• Gujarati News
  • National
  • Danish Said The World Of The Pictures I Took Can Never Be Ignored; People May Not Recognize Me, But They Will Never Forget My Pictures

દાનિશનો જુસ્સો તેના મિત્રના શબ્દોમાં:દાનિશ કહેતો હતો- મારી લીધેલી તસવીરોની દુનિયા ક્યારેય અવગણના નહીં કરી શકે; લોકો ભલે મને ન ઓળખે, પરંતુ મારી તસવીરોને ભૂલી શકશે નહીં

3 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • દાનિશનો મૃતદેહ ભારત લાવવા માટે અફઘાન સરકાર સાથે વાતચીત કરવામાં આવી છે
  • દાનિશે પોતાની કારકિર્દીની શરૂઆત ન્યૂઝ એક્સથી કરી હતી

કોરોનાની બીજી લહેરમાં દિલ્હીના સ્મશાનગૃહમાં સળગતા ઢગલાબંધ મૃતદેહની તસવીરે દેશની 'વાસ્તવિક તસવીર'ને બધાની સામે મૂકી દીધી હતી. લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલમાં એક બેડમાં ઓક્સિજનવાળા બે લોકોની અન્ય તસવીરે કોરોનાકાળ દરમિયાન સારવાર માટે લડતા લોકોના સંકટને કેમેરામાં કેદ કરી લીધું હતું. આ તસવીરોએ સરકારને હચમચાવી નાખી હતી.

કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીના એક સ્મશાનગૃહમાં સળગતા મૃતદેહોનો આ ફોટો દાનિશ દ્વારા લેવાયો હતો.
કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીના એક સ્મશાનગૃહમાં સળગતા મૃતદેહોનો આ ફોટો દાનિશ દ્વારા લેવાયો હતો.

કોરોના સમયે જ્યારે આખો દેશ લગભગ થંભી ગયો હતો ત્યારે 40 વર્ષીય દાનિશ સિદ્દીકીના કેમેરાએ આવી તસવીરો લીધી હતી, જેણે દેશ જ નહીં, પરંતુ દુનિયાને પણ હચમચાવી હતી, પરંતુ 16 જુલાઈના રોજ દાનિશની જે તસવીરો સામે આવી એનાથી તેના ચાહકો ચોંકી ગયા છે. તેના મિત્રો આઘાતમાં છે, પરિવાર શોકમાં ડૂબ્યો છે, કારણ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં દાનિશે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે ગુરુવારે રાત્રે પાકિસ્તાનની સરહદે આવેલા કંદહારના સ્પિન બોલ્ડક જિલ્લામાં તાલિબાન આતંકવાદીઓ અને અફઘાન સુરક્ષા જવાનો વચ્ચે એન્કાઉન્ટરનું કવરેજ કરી રહ્યો હતો.

દાનિશના મિત્ર શમ્સ રઝાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે દાનિશ કહેતો હતો, 'તમે જોશો કે જ્યારે હું ફોટા પાડું છું અને તેના પર લખું છું ત્યારે વિશ્વ તેને અવગણી શકશે નહીં, લોકો ભલે મને ન ઓળખે પણ તસવીરો ભૂલી શકશે નહીં.'

દરેકની એક જ વિનંતી છે કે શક્ય તેટલી વહેલી તકે દાનિશના મૃતદેહને ભારત લાવવામાં આવે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃતદેહ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ ક્યારે તેનો મૃતદેહ આવશે તેનો જવાબ હજી સુધી મંત્રાલય પાસે પણ નથી.

શમ્સ રઝાએ કહ્યું હતું કે દાનિશને ક્યારેય પણ સંકટગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરવા જતા પહેલાં ક્યારેય તે ગભરાયેલો કે પરેશાન લાગતો નહોતો, ઊલટું તે આવી જગ્યાએ જવા માટે તમામ પ્રયત્નો કરતો હતો.
શમ્સ રઝાએ કહ્યું હતું કે દાનિશને ક્યારેય પણ સંકટગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરવા જતા પહેલાં ક્યારેય તે ગભરાયેલો કે પરેશાન લાગતો નહોતો, ઊલટું તે આવી જગ્યાએ જવા માટે તમામ પ્રયત્નો કરતો હતો.

