ભાસ્કર એક્સ્લુઝિવ:ચારધામ માર્ગ પર ભેખડો વચ્ચે પાણી ભરાતાં આફતની આશંકા

દેહરાદૂન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળસ્ત્રોતો પૂરાઈ ગયા, વિજ્ઞાનીઓની ચેતવણી

હવે તે પાણી ભેખડોની વચ્ચે ભેગું થઇ રહ્યું છે, જેના કારણે ભેખડો ભીની થઇને ધસી પડવાનું શરૂ થઇ શકે છે. ઘણી જગ્યાએ ઓવરહેન્ગિંગ (તીવ્ર ઢોળાવવાળી) ભેખડોમાં તિરાડો પણ પડી છે, જે ભેખડો રસ્તા પર પડી શકે છે.

ઉત્તરાખંડ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર, સિનિયર જિઓલોજિસ્ટ પ્રો. એમ. પી. એસ. બિશ્ત જણાવે છે કે થોડા સમય પહેલાં ડેન્ઝર ઝોન ચિહ્નિત કરાયા હતા પણ રસ્તા પહોળા કરવા જે ભેખડો કાપવામાં આવી તેમાં તિરાડો પડી ગઇ છે. તે ભેખડો પડી શકે છે. ચારધામ યાત્રા શરૂ કરતા પહેલાં આ ભેખડો પાડી દેવી જોઇતી હતી. આવી ભેખડો ઋષિકેશ-બદ્રીનાથ રૂટ પર તોતા ઘાટી, પાતાલ ગંગા, વિષ્ણુપ્રયાગ, બલદૌડત્રા, લામબગડ, હનુમાન ચટ્ટીમાં સ્પષ્ટ જોઇ શકાય છે.

પ્રો. બિશ્તે જણાવ્યું કે આ રૂટ પર એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં ઉપરના ઢોળાવ પર પાણીના નાના-નાના ઘણા સ્ત્રોત છે, જે રસ્તો બનાવતી વખતે કાટમાળમાં દબાઇ ગયા. તેમાંથી આખું વરસ પાણી નીકળે છે. કેટલીક જગ્યાએ ઢોળાવ નીચે રસ્તા પર ઢાબા વગેરે ખુલી ગયા છે, જ્યાં યાત્રાળુઓની ભીડ રહે છે. પાણીના સ્ત્રોતનો માર્ગ દબાઇ જવાથી હવે ભેખડોની વચ્ચે પાણી એકઠું થઇ રહ્યું છે. તેના કારણે ભેખડો ભીની થઇને નબળી પડી જવાથી બહુ જોખમી બની જાય છે.

વિજ્ઞાનીઓએ ઉત્તરાખંડ સરકારને 3 સૂચન કર્યા

  • તમામ વિસ્તારોને તરત ચિહ્નિત કરી ત્યાં ચેતવણીના બોર્ડ લગાડવામાં આવે.
  • ઢાળ પરથી વહેતા પાણીને માર્ગ આપો, જેથી જોખમ ટળે.
  • જે ભેખડો પર તિરાડો દેખાતી હોય તેમને સમયસર પાડી દેવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...