તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dainik Bhaskar Against Coronavirus Corruption Over Medical Supplies To Fight Covid 19

ભાસ્કરની પહેલ:ભ્રષ્ટાચારના આ ભણકારા સહન નહીં થાય

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંભવત: એવું પહેલીવાર થયું છે કે, આ વખતે ભાસ્કર ઘટનાઓ પછી નહીં, પરંતુ કોરોના જેવા ગંભીર મુદ્દામાં પણ ભ્રષ્ટાચારના કારણે પહેલેથી જ સતત ટિપ્પણી કરી રહ્યું છે. કેટલાક પ્રદેશો, શહેરોમાં સમાચાર છે કે, કોરોના સંબંધિત વ્યવસ્થા ઊભી કરવામાં કોઈને કોઈ સ્તરે, કોઈને કોઈ પ્રકારે ભ્રષ્ટાચાર આકાર લઈ રહ્યો છે. ભાસ્કર માને છે કે, જ્યારે જીવનનું સંકટ હોય ત્યારે તો ભ્રષ્ટાચારનો વિચાર આવવો, એ પણ અશક્ય હોવું જોઈએ. કેટલાક રાજ્યોમાં જોવા મળ્યું છે કે, ક્યાંક વેન્ટિલેટર, ક્યાંક માસ્ક, કોવિડ સેન્ટરની સ્થાપનાને લગતી ચીજવસ્તુઓ, ખાનગી હોસ્પિટલોમાં ભરતી કે અન્ય સપ્લાયમાં યોગ્ય માપદંડોને હાંસિયામાં ધકેલીને ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે. ભીષણ સંકટના આ દોરમાં આ પ્રકારના અહેવાલો આત્માને વિચલિત કરનારા છે. દેશ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતા ભાસ્કર એ તમામ સંસ્થાઓ અને લોકોને સચેત કરવા ઈચ્છે છે કે, જે લોકો જાતભાતના સપ્લાયના ઓર્ડર આપી રહ્યા છે, એ તમામે એ નક્કી કરવું પડશે કે ભ્રષ્ટાચારને કોઈ સ્થાન ના હોવું જોઈએ. આ પ્રકારના ભ્રષ્ટાચારની કમાણી તમારા આત્મા પર બોજ બનશે અને તમને નબળા પાડી દેશે. આપણામાંથી દરેક વ્યક્તિ પોતપોતાના સ્તરે એ નક્કી કરે કે, તે કોરોના સંક્રમણ સાથે જોડાયેલી કોઈ પણ બાબતમાં કોઈ ભ્રષ્ટાચાર ઊભો થવા નહીં દે. ભાસ્કર પણ એ માટે સંપૂર્ણપણે સજાગ રહેશે, અમારી ટીમ દરેક જગ્યાએ નજર રાખશે, જેથી ભ્રષ્ટાચાર ના થાય. ભ્રષ્ટાચારથી સંબંધિત દરેક બાબતમાં ભાસ્કર સંપૂર્ણ તપાસ કરશે અને તેના સાથે સંબંધિત તમામ તથ્યો અને લોકોને પણ એક્સપોઝ કરશે. આશા છે કે, સંકટના આ સમયમાં ભ્રષ્ટાચાર જેવા શબ્દોનું દર્દ દેશના નાગરિકોએ સહન ના કરવું પડે.

ટીમ ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...