• Gujarati News
  • National
  • Rumor Has It That An 11 year old Boy Opened A Poll, Doctors Said The Vaccine Can Not Generate Magnetic Energy

વેક્સિન વગર પણ ચોટે છે લોખંડ:અફવાની 11 વર્ષના બાળકે પોલ ખોલી, ડોક્ટરોએ કહ્યું- વેક્સિનથી ચુંબકીય શક્તિ પેદા જ ન થઈ શકે

ઉદયપુર4 મહિનો પહેલાલેખક: સ્મિત પાલીવાલ
  • કૉપી લિંક
  • ફોરેન કેટેગરીમાં શરીરમાં મેટલ હોય તો જ આમ બની શકે છેઃ લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર દિનેશ જિંદલ

દેશમાં કોરોના વેક્સિન લીધા પછી લોકો વિવિધ પ્રકારના દાવાઓ કરી રહ્યાં છે. આ જ રીતે કેટલાક લોકો વેક્સિન લીધા પછી શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થતી હોવાનો દાવો કરી રહ્યાં છે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. તેમાં વેક્સિનને લઈને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે ઉદયપુરના નરોત્તમ ગૌડા અને તેમના 11 વર્ષના પૌત્ર યશે વેક્સિનેશનને લઈને કરવામાં આવેલા દાવાઓની પોલ ખોલી નાંખી છે.

બાળકે કોઈ પણ વેક્સિન લીધી નથી, જોકે તેની અંદર ચુંબકીય શક્તિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે વેક્સિનના કારણે આમ થઈ રહ્યું નથી. ડોક્ટરનું કહેવું છે કે શરીરમાં ફોરેન બોડી હોવાથી આમ થઈ શકે છે. જોકે તે લાખોમાંથી કોઈકના શરીરમાં હોય છે. ગરમીમાં પરસેવો જ ચોટી જવાનું એકમાત્ર કારણ છે.

સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને મેં પણ કર્યો ટ્રાય
ઉદયપુરના ધોલી બાવડી વિસ્તારમાં રહેનાર નરોત્તમ ગૌડે જણાવ્યું કે મેં કોરોના વેક્સિન લગાવી હતી. એવામાં સોશિયલ મીડિયા પર વેક્સિન લગાવવાથી શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થતી હોવાના સમાચારો ચાલી રહ્યાં હતા. જેને મેં જોયા અને મેં પણ પોતાના શરીર પર તેનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો. તે પછી મેં ઘરમાં મૂકેલા સિક્કા અને ચમચીને શરીર પર મૂક્યા, જે ચોટવા લાગ્યા. તેને જોઈને હું અચરજમાં પડ્યો. મને એ વાતમાં કોઈ તથ્ય ન લાગ્યું કે આવું કોરોના વેક્સિનના કારણે થયું છે.

નરોત્તમના શરીર પર ચોટવા લાગી ચમચી અને સિક્કા.
નરોત્તમના શરીર પર ચોટવા લાગી ચમચી અને સિક્કા.

પૌત્રના સહારે દાદાએ ખોલી અફવાની પોલ
એવામાં પોતાના મનની શંકાને દુર કરવા માટે નરોત્તમે પોતાના 11 વર્ષના પુત્ર યશનો સહારો લીધો. તેણે પોતાના પૌત્રના શરીર પર ધાતુઓ ચોટાડવાનો પ્રયોગ શરૂ કર્યો. થોડીવારમાં જ યશના શરીર પર પણ સિક્કા અને ચમચીઓ ચોટવા લાગી. તેને જોતા નરોત્તમનો પરિવાર પણ હેરાન થઈ ગયો, કારણ કે યશે અત્યાર સુધી કોરોનાની વેક્સિન લીધી જ નથી.

એવામાં વેક્સિન વગર પણ શરીર પર ચુંબકીય પ્રભાવ જોઈને પરિવાર હેરાન થઈ ગયો. તે પછી નરોત્તમે કહ્યું કે આ મામલો વેક્સિનનો નથી પરંતુ આપણા શરીરની કોઈ કોશિકા કે ખાવાપીવાનો છે, જેને લઈને આખા દેશમા અફવા ચાલી રહી છે. જે સંપૂર્ણ રીત ખોટી અને ભ્રામક છે. જ્યારે કોરોના સામે લડવા માટે માત્ર વેક્સિન જ એક ઉપાય છે. 11 વર્ષની ઉંમરના યશે જણાવ્યું કે દાદાજીના કહ્યાં પછી મેં પણ શરીર પર ટ્રાઈ કર્યો. તે પછી મારા શરીર પર સિક્કા, ચમચીઓ અને ધાતુઓ ચોટવ લાગી.

દાદા નરોત્તમની સાથે શરીર પર પ્રયોગ કરતો યશ.
દાદા નરોત્તમની સાથે શરીર પર પ્રયોગ કરતો યશ.

વેક્સિન જ એકમાત્ર ઉપાય
વેક્સિનેશન પછી ચુંબકીય પ્રભાવને લઈને વાઈરલ વીડિયો પર ઉદયપુરની એમ બી હોસ્પિટલના એડિશનલ ઈન્ચાર્જ રમેશ જોશીએ ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની વાતો સંપૂર્ણ રીતે ખોટી અને અર્થ વિહોણી છે. દેશ નહિ આખી દુનિયામાં કોરોના વેક્સિન જ સંક્રમણથી બચવાનો એકમાત્ર ઉપાય છે. તેનાથી કોઈ પણ પ્રકારની ચુંબકીય શક્તિ પેદા થઈ રહી નથી. માત્ર કેટલાક લોકો દ્વારા વેક્સિન અંગે ભ્રામક પ્રચાર કરાઈ રહ્યો છે, જે પાયાવિહોણો અને સંપૂર્ણ રીતે ખોટો છે. તેમનું કહેવું છે કે શરીરમાં ફોરેન બોડી થવાથી આવું થઈ શકે છે. જોકે તે લાખોમાંથી કેટલાક લોકોમાં જ હોય છે. ગરમીમાં પરસેવો જ આ ચોટવા પાછળનું એકમાત્ર કારણ છે.

ફોરેન બોડીનો આ છે અર્થ
લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર દિનેશ જિંદલે જણાવ્યું કે લોખંડની ખીલી અને બોલ્ટનું ઓગળી જવું અથવા શરીરમાં ફેકચર પછી સળિયો નાંખવો તે ફોરેન બોડી કેટેગરીમાં આવે છે. જેમાં શરીરની અંદર મેટલ હોય છે. આવા કેસમાં આવુ થવું શકય છે.

અફવા પર 11 વર્ષના યશે લગાવ્યો વિરામ.
અફવા પર 11 વર્ષના યશે લગાવ્યો વિરામ.

સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે અફવા
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશમાં વેક્સિન પછી શરીરમાં ચુંબકીય ગુણ પેદા થતા હોવાની વાત કહેવાઈ રહી છે. દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વીડિયો પણ વાઈરલ થયા છે. તેમાં લોકો વેક્સિન લાગ્યા પછી શરીર પર લોખંડ અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોટતી હોવાનું કહી રહ્યાં છે. જોકે ડોક્ટર્સે આ દાવાને ઠુકરાવી દીધો છે. તેમનુ કહેવું છે કે કોરોના વેક્સિનમાં કઈ પણ પ્રકારની ધાતુ નથી. એવામાં વેક્સિન લીધા પછી ચુંબકીય ગુણ આવે તેવુ શકય જ નથી.

અન્ય સમાચારો પણ છે...