દાનિશના મિત્ર શમ્સ રઝા કહે છે, 'જો સમગ્ર દુનિયામાં ક્યાંક પણ સંકટની વાત પણ સાંભળે, તો દાનિશ ત્યાં જવા માટેના તમામ પ્રયાસો કરતો હતો. ખાસ કરીને મુશ્કેલીગ્રસ્ત વિસ્તારો, જેમ કે કોન્ફ્લિક્ટ ઝોન, વોર ઝોનમાં જવાના સમાચારોએ તેના જુસ્સાને વધુ તાજગી ભરી દેતું હતું.

જ્યારે તે જોખમભર્યું રિપોર્ટિંગ કરતા હતા ત્યારે અમે તેમને સાવચેત રહેવાની સૂચના આપતા હતા, જ્યારે તેઓ અગાઉ પણ અફઘાનિસ્તાનમાં માંડમાંડ બચ્યા હતા ત્યારે અમે તેને પાછા આવવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે હું યુદ્ધક્ષેત્રમાં છું, આવી ઘટનાઓ બનશે જ. આજે નહીં તો કાલે પાછો આવીશ, પરંતુ હું તે લોકો વિશે વિચારું છું, જેમણે હવે વર્ષોવર્ષ આ યુદ્ધક્ષેત્રમાં જીવવું પડશે.

અફઘાનિસ્તાન જવાના દિવસે જ મળ્યા હતા વિઝા, અમને શું ખબર હતી કે તે મોતના વિઝા છે
શમ્સ કહે છે, તે લગભગ બે અઠવાડિયાં પહેલાં દાનિશને મળ્યો હતો. દાનિશને અફઘાનિસ્તાન જવાનું હતું, પરંતુ ત્યાં સુધી વિઝા મળ્યા ન હતા. તે આતુરતાથી વિઝાની રાહ જોઈ રહ્યો હતો, તે નારાજ હતો કે ક્યાંક વિઝા અટકી ન જાય. જે દિવસે તે અફઘાનિસ્તાન જવા રવાના થયો હતો એ દિવસે જ તેના વિઝા ક્લિયર થઈ ગયા હતા, પરંતુ અમે જાણતા ન હતા કે તે મોતના વિઝા સાબિત થશે.

તેના પરિવારના સભ્યો અને અમારા બધા મિત્રો તેના માટે ચિંતિત રહેતા હતા. તે અમને ઊલટું સમજાવતા હતા કે હું ફોટા જ લેતો નથી, આ ક્ષેત્રોમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવો એ પણ હું જાણું છું. તેથી ડરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં દાનિશને રોઇટર્સમાં આવા અહેવાલ માટે ખૂબ સારી તાલીમ મળી હતી. તેમને આ વિસ્તારોમાં બચવાની તમામ રીતો જણાવી દેવામાં આવી હતી.

કોરોના દરમિયાન પણ જ્યારે દાનિશ રિપોર્ટિંગ કરતો હતો ત્યારે તેને પીપીઇ કિટ, શિલ્ડ, બધું જ ઓફિસ તરફથી આપવામાં આવ્યું હતું. દાનિશ પહેલાં ઇરાક જેવા દેશમાં યુદ્ધનું રિપોર્ટિંગ પણ કરી ચૂક્યો છે. જ્યારે પણ તે પાછો આવતો હતો ત્યારે તેની સાથે ઘણી વાર્તાઓ સાથે લાવતો હતો.

શમ્સ કહે છે, મિત્રો દાનિશ (ઘડિયાળ પહેરેલી)ની વાર્તાઓની રાહ જોતા હતા, કદાચ આ વખતે પણ દાનિશ વધુ વાર્તાઓ લઈને પરત આવ્યો હોત. દાનિશ બહાદુર હતો, જાણે ભય તો તેને સ્પર્શતો પણ ન હતો.
શમ્સ કહે છે, મિત્રો દાનિશ (ઘડિયાળ પહેરેલી)ની વાર્તાઓની રાહ જોતા હતા, કદાચ આ વખતે પણ દાનિશ વધુ વાર્તાઓ લઈને પરત આવ્યો હોત. દાનિશ બહાદુર હતો, જાણે ભય તો તેને સ્પર્શતો પણ ન હતો.

