• Gujarati News
  • National
  • Dangerous Stunt On A Throbbing Road As Soon As The Signal Goes Off, Drivers Stop In Indore

ડાન્સિંગ ગર્લ બાદ જમ્પિંગ બોય:સિગ્નલ બંધ થતાં જ ધમધમતાં રોડ પર ખતરનાક સ્ટંટ, ઈન્દોરમાં વાહનચાલકો થંભી ગયા

એક મહિનો પહેલા

ઈન્દોરના રસોમા ચાર રસ્તા પર એક ડાન્સિંગ ગર્લનો વીડિયો સામે આવ્યો હતો. હવે આ જ ચાર રસ્તા પર સિગ્નલ બંધ થતાં જમ્પિંગ બોયે વીડિયો બનાવ્યો છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા મોડલ શ્રેયા કાલરાએ વરસાદી માહોલમાં રોડ પર ડાન્સ કરી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. એવામાં ગુરુવારે બપોરે જમ્પિંગ બોયે દિલધડક સ્ટંટ કરતાં સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. લોકોમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે, રસોમા ક્રોસ રોડ યુવાઓ માટે સ્ટંટ કરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ બન્ને વીડિયોની ટ્રાફિક પોલીસે નોંધ લીધી છે.