• Gujarati News
  • National
  • Cyrus Mistry And Dr. Pandol Was Sitting In The Back But Was Not Wearing A Seat Belt, Both Of Them Died

કારમાં પાછળની સીટનો બેલ્ટ બાંધો:સાયરસ મિસ્ત્રી અને ડો. પંડોલે પાછળ બેઠા હતા પણ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો, એ જ બંને મૃત્યુ પામ્યા

એક મહિનો પહેલા
  • આ ઘટના પછી આનંદ મહિન્દ્રાએ પ્રતિજ્ઞા લીધી કે હું પાછળ બેસીશ તો પણ સીટ બેલ્ટ બાંધીશ

''ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સિડન્ટમાં નિધન થઈ ગયું. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝની એરબેગ પણ ખૂલી, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોનાં મોત નિપજ્યા. આ બંને કારમાં પાછળની સીટમાં બેઠા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.'' આ સમાચાર ફ્લેશ થતાં જ દેશને મોટો ઝટકો લાગ્યો. સાયરસ મિસ્ત્રી જેવી લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિ આ રીતે કાર અકસ્માતમાં મૃત્યુ પામે તે માનવામાં આવે તેવી વાત નથી. પણ આ ઘટના આપણને એક શીખ આપી ગઈ. તે એ કે મર્સિડીઝ કારમાં બે વ્યક્તિ જે પાછળની સીટમાં હતી તે બંનેનાં જ મોત થયાં. કારણ કે પાછળની સીટમાં બેસનારા મોટાભાગના લોકો સીટબેલ્ટ નથી બાંધતા. આ ઘટનામાં પણ આવું જ થયું. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળની સીટમાં બેઠા હતા અને સીટ બેલ્ટ નહોતા બાંધ્યા. કારનો જોરદાર અકસ્માત થયો. આગળની સીટમાં બેઠેલા અને કાર ચલાવી રહેલા મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેમના પતિ દરિયસ પંડોલે ઘાયલ થયા છે. બંનેએ સીટ બેલ્ટ બાંધ્યો હતો અને એરબેગ ઓપન થઈ હતી.

મલ્ટિટ્રોમાના કારણે સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તબીબી પરિભાષામાં તેને મલ્ટિટ્રોમા કહેવામાં આવે છે. જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું પોસ્ટમોર્ટમ રવિવારે મોડીરાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું.
કારમાં પાછળની સીટમાં બેલ્ટ બાંધવો જરૂરી
ભારતમાં જે લોકો સમજે છે ને જાણે છે તે લોકો આગળની સીટમાં બેસીને સીટબેલ્ટ બાંધે છે પણ પાછળની સીટમાં બેસનારા મોટાભાગના લોકો સીટબેલ્ટ બાંધતા નથી. સાયરસ મિસ્ત્રીનું મૃત્યું થયું તે આગળની સીટ સાથે જોરથી અથડાવવાના કારણે થયું અને તેના શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો તેમણે પાછલી સીટે બેસીને પણ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તે ઘાયલ થયા હોત પણ તેમનો જીવ બચી જાત.

પાછળની સીટમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા
પાછળની સીટમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા

આનંદ મહિન્દ્રાએ શું પ્રતીજ્ઞા લીધી
સાયરસ મિસ્ત્રી પાછળની સીટ પર હતા અને તે સમયે તેમણે સીટબેલ્ટ પહેર્યો ન હતો. આ સંદર્ભમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું કે, "હું કારની પાછળની સીટ પર હોઉં ત્યારે પણ હંમેશાં મારો સીટબેલ્ટ પહેરવાનો સંકલ્પ કરું છું. અને હું તમને બધાને પણ તે સંકલ્પ લેવા વિનંતી કરું છું. અમે બધા અમારા પરિવારોના ઋણી છીએ."

અન્ય સમાચારો પણ છે...