• Gujarati News
  • National
  • Dangerous Is The New Variant Of Corona B.1.1.529, WHO Calls Emergency Meeting, UK Britten Take Strictly Steps

ત્રીજી લહેરના ભણકારા:30 વખત સ્વરૂપ બદલનારો વેરિયન્ટ દ. આફ્રિકામાંથી મળ્યો, વેક્સિન બિનઅસરકારક, WHOએ બોલાવી ઇમર્જન્સી બેઠક

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ આફ્રિકામાંથી મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ B.1.1.529
  • ભારતે દરેક રાજ્યને અલર્ટ કર્યા, વિદેશ આવનારાનું કડક સ્ક્રીનિંગ કરાશે​

કોરોના વાઇરસના નવા વેરિયન્ટને કારણે ફરીથી આખી દુનિયા અલર્ટ થઈ ગઈ છે. ઘણા દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, ત્યારે ફરી એક નવા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે. આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે અને ત્યાંની લેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે અત્યારસુધીમાં 30 વખત સ્વરૂપ બદલી નાખ્યાં છે, તેથી એની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા, બ્રિટન-યુકે-ઈઝરાયેલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ભારતે સાઉથ આફ્રિકાથી આવનારા લોકો માટેના નિયમો કડક કર્યા છે.

53 દેશમાં અલર્ટ જાહેર કરાયું
કોરોનાના નવા વેરિયન્ટને કારણે આખી દુનિયા અલર્ટ થઈ ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે એક અંદાજ પ્રમાણે 53 દેશમાં આગામી વસંત સુધીમાં કોરોના વાઇરસની મહામારીને કારણે વધુ સાત લાખ લોકોનાં મોત થવાની શક્યતા છે. ભારતે પણ દરેક રાજ્યને અલર્ટ રહેવા કહ્યું છે. ગુરુવારે WHO કોવિડના નવા વેરિયન્ટથી પ્રભાવિત દેશોથી આવનારા લોકોના કડક સ્ક્રીનિંગ માટે આદેશ જાહેર કર્યા છે. વિદેશથી ભારત આવનાર દરેક લોકોના ફરજિયાતપણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એ ઉપરાંત રેપિડ ટેસ્ટિંગ પર પણ ભાર આપવામાં આવશે.

શું છે કેન્દ્ર સરકારની તૈયારી?
કોરોનાની બીજી લહેરે ભારતની કમર તોડી નાખી હતી અને એના માટે કોરોના ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણવામાં આવ્યો હતો. ત્યાર પછી ભારતમાં વેક્સિનેશન વધારી કડક નિયમો લાગુ કરીને કોરોનાને કંટ્રોલ કરવામાં આવ્યો છે. તેથી ત્રીજી લહેર સામે ભારત વેળાસર અલર્ટ થઈ જાય એ જ જરૂરી છે. સાઉથ આફ્રિકાથી કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે અલર્ટ જાહેર કરી દીધું છે. સાઉથ આફ્રિકા પછી હોંગકોંગથી પણ કોરોનાના નવા વેરિયન્ટના દર્દી મળ્યા છે, તેથી આ દેશોને હવે એટ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવનારા લોકોને હવે કડક સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

WHOએ બોલાવી ઈમર્જન્સી બેઠક
આ દરમિયાન WHOની ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ દ્વારા મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નવા વેરિયન્ટ વિશે વિચારણા કરવામાં આવશે. WHOનું કહેવું છે કે આ વેરિયન્ટ પર હજી રિસર્ચ કરવાનું બાકી છે, તેથી હાલ એ જરૂરી છે કે આપણે વધુ ને વધુ લોકોને કોરોના વેક્સિન અપાવીએ, જેથી તેઓ નવા વેરિયન્ટને ટક્કર આપી શકે અને એની અસર ઓછી થાય.
એ સિવાય એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોરોનાના આ નવા વેરિયન્ટને ગ્રીક નામ આપવામાં આવશે. જે રીતે ડેલ્ટા-આલ્ફા નામ આપવામાં આવ્યાં હતાં એવી રીતે સાઉથ આફ્રિકાના વેરિયન્ટને પણ નામ આપવામાં આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેરિયન્ટમાં મલ્ટી મ્યૂન્ટેશનની તાકાત છે, તેથી એ વધારે જોખમી છે.

જર્મનીમાં સરકારે વધુમાં વધુ લોકો ટેસ્ટ કરાવી શકે એ માટેનાં સેન્ટર્સ ઊભાં કર્યાં.
જર્મનીમાં સરકારે વધુમાં વધુ લોકો ટેસ્ટ કરાવી શકે એ માટેનાં સેન્ટર્સ ઊભાં કર્યાં.

સતત સ્વરૂપ બદલાતું હોવાથી આ વેરિયન્ટ જોખમી
નવો વેરિયન્ટ એટલા માટે જોખમી માનવામાં આવે છે, કારણ કે એ સતત સ્વરૂપ બદલતો રહે છે. અત્યારસુધીમાં આ વેરિયન્ટ 30 વખત સ્વરૂપ બદલી ચૂક્યો છે. KRISPના ડિરેક્ટર De Oliveiraએ જણાવ્યું હતું કે આ નવા વેરિયન્ટના ઘણા અસામાન્ય મ્યૂટેશન જોવા મળ્યા છે. અત્યારસુધીના જે પણ વેરિયન્ટ આવ્યા એમાં આ વધારે જોખમી હોવાની શક્યતા છે.

હોંગકોંગમાં પણ મળ્યો નવો વેરિયન્ટ
સાઉથ આફ્રિકાથી હોંગકોંગ પહોંચેલા લોકોમાં પણ આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. નવો વેરિયન્ટ સૌથી પહેલા રીગલ એરપોર્ટ હોટલમાં રોકાયેલા 2 લોકોમાં જોવા મળ્યો છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન (CHP) પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે બંને કેસ B.1.1.529 વેરિયન્ટના છે. આ બંને લોકોમાંથી એકે એર વાલ્વવાળું માસ્ક પહેર્યું હતું અને એને કારણે જ બીજા લોકોમાં આ વાઇરસનું સંક્રમણ થયું છે.

બ્રિટનમાં હોર્ડિંગ્સ લગાવીને 18+ લોકોને વેક્સિન લેવાની ભલામણ કરાઈ.
બ્રિટનમાં હોર્ડિંગ્સ લગાવીને 18+ લોકોને વેક્સિન લેવાની ભલામણ કરાઈ.

બ્રિટને કડક પગલાં લીધાં
બ્રિટને નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને આફ્રિકાના 6 દેશમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમાં દક્ષિમ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, લિસોથો અને એસવાટિની સામેલ છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ વાજિદે જણાવ્યું હતું કે દેશની હેલ્થ એજન્સી નવા વેરિયન્ટની તપાસ કરી રહી છે. અમને વધારે ડેટાની જરૂર છે. અમે 6 આફ્રિકન દેશને રેડ લિસ્ટમાં નાખી દીધા છે અને બ્રિટનથી આવતા યાત્રીઓને ક્વોરન્ટીન રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...