તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Darshan Of Barfani Baba Will Be Held From 28th June To 22nd August, This Time Devotees Will Be Able To Go To The Holy Cave From Baltal Route Only.

અમરનાથ યાત્રાની તારીખ જાહેર:28 જૂનથી 22 ઓગસ્ટ સુધી થશે બર્ફાની બાબાના દર્શન, આ વખતે માત્ર બાલટાલ રૂટથી જ પવિત્ર ગુફા સુધી જઈ શકશે શ્રદ્ધાળુઓ

3 મહિનો પહેલા
અમરનાથ ગુફામાં પ્રાકૃતિક રૂપથી હિમ શિવલિંગ બને છે. વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.
  • ગત વર્ષે જમ્મુના રાજભવનમાં 22 એપ્રિલ સુધી યાત્રા કરાવવી કે નહીં તે અંગે હાં-ના હાં-ના જોવા મળતી હતી
  • 2020માં ભારે ચર્ચા બાદ અને લોકોને અવઢવમાં મુક્યા બાદ અંતે અમરનાથ યાત્રા રદ કરાઈ હતી

બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર છે. શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી દિધી છે. આ વખતે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. બોર્ડે શનિવારે બેઠકમાં આ નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.

અમરનાથ ગુફા સુધી જવા માટે આ વર્ષે માત્ર બાલાટાલ રૂટનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજા પારંપરિક રૂટથી યાત્રાને લઈને હાલ કોઈ જ જાણકારી અપાઈ નથી
અમરનાથ ગુફા સુધી જવા માટે આ વર્ષે માત્ર બાલાટાલ રૂટનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજા પારંપરિક રૂટથી યાત્રાને લઈને હાલ કોઈ જ જાણકારી અપાઈ નથી

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવનમાં બોર્ડ સભ્યોની બેઠક કરી. જેમાં યાત્રાના શિડ્યૂલની સાથે જ અનેક જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે.

જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠક મળી, જેમાં યાત્રાની તારીખો પર નિર્ણય લેવાયો.
જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠક મળી, જેમાં યાત્રાની તારીખો પર નિર્ણય લેવાયો.

ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા રદ થઈ હતી
કોરોનાને પગલે ગત વર્ષે અમરનાથ યાત્રાને લઈને ઘણી જ અસમંજસતા જોવા મળી હતી. જમ્મુના રાજભવનમાં 22 એપ્રિલ સુધી યાત્રા કરાવવી કે નહીં તે અંગે હાં-ના હાં-ના જોવા મળતી હતી. પહેલાં રાજભવને અમરનાથ યાત્રા મોકૂફ કરવાની જાણકારી આપી હતી, પરંતુ બાદમાં પ્રેસ રિલીઝ કરીને તેને કેન્સલ જ કરી દિધી હતી. કલાક પછી વધુ એક પ્રેસ રિલીઝ કરતા ચોખવટ કરી હતી કોરોનાને કારણે નિશ્ચિત તારીખમાં યાત્રા કરાવવાનું શક્ય નથી. જો કે ત્યારે પણ યાત્રા થશે કે નહીં તે અંગે બાદમાં નિર્ણય લેવાશે તેવી વાત કરાઈ હતી. સ્થિતિને જોતા અંતે યાત્રા રદ જ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...