તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ ડાળ ડાળ જાણે કે રસ્તા જાપાનીઝ વસંતના...
વસંત ઋતુ ઉર્મિઓ પાંગરવાની ઋતુ છે અને જાપાનની ચેરી બ્લોસમ એટલા માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં જાપાનમાં વસંત ખીલી ઉઠે છે. જાપાનના પ્રખ્યાત અને લોકપ્રિય ફૂલો ‘સાકુરા’ચોતરફ ખીલી ઉઠે છે. વસંતના વધામણા કરવામાં જાપાનીઓ કોરોનાનો ડર બાજુએ મૂકીને અને ઓફકોર્સ માસ્ક પહેરીને બાગબગીચાઓમાં ફરવા નીકળી પડ્યા છે. સામાન્ય રીતે જાપાનમાં વસંતનું પૂર્ણપણે આગમન એપ્રિલમાં થતું હોય છે પરંતુ આ વખતે થોડું વહેલું આગમાન થયું છે. આવું થવાનું કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ સ્ટોર કે સ્કૂલ?!
વર્મોન્ટમાં બર્લિંગટનમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં વિદ્યાર્થીઓ કતારમાં જોવા મળી રહ્યા છે. એવું નહોતું કે વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી ડિપાર્ટમેન્ટ સ્ટોરની અભ્યાસ મુલાકાતે લઈ જવાયા હોય પરંતુ તેઓ આ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભણવા આવ્યા છે. કંઈક વિચિત્ર લાગે એવી વાત છે પણ સાચી છે. આમ તો કોરોનાના કહેરથી અહીંની ડાઉનટાઉન બર્લિંગટન હાઈસ્કૂલ છેલ્લા છ મહિનાથી બંધ હતી. પરંતુ 4 માર્ચથી સ્કૂલ ફરી શરૂ કરવામાં આવી છે. એ સમયે શાળાના સંચાલકોએ જોયું કે શાળાની ઈમારતમાં ઝેરી ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ રિનોવેશન દરમિયાન ફેલાયા હતા. આ કારણથી વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ફરી મનાઈ ફરમાવાઈ પણ શિક્ષણકાર્ય તો શરૂ કરવાનું જ હતું. આથી, સ્કૂલના સંચાલકોએ વિચાર્યુ કે અન્ય કોઈ સ્થળે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે. એવામાં તેઓની નજર ખાલી પડેલા ડિપાર્ટમેન્ટ સ્ટોર પર પડી. આ મેકીઝ ડિપાર્ટમેન્ટ સ્ટોર 2018માં બંધ કરી દેવાયા પછી ખાલી જ પડ્યો હતો. જેનો ઉપયોગ શાળા સંચાલકોએ કર્યો અને ત્યાં જ સ્કૂલ શરૂ કરી દીધી. અગાઉ આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ આજે હવે આ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં અભ્યાસ કરી રહ્યા છે.
ઝેક રિપબ્લિકમાં હેલિકોપ્ટર ક્રેશ, અબજપતિ પેટ્ર કેલનરનું નિધન
ઝેક રિપબ્લિકમાં એક હેલિકોપ્ટર પાયલટ સહિત છ લોકોને લઈને ઉડ્ડયન કરી રહ્યું હતું ત્યારે તે અચાનક પહાડી વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં પાયલટ સહિત ચાર મુસાફરોનાં મોત થયા છે અને એક પેસેન્જર ગંભીર ઈજાઓ સાથે જીવિત મળી આવ્યા છે. જો કે, મૃતકોમાં ઝેક રિપબ્લિકના અબજોપતિ પેટ્ર કેલનરનું નિધન થયાના અહેવાલો મળ્યા છે. આ હેલિકોપ્ટર નીક ગ્લેશિયર પાસેના પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું. જેમાં ડેવિડ હોરવાથ નામની એક વ્યક્તિ ગંભીર ઈજાઓ સાથે જીવિત મળી આવી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.