પિતાએ કહ્યું- ક્યારેય લાગ્યું નહીં કે દાનિશ તણાવમાં છે
શમ્સ રઝાના જણાવ્યા મુજબ, દાનિશના પિતા મોહમ્મદ અખ્તર સિદ્દીકી દાનિશના મૃતદેહને વહેલી તકે ભારતમાં લાવવા વિનંતી કરી રહ્યા છે. જ્યારે કેટલાક પત્રકારોએ તેના પિતાને પૂછ્યું કે દાનિશ ક્યારેય અફઘાનિસ્તાનથી વાત કરતી વખતે ટેન્શનમાં લાગતો હતો? ત્યારે તેઓ કહે છે- દાનિશને આવી પરિસ્થિતિઓમાં કામ કરવાની ટેવ હતી. એવું ક્યારેય નહોતું લાગતું કે તે તણાવમાં છે. દાનિશે 2-4 દિવસમાં આવવાનું વચન પણ આપ્યું હતું.

દાનિશ (જમણે)ની પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ હતી. તે રોઇટર્સમાં તાલીમાર્થી તરીકે જોડાયો હતો, પરંતુ પછીથી તે મુંબઈનો ચીફ ફોટોગ્રાફર બન્યો. આ સમયે તે ભારતમાં રોઇટર્સનો મુખ્ય ફોટોગ્રાફર હતો.
દાનિશ (જમણે)ની પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ હતી. તે રોઇટર્સમાં તાલીમાર્થી તરીકે જોડાયો હતો, પરંતુ પછીથી તે મુંબઈનો ચીફ ફોટોગ્રાફર બન્યો. આ સમયે તે ભારતમાં રોઇટર્સનો મુખ્ય ફોટોગ્રાફર હતો.

દાનિશ એક પત્રકારમાંથી ફોટો-જર્નલિસ્ટ બન્યો
દાનિશની પત્રકારત્વની સફર ન્યૂઝ એક્સથી શરૂ થઈ હતી. 2007માં મિત્ર શમ્સ અને દાનિશે એક સાથે ન્યૂઝ એક્સથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક-દોઢ વર્ષ બાદ દાનિશ ઈન્ડિયા ટુડેની ટીવી ચેનલ સાથે જોડાયો. 2010માં દાનિશને પત્રકારત્વનું એ પ્લેટફોર્મ મળ્યું હતું, જેનું તે જર્નલિઝમનો અભ્યાસ કરતી વખતે સપનું જોતો હતો.

તેને રોઈટર્સ તરફથી ફોટો-જર્નલિઝમ માટેની ઓફર મળી હતી. મિત્ર શમ્સ કહે છે, 'ખરેખર, તે શરૂઆતથી જ ટીવી-જર્નલિસ્ટ નહીં, પણ ફોટો-જર્નલિસ્ટ બનવા માગતો હતો, પરંતુ તરત જ અભ્યાસ કર્યા પછી જ્યારે કેમ્પસ સિલેકશન થયું ત્યારે તેણે વિચાર્યું કે શરૂઆત તો કરીએ અને પછી જોયું જશે કે પોતાનું સ્વપ્નને કેવી રીતે પૂર્ણ કરવું.

દાનિશની પ્રગતિ ખૂબ ઝડપી હતી. તે રોઇટર્સમાં તાલીમાર્થી તરીકે જોડાયો હતો, પરંતુ પછીથી તે મુંબઈનો ચીફ ફોટોગ્રાફર બન્યો. આ સમયે તેઓ ભારતનો ચીફ ફોટોગ્રાફર હતો. મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીની તસવીરોએ તેને રોઇટર્સના ઉચ્ચ અધિકારીઓની નજરમાં લાવી દીધો હતો.

સ્કૂલથી લઈને પત્રકાર બનવા સુધીની સફર આવી રહી
દાનિશે સ્કૂલનું ભણતર દિલ્હીની ફાધર એગ્નેલ સ્કૂલમાં મેળવ્યું હતું. તેમણે જામિયા મિલિયામાંથી પત્રકારત્વ કર્યું. શમ્સ કહે છે, શાળાના દિવસથી જ દાનિશ દરેક તસવીરને નજીકથી જોતો હતો. પત્રકારત્વના અભ્યાસ દરમિયાન ફોટો-જર્નલિસ્ટ બનવાનું ભૂત તેના પર સવાર હતું. તેના ઘરમાં કંઇક બનવા અથવા ન બનવા માટે તેના પર કોઈ દબાણ નહોતું. તેના પિતા સિનિયર પ્રોફેસર હતા. માતા હાઉસ વાઈફ હતા. દાનિશ ત્રણ ભાઈ-બહેનોમાં મોટો હતો. કદાચ તેથી જ તે આટલો જવાબદાર હતો.

દાનિશ (જમણે)ના મિત્રો કહે છે કે દાનિશ ગમે ત્યાં રહેતો, પરંતુ 2-3 દિવસમાં તેના મિત્રો સાથે વાત કરવાનું ક્યારેય ભૂલતો ન હતો.
દાનિશ (જમણે)ના મિત્રો કહે છે કે દાનિશ ગમે ત્યાં રહેતો, પરંતુ 2-3 દિવસમાં તેના મિત્રો સાથે વાત કરવાનું ક્યારેય ભૂલતો ન હતો.

મિત્ર, પતિ, પુત્ર અને પિતા દરેક ભૂમિકામાં પર્ફેક્ટ હતો
શમ્સ જણાવે છે, દાનિશે લવ-મેરેજ કર્યા હતા. તે બંનેની મુલાકાત જર્મનીમાં થઈ હતી. દાનિશ ત્યાં તેના એક ઓફિશિયલ પ્રોજેક્ટ હેઠળ ગયો હતો. દાનિશે એક જ વારમાં પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન પણ કર્યા. જ્યારે હું તેને એક પુત્ર તરીકે જોઉં છું, ત્યારે તે હંમેશાં તેના પિતા અને માતા માટે ચિંતિત રહેતો હતો, જેઓ હંમેશા તેની જોખમી મુસાફરોથી ડરતી હતી, તે પત્નીને પણ તે ખૂબ જ હોશિયારીથી સમજાવી દેતો હતો

2018માં મળ્યો હતો પુલિત્ઝર
દાનિશની ટીમે રોહિંગ્યા શરણાર્થી સંકટના કવરેજ માટે ફાચર ફોટોગ્રાફી કેટેગરીમાં 2018નો પુલિત્ઝર પુરસ્કાર જીત્યો હતો. અફઘાનિસ્તાન અને ઇરાકના યુદ્ધો ઉપરાંત તેમણે કોરોના મહામારી, નેપાળ ભૂકંપ અને હોંગકોંગના વિરોધનું પણ કવરેજ કર્યું હતું.

શમ્સે કહ્યું હતું કે જ્યારે પણ અમે દાનિશને સલામતી રહેવાની સૂચના આપતા ત્યારે તે કહેતો કે મિત્ર, પાછો આવીશ ત્યારે આપણે મિત્રો ઘણા કલાકો સાથે મળીને પસાર કરીશું. હું ઘણી વાર્તાઓ કહીશ. આ વખતે આખો પટારો ભરીને આવી રહ્યો છું.
શમ્સે કહ્યું હતું કે જ્યારે પણ અમે દાનિશને સલામતી રહેવાની સૂચના આપતા ત્યારે તે કહેતો કે મિત્ર, પાછો આવીશ ત્યારે આપણે મિત્રો ઘણા કલાકો સાથે મળીને પસાર કરીશું. હું ઘણી વાર્તાઓ કહીશ. આ વખતે આખો પટારો ભરીને આવી રહ્યો છું.

વિદેશ મંત્રાલયે કહ્યું- હજી એ જણાવી શકીએ નહીં કે ક્યારે આવશે દાનિશનો મૃતદેહ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'મૃતદેહ લાવવા માટે અફઘાન સરકાર સાથે વાતચીત કરવામાં આવી છે. અમે જલદી જ તેનો મૃતદેહ લાવીશું, પરંતુ હજી સમય કહી શકતા નથી. બાગચીને પૂછવામાં આવ્યું હતું કે કોની ગોળીથી દાનિશની હત્યા થઈ છે ? તાલિબાન કે આર્મી? ત્યારે તેઓ કહે છે- દાનિશ યુદ્ધના ક્ષેત્રમાં રિપોર્ટિંગ કરી રહ્યો હતો. અત્યારે યુદ્ધ ચરમસીમાએ છે. હજી અમે આ બાબતે માહિતી મેળવી રહ્યા છીએ.

દિલ્હીના શાહીન બાગમાં દેખાવો વખતની રામભક્ત ગોપાલની આ તસવીર દાનિશે જ લીધી હતી.
દિલ્હીના શાહીન બાગમાં દેખાવો વખતની રામભક્ત ગોપાલની આ તસવીર દાનિશે જ લીધી હતી.
કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીમાં સળગતી ચિતાઓની આ તસવીરે દેશ-દુનિયાને હચમચાવી દીધા હતા.
કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીમાં સળગતી ચિતાઓની આ તસવીરે દેશ-દુનિયાને હચમચાવી દીધા હતા.
અન્ય સમાચારો પણ છે...