• Gujarati News
  • National
  • AIMIM Spokesperson Danish Qureshi Arrested For Commenting On Shivling Found At Gyanvapi Mosque

ભાસ્કર LIVE અપડેટ્સ:પુંછમાં LoC નજીક જંગલમાં આગ લાગી, અનેક લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પુંછમાં LoC નજીક જંગલમાં આગ લાગવાથી અનેક લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ જંગલમાં છેલ્લા કેટલાક દિવસથી આગ લાગેલી છે. તેને ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોમવારે આગ LoC પર લાગી હતી અને ભારતીય સીમા તરફ આગળ વધી હતી. આ ઘટનામાં આશરે અડધો ડઝન લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો છે. આ લેન્ડમાઈન આતંકવાદીઓની ઘૂસણખોરીને અટકાવવા માટે જમીનમાં બિછાવવામાં આવી હતી. આગને ઓલવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. પણ તેજ હવાને લીધે તે ફેલાઈ રહી છે.
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે ઓચિંતા જ રાજીનામું આપ્યું​​​​​​

દિલ્હીના ઉપ રજ્યપાલ અનિલ બૈજલે રાજીનામું આપી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિને મોકલેલા પત્રમાં તેમને રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે. બૈજલને નજીબ જંગની જગ્યાએ 2016માં ઉપ રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બૈજલ વચ્ચે અનેક વખત નિર્ણયને લઈને ટકરાવ જોવા મળ્યો.

આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોનાઓ જોર પકડ્યું હતું તો વીકેન્ડ કર્ફ્યૂ અને તમામ દુકાન માટે ઓડ-ઈવનના નિયમને લઈને બંને સામસામે આવી ગયા હતા. બૈજલે કેજરીવાલના પ્રસ્તાવને માનવાનો ઈનકાર કરી દીધો હતો.

એડટેક યુનિકોર્ન વેદાંતુ 424 એમ્પ્લોઈને હટાવશે
ટાઈગર ગ્લોબલ બેક્ડ એડટેક યુનિકોર્ન વેદાંતુ 424 એમ્પ્લોઈ કે વર્કફોર્સના 7%ને પાણીચું આપશે. કંપનીના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર વામસી કૃષ્ણાએ જણાવ્યું કે હાલમાં એક્સટર્નલ એનવાયરમેન્ટ મુશ્કેલ છે. યુરોપમાં વોર, મંદીની આશંકા અને ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે મોંઘવારી વધી ગઈ છે.

ભારત સહિત દુનિયાભરના સ્ટોક માર્કેટમાં પણ ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં આવનારા ક્વાર્ટરમાં ફંડની ઘટ પડી શકે છે. તેમને એમ પણ કહ્યું કે કોવિડ મહામારી ઓછી થયા બાદ ઓફલાઈન ક્લાસિસ ફરીથી શરૂ થઈ ગયા છે જેનાથી વેદાંતુએ છેલ્લાં બે વર્ષમાં જે 9X ગ્રોથ જોઈ હતી તે પણ મોડરેટ થઈ ગઈ છે.

પીટર એલ્બર્સ ઈન્ડિગો એરલાઈનના નવા CEO

ઈન્ડિગો એરલાઈનને નવા CEO મળી ગયા છે. કંપનીએ પીટર એલ્બર્સને CEO તરીકે નિયુક્ત કર્યા છે.એલ્બર્સ 1 ઓક્ટોબર 2022થી CEOની પોસ્ટ સંભાળશે. એરલાઈનના હાલના CEO રોનોજોય દત્તા 30 સપ્ટેમ્બરનાં રોજ રિટાયર થઈ રહ્યાં છે, આ પહેલાં કંપનીએ નવા CEOનું નામ ફાઈનલ કરી દીધું છે. 52 વર્ષના પીટર એલ્બર્સ હાલ કેએલએમ રોયલ ડચ એરલાઈન્સના CEO છે.

પ્રથમ એર લોંચ સ્વદેશી એન્ટી શિપ મિસાઈલનો સફળ ટેસ્ટ

ભારતે સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું બુધવારે સફળ પરિક્ષણ કર્યું છે. તેને ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હેલિકોપ્ટરથી લોંચ કરવામાં આવી હતી. આ ટેસ્ટ ભારતીય નૌકાદળ અને સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ સાથે મળી કર્યું છે. આ પ્રથમ એર લોંચ એન્ટી શિપ મિસાઈલ સિસ્ટમ છે. આ ટેસ્ટમાં મિસાઈલે તમામ ટાર્ગેટ પૂરા કરી લીધા છે.

દિલ્હીના કલ્યાણપુરીમાં ગેરકાયદેસર નિર્માણો પર બુલડોઝર ચલાવ્યું

દિલ્હીમાં બુલડોઝર અભિયાનનો વિરોધ કરી રહેલા આપના ધારાસભ્ય કુલદીપ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. MCDની ટીમે બુધવારે કલ્યાણપુરીમાં ગેરકાયદેસર દબાણોને હટાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, જેમાં 4 ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. દરમિયાન આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા.