• Home
  • National
  • Damodar, who reached Jhansi from Panipat, says I came to the village but with my wife's corpse, it was easy to come because I had a corpse with me.

બમ્બઇથી બનારસ 48 કલાકથી Live રિપોર્ટ્સ / પાનીપતથી ઝાંસી પહોંચેલા દામોદર કહે છે- હું ગામડે તો આવ્યો પણ પત્નીની લાશ લઇને, આવવું એટલે સરળ હતું કારણ કે મારી સાથે લાશ હતી

Damodar, who reached Jhansi from Panipat, says- I came to the village but with my wife's corpse, it was easy to come because I had a corpse with me.
X
Damodar, who reached Jhansi from Panipat, says- I came to the village but with my wife's corpse, it was easy to come because I had a corpse with me.

  • પગપાળા ઘરે આવી રહ્યા હતા અને રસ્તામાં ખબર જ ન પડી કે ક્યારે એક ટ્રકવાળો પત્નીને ઢસડીને લઇ ગયો
  • જેની પાસે 60 વીઘા જમીન છે તેઓ પણ પૈસા કમાવા ગયા હતા, હવે પાછા આવી રહ્યા છે
  • જે ક્યારેય નથી ગયા તેઓ કહે છે કે અમને શાંતિ છે, જે લોકો શહેર ગયા હતા તેઓ હવે ગામડે આવી રહ્યા છે

મનીષા ભલ્લા અને વિનોદ યાદવ

May 19, 2020, 05:33 PM IST

ઝાંસી. ભાસ્કરના પત્રકારો બંબઈથી બનારસની સફરે નિકળ્યા છે. આજ માર્ગો પરથી લાખો લોકો પોત-પોતાના ગામડે જવા નિકળ્યા છે. ઉઘાડા પગે, પગપાળા, સાઈકલ, ટ્રકોમાં અને ગાડીઓ ભરીને લોકો નિકળી પડ્યા છે. કોઈપણ સ્થિતિમાં તેઓ ઘરે જવા માંગે છે, મુશ્કેલીના સમયમાં દરેક ઘરે જવાજ ઈચ્છે છે. અમે આજ માર્ગોની જીવતી કહાનીઓ તમારા સુધી લાવી રહ્યા છીએ. વાંચતા રહો....
અગિયારમો રિપોર્ટ, દેવરીસિંહપુરા અને રાનીપુર ગામથી

ઝાંસીના દેવરીસિંહપુરા ગામમાં દામોદરના ઘરે રડવાનો અવાજ આવે છે. દામોદરની પત્ની તેને વારંવાર ગામડે જવા માટે કહી રહી હતી. દામોદર ગામડે પહોંચ્યો તો ખરો પણ તેની પત્નીનો મૃતદેહ લઇને. રસ્તામાં એક ટ્રક સાથે અથડાતા પત્નીનું મોત થઇ ગયું. દામોદરને પણ ઘણી ઇજા થઇ પણ તે બચી ગયો. અમે જ્યારે પહોંચ્યા ત્યારે પત્નીને અગ્નિદાહ આપીને ઘરે આવ્યો જ હતો.

દામોદરના બે બાળકો છે. દસ વર્ષની દીકરી નીલમ અને 14 વર્ષનો દીકરો દીપક

 દામોદર કહે છે, ‘‘અમે પાનીપતમા રહેતા હતા. હું લૂમ પર કામ કરતો હતો પણ લોકડાઉનમાં લૂમ બંધ થઇ ગયા. મારી સાળીને દીકરી આવી હતી. લોકડાઉન પર અમે સૌ ઘરે આવવા માગતા હતા. મારી પત્ની અને હું સાળીની દીકરીને જોવા ગયા અને વિચાર્યું કે ઘરે જવાની વાત પણ કરી લઇશું. ’’પત્નીએ કહ્યું કે 17 મે સુધી જોઇ લઇએ કે મોદી શું કહે છે. નહિંતર પગપાળા ગામડે ચાલતા જઇશું પણ અહીં નહીં રહીએ. આવી સલાહસૂચન બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં ખબર જ ન પડી કે ક્યારે એક ટ્રકવાળો પત્નીને ઢસડીને લેતો ગયો. 

