તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:3 મહિનાથી દરરોજના ટેસ્ટ ન વધ્યા, રાજ્યોમાં પણ ઘટી ગયા છે

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં સાડા ત્રણ મહિનાથી દરરોજ થતા કોરોના ટેસ્ટ વધી રહ્યાં નથી. સપ્ટેમ્બરની શરૂઆતમાં દરરોજ 10 લાખથી વધુ ટેસ્ટ થવા લાગ્યા હતા. જોકે 20 નવેમ્બરે દરરોજની સરેરાશ 10 લાખથી ઓછી થઈ ગઇ એટલે કે ટેસ્ટ વધવાની જગ્યાએ લગભગ સ્થિર છે. ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધુ દર્દી ધરાવતા રાજ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને યુપીમાં તો ટેસ્ટ હવે ઘટી રહ્યાં છે.

દરરોજના 20 ટકા મૃત્યુ થાય છે
દિલ્હીમાં 3 મહિના પહેલાં પણ દરરોજ સરેરાશ 62 હજાર ટેસ્ટ થઈ રહ્યા હતા અને હજુ પણ એટલા જ થઇ રહ્યાં છે. એ પણ ત્યારે જ્યારે દિલ્હીના લોકો કોરોનાના ત્રીજા વેવનો સામનો કરી રહ્યાં છે. દેશના દરરોજના 20 ટકા મૃત્યુ પણ દિલ્હીમાં થઈ રહ્યાં છે. આ 6 રાજ્યોમાં કુલ 50.90 લાખ દર્દી છે જે દેશના કુલ દર્દીઓના 55 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 13.48 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. દુનિયામાં સૌથી વધુ 18.44 કરોડ ટેસ્ટ અમેરિકામાં થયા છે. વસતીની દૃષ્ટિએ જોવામાં આવે તો અમેરિકાની 55 ટકા વસતીના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જોકે ભારતમાં હાલ આ દર ફક્ત 9.7 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...