દક્ષિણમાં નિવારનું