લોરેન્સને ધમકી આપનાર બવાનાની પાસે છે 300 શૂટર:'દિલ્હીના દાઉદ'ના નામથી કુખ્યાત નીરજને D-કંપનીએ આપી હતી છોટા રાજનની સુપારી

રેવાડીએક મહિનો પહેલા

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મર્ડર કેસમાં દિલ્હીના સૌથી મોટા ડોન ગણાવનાર ગેંગસ્ટર નીરજ બવાનાની એન્ટ્રીએ હલચલ મચાવી દીધી છે. દિલ્હી-NCRમાં 'દિલ્હીના દાઉદ'ના નામથી કુખ્યાત નીરજ બવાનાએ મૂસેવાલાના મર્ડરની જવાબદારી લેનાર ગેંગસ્ટર લોરેન્સને 2 દિવસમાં બદલો લેવાની ધમકી આપી છે.

મીડિયા રિપોટ્સ મુજબ નીરજ બવાનાનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની D કંપની સાથે પણ જોડાયું હતું. દિલ્હીની તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની હત્યા માટે D કંપનીએ નીરજ બવાના સાથે સંપર્ક કરીને સુપારી આપી હતી. જેલ અધિકારીઓને આ વાતની ગંધ આવી જતા તિહાડ જેલમાં સુરક્ષા વધારી દીધી હતી અને છોટા રાજનને જેલના બીજા એરિયામાં શિફ્ટ કરી દેવાયો હતો.

નીરજ બવાનાના ગેંગમાં 300થી વધુ શૂટર છે. ગેંગસ્ટર લોરેન્સની પોલીસ રિમાન્ડ પર તિહાડ જેલમાંથી બહાર ગયા બાદ નીરજ બવાના ગેંગ તરફથી આવેલી ધમકીઓ પછી ગુપ્તચર એજન્સીઓ હાઈએલર્ટ પર છે.

તિહાડ જેલમાં બંધ છે નીરજ-લોરેન્સ
નીરજ બવાના લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સની સાથે દિલ્હીની તિહાડ જેલમાં જ બંધ છે. બંને પર મકોકા લાગેલો છે. બંનેને જેલની અંદર હાઈ સિક્યોરિટીવાળા બે અલગ-અલગ એરિયામાં રાખવામાં આવ્યા છે. બંને ગેંગના મોટા ભાગના શૂટર પણ દિલ્હી ઉપરાંત NCR એરિયાની જેલમાં બંધ છે.

દિલ્હી ઉપરાંત લોરેન્સ અને નીરજ બવાનાની સિન્ડિકેટ હરિયાણાના ઝઝ્ઝર-બહાદુરગઢ, ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપત જિલ્લામાં એક્ટિવ છે. બંનેની ટોળકી અનેક વખત એકબીજા સામે લોહિયાળ હોળી રમી ચુક્યા છે. થોડા મહિના પહેલા દિલ્હીની રોહિણી કોર્ટમાં જિતેન્દ્ર ગોગીની હત્યામાં પણ બવાનાનું નામ આવ્યું હતું.

દિલ્હી-NCRમાં બંબીહા-લોરેન્સ ગેંગના સિન્ડિકેટ
પંજાબના મોટા ગેંગસ્ટર્સના બે ગ્રુપ- બંબીહા અને લોરેન્સ દિલ્હી NCRમાં એક્ટિવ છે. આ બંનેએ અહીં નાના-નાના ગેંગની સાથે મળીને સિન્ડિકેટ બનાવી લીધી છે. અહીં બંબીહા ગેંગમાં નીરજ બવાના ઉપરાંત ટિલ્લુ તાજપુરિયા, ગુરુગ્રામના કૌશલ ચૌધરી તેમજ સુનીલ રાઠી જેવા ગેંગસ્ટર સામેલ છે. આ સિન્ડિકેટમાં 300થી વધુ શૂટર છે. જેમાંથી નવીન બાલી, રાહુલ કાલા હાલ બવાનાની સાથે તિહાડ જેલમાં બંધ છે.

બીજી તરફ લોરેન્સ અને કેનેડામાં બેઠેલો ગોલ્ડી બરાડની ગેંગે દિલ્હી-NCRમાં હરિયાણાના સંપત નેહરા, સંદીપ ઉર્ફે કાલા જઠેડી, ગુરુગ્રામના સૂબ ગુર્જર, જિતેન્દ્ર ગોગી અને નંદૂ ગેંગની પોતાની સાથે રાખી છે. આ સિન્ડિકેટમાં 500થી વધૂ શૂટર છે. બંને ગેંગના મોટા બદમાશ હાલ તિહાડ જેલમાં અલગ-અલગ બેરેકમાં બંધ છે.

ઓટોમેટિક હથિયારોનો શોખીન નીરજ બવાનાને દિલ્હીના મોટા ગેંગસ્ટર રહેલા નીટૂ ડાબોદિયાના એન્કાઉન્ટર પછી વર્ષ 2013થી 2015 વચ્ચે દિલ્હી-NCRમાં અંડરવર્લ્ડની જેમ કામ શરૂ કરી દીધું. તેમની ટોળકીએ મોટા બિઝનેસમેનને ટાર્ગેટ કરતા ખંડણી-વસૂલાત શરૂ કરી દીધી હતી. તે સમયે થયેલી અનેક હત્યાઓમાં બવાનાનું નામ આવ્યું. બવાના અમેરિકી ઓટોમેટિક હથિયારોનો શોખીન છે.

દુશ્મનોની લાંબી ફોજ
ગુનાની દુનિયામાં 16-17 વર્ષથી એક્ટિવ નીરજ બવાનાના અનેક દુશ્મન પણ છે. એક સમયે નીરજ બવાનાનો સાથી રહેલો સુરેન્દ્ર મલિક ઉર્ફે નીતુ ડાબોદા બાદમાં તેનો દુશ્મન બની ગયો હતો. બંને વચ્ચે અનેક વખત ગેંગવોર પણ થઈ જેમાં લગભગ દોઢ ડઝન લોકો માર્યા ગયા. વર્ષ 2013માં ડાબોદાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. ડાબોદા પછી તેની ગેંગની કમાન પ્રદીપ ભોલાએ સંભાળી. 2015માં નીરજ બવાનાએ ભોલાની પણ હત્યા કરી નાખી. આજે પણ નીતૂ ડાબોદિયા અને નીરજ બવાનાની ગેંગ એકબીજાની દુશ્મન છે.

અન્ય સમાચારો પણ છે...