કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં DA (DA-Dearness Allowance) એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનો ફાયદો 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનરોને મળશે. આજે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમાં 3 ટકાનો વધારો થયા પછી હવે એ 31 ટકાથી વધીને 34 ટકા થયો છે.
3 મહિનાનું એરિયર્સ મળશે
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ દરેક કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2022થી મળશે. હવે કર્મચારીઓ અને પેન્શનર્સને 34% મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં 31%ની જોગવાઈ હતી.
સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારીથી બચવા માટે તેમની સેલરી પેન્શનમાં આ કમ્પોનન્ટ જોડવામાં આવ્યું છે.
આટલા કરોડ લોકોને થશે સીધો ફાયદો
સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધારે કર્મચારીઓને લાભ મળવાનો છે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધારે છે. જ્યારે 65 લાખ પૂર્વ કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે. આ રીતે ડીએ વધતાં સીધા 1.15 કરોડ લોકોને સીધો લાભ થશે.
DA પછી સેલરીમાં કેટલો ફેર પડશે?
તે માટે નીચે લખેલી ફોર્મ્યુલામાં તમારી સેલરી ભરો...(બેઝિક પે+ગ્રેડ પે)*DA%= DA રકમ
સરળ શબ્દોમાં સમજીએ તો બેઝિક સેલરીમાં ગ્રેડ સેલરીનો ઉમેરો કર્યા પછી જે રકમ આવે તેનો મોંઘવારી ભથ્થા સાથે એટલે કે 3 સાથે ગુણાકાર કરવો. જે રકમ આવે તેને જ મોંઘવારી ભથ્થુ એટલે કે ડેઅરનેસ અલાઉન્સ (DA) કહેવામાં આવે છે. હવે આને એક ઉદાહરણ તરીકે સમજીએ, માનીલો કે તમારો બેઝિક સેલરી 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે. બંને ભેગા કરતાં 11 હજાર થયા. હવે વધેલા 34% મોંઘવારી ભથ્થા પ્રમાણે જોઈએ તો તે 3,740 રૂપિયા થયા. બધુ ભેગુ કરીને તમારી કુલ સેલરી 14,740 રૂપિયા થયા. આ પહેલાં 31 ટકા ડીએ પ્રમાણે 14,410 રૂપિયા સેલરી મળતા હતા. હવે ડીએ 31થી વધી 34 ટકા થતાં દર મહિને 330 રૂપિયાનો ફાયદો થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.