગળ ચાલ્યો કે જાણવા મળ્યું કે ચોકીદારને પણ ગોળી વાગી છે અને તે પણ મોતને ભેટયો છે. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. ભયભીત થઈ ગયો હતો. હું સીડીઓ દ્વારા ધીરે ધીરે ઉપર જવા લાગ્યો હતો. મેં બધાને કહ્યું કે બહાર ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. મેં બધાને કહ્યું કે તમામ લોકો એક વોર્ડની અંદર જતા રહો. આતંકવાદીઓને અંદર આવતા અટકાવવા માટે દરવાજા સામે ઘણાબધા બેડ લગાવી દીધા હતા. ત્યાર બાદ હું બારીમાંથી બહાર જોયું કે ત્યાં શું થઈ રહ્યું છે.

આ રીતે દીકરીનું નામ ગોલી પડ્યું
વિજુ કહે છે, મારી ડિલિવરી પછી CST સ્ટેશનથી આવેલી મહિલા ગોળીબાર અંગે વાત કરી રહી હતી. હું ડરી રહી હતી. જ્યારે મે દીકરીને દૂધ પાયું ત્યારે તેને જોઈ ગણી ખુશ થઈ. ત્યારે ડોક્ટર અને નર્સે મને પૂછ્યું કે વિજુ તે કંઈ ગુમાવ્યું તો નથી ને? મેં ના પાડી. ત્યારે તેમણે મને સફરજન ખાવા માટે આપ્યું અને કહ્યું કે આ ખાઈ લે અને દીકરીને દૂધ પીવડાવી દે. તેમણે કહ્યું હતું કે આ ગાળીબાર વચ્ચે જન્મી છે તો તેનું નામ ગોલી રાખી દો. ત્યારથી લોકો તેને ગોલી કહીને બોલાવે છે. ઘણા લોકો તેને એક-47 પણ કહે છે.

ગોલીને પોતાના ગોલી નામથી કોઈ જ વાંધો નથી. કેટલાકા લોકો તો ગોલીને એકે-47 પણ કહે છે.
ગોલીને પોતાના ગોલી નામથી કોઈ જ વાંધો નથી. કેટલાકા લોકો તો ગોલીને એકે-47 પણ કહે છે.

કલેક્ટર બનવા ઈચ્છું છું
ગોલીએ કહ્યું હતું કે આતંકવાદીઓના હુમલા વચ્ચે જન્મી છું, આથી નામ ગોલી પડ્યું છે. ત્યારથી બધા લોકો મને ગોલી કહે છે. મને આ નામ સામે કોઈ વાંધો નથી. હું હાલ 8માં ધોરણમાં ભણું છું. મોટી થઈને કલેક્ટર બનવા ઈચ્છુ છું, પરંતુ માતા-પિતા કહે છે કે આર્મીમાં જોડાજે. મોટી થઈને ગરીબોની સેવા કરવા ઈચ્છું છું.

અન્ય સમાચારો પણ છે...