દામોદરના ઘરની બહાર હવે આ દ્રષ્ય છે

દામોદરે બૂમ પાડી. પત્નીના ચિથડા ઉડી ગયા હતા પણ શ્વાસ બાકી હતા. એમ્બ્યુલન્સ આવી. પાનીપત હોસ્પિટલમાંથી રોહતક રિફર કરવામાં આવી પણ રસ્તામાં જ પત્નીનું મોત થયું. એમ્બ્યુલન્સ લઇને દામોદર તેના ગામડે આવ્યો. તે કહે છે કે હું ગામડે તો આવ્યો પણ પત્નીની લાશ લઇને. આવવું એટલે સરળ થઇ ગયું કારણ કે મારી પાસે લાશ હતી. પણ હવે હું જઇ નહીં શકું. 

જેમની પાસે 50-60 વીઘા જમીન છે તેઓ પણ પૈસા કમાવવા ગયા હતા હવે ગામડે આવી રહ્યા છે
આ જ ગામના ગુલાબચંદ તિવારી પાસે લગભગ 70 વીઘા જમીન છે. તેઓ જણાવે છે કે ખેતીમાં ઉપજ ઓછી હોવાના કારણે કરિયાણાની નાની દુકાન ચલાવે છે. જેનાથી રોજ 500 રૂપિયા કમાય છે. જમીન ભાગે આપી દીધી છે. ગુલાબચંદ 20-25 વર્ષ પહેલા મુંબઇના સી.પી ટેન્ક વિસ્તારમાં રહેતા હતા. મુંબઇ અને ભિવંડીમાથી તેઓ મોટી કંપનીઓના સિવણના દોરા લાવીને ગામડે વણકરોને વેચતા હતા. બધુ બરોબર ચાલી રહ્યું હતું. પણ જ્યારે ગામમાં વિજળીની અછત થવા લાગી તો વણકરો દિલ્હી અને પાનીપત જતા રહ્યા. ત્યારબાદ તેમણે પણ મુંબઇ જવાનું બંધ કરી દીધું. તેઓ કહે છે- કોરોનાવાયરસના કારણે શહેરમાંથી તેઓ ગામડે આવી રહ્યા છે. અહીં ગામ આવીને પણ તેઓ શું કરશે, અહીં જમીન ઉપજવાળી નથી. 

ઝાંસીના દેવરી સિંહરૂરા ગામના ગુલાબચંદ તિવારીને આશા છે કે ફરી ગામમાં પેન્ટ શર્ટ અને અન્ય ચીજો બનશે કારણ કે વણકરો પાછા આવી ગયા છે. 

ગુલાબચંદ તિવારી જણાવે છે કે અમને પૈસાની ચિંતા નથી અને વધુ પૈસા પણ નથી જોઇતા. હું સવારે ઉઠું છું. મારો નાનો બગીચો છે. તેમાં પાણી આપું છું. પૂજાપાઠ કરું છું. મારો નાનો દીકરો મને મદદ કરે છે. મોટો દીકરો ઝાંસીમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. તે પણ અત્યારે ગામડે આવ્યો છે. મારો આખો પરિવાર સાથે છે તેની મને ખુશી છે. હું ગામડે જ રહ્યો, જેઓ શહેર ગયા તેઓ હવે પાછા આવી રહ્યા છે
રાનીપુર ગામના ઘનશ્યામ પ્રજાપતિ કુંભાર છે. એક નાના રૂમમાં માટલું બનાવી રહ્યા હતા. તેમને પૂછ્યું કે એક માટલું બનાવવામાં કેટલા દિવસ લાગે છે તો માથુ ઉંચુ કર્યા વિના આંગળીથી ત્રણનો ઇશારો કર્યો. પછી જ્યારે કમાણી વિશે પૂછ્યું તો બુંદેલી અને તૂટકફૂટક હિન્દીમાં કહ્યું- ત્રણ દિવસમાં 30 માટલા તૈયાર કરું છું. એક માટલું 100 રૂપિયામાં વેચું છું. ઘરમાં બે ભેંસ રાખી છે. પાંચ પાંચ લિટર દૂધ આપે છે. 

ઘનશ્યામ પ્રજાપતિના ત્રણ દીકરા છે. મોટો દીકરો 30 વર્ષનો, બીજો 14 વર્ષનો અને સૌથી નાનો 12 વર્ષનો છે. આખો પરિવાર ગામમાં જ રહે છે. 

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે
સાતમો રિપોર્ટઃ60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે
આઠમો રિપોર્ટઃ MP પછી ચાલીને જતાં મજૂર નજરે પડતા નથી, અહીંથી રોજ 400 બસોમાં લોકોને જિલ્લા સુધી મોકલાઈ રહ્યા છે

નવમો રિપોર્ટ:બસ મમ્મીને કહેવું છે કે અમને કોરોના નથી થયો, મમ્મીને ચહોરો બતાવીને પાછા આવી જશું 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી