તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચમોલીના તપોવનમાં ગઈકાલે કુદરતે જે કહેર વર્તાવ્યો એની સાબિતી આજે અહીંની પ્રત્યેક જગ્યા આપી રહી છે. ગંગા જેવી ચોખ્ખી નદીઓ ઋષિગંગા અને ધૌલીગંગાના કાટમાળથી હવે કાળી પડી ગઈ છે. બીજી તરફ, NTPCની પ્રોજેક્ટ સાઈટ પર ITBP અને NDRFના જવાન છેલ્લા 20 કલાકથી અઢી કિલોમીટર લાંબી ટનલમાં ફસાયેલી લગભગ 50 જિંદગીઓને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારસુધીમાં માત્ર 100 મીટર હિસ્સો સાફ થઈ શક્યો છે.
ઘટનાસ્થળ પર હાલ પડકારો શું છે ?
ITBPના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલને સાફ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે. કાટમાળમાં પાણી મિક્સ થઈ ગયું છે, આ કારણે કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. એક વખતમાં એક જ મશીન અંદર જઈ શકે છે, એ પણ એક સમસ્યા છે.
તો પછી રસ્તો શું છે?
સાંજ સુધીમાં મશીનો દ્વારા કાટમાળ કાઢવાની કોશિશ કરવામાં આવશે. હાલ 100 મીટર ટનલ સાફ થઈ છે. આ પોઈન્ટથી આ ટનલની અંદર 180 મીટર દૂર એક ગેટ છે. કાટમાળ હટાવ્યા પછી અહીં એક એક્સપર્ટ ટીમને પગે ચાલતી મોકલવામાં આવશે.
થોડી આશા છે ?
ITBP, NDRF, SDRF સિવાય હવે આ ટનલમાં આર્મીની ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ થઈ ગઈ છે. આર્મી જ હવે આ ઓપરેશન મોનિટર કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલની અંદર જ કેટલીક ગાડીઓ છે. લગભગ અઢી કિલોમીટર લાંબી આ ટનલમાં ટ્રક, નાની જીપ અને બુલડોઝર પણ જાય છે. અધિકારીઓને આશા છે કે કાટમાળથી બચવા માટે કેટલાક લોકોએ આ ગાડીઓની આડ લીધી હશે અથવા તો પછી તેઓ આ ગાડીઓમાં બેસી ગયા હશે. એવામાં તેઓજીવતા હોવાની આશા છે.
જ્યાં પાવર પ્રોજેક્ટ છે ત્યાંની સ્થિત કેવી છે ?
રેણી ગામ, જ્યાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ છે, ત્યાં લગભગ 40થી 45 લોકો ગુમ છે. જે લોકો વહી ગયા છે તેમની બોડી હજી સુધી મળી નથી. અહીંની સ્થિતિ જોઈને લાગે છે કે કોઈ જીવતું રહે એવી શક્યતા નહિવત્ છે. BROનો પુલ પણ વહી ગયો છે. પડકાર એને ઝડપથી રિપેર કરવાનો છે, કારણ કે પુલ વહી જવાથી સમગ્ર નીતિ ઘાટીનો સંપર્ક બાકી દેશથી કપાઈ ગયો છે. આ સિવાય 30 ગામો પણ સડક માર્ગથી સંપૂર્ણ રીતે કપાઈ ચૂક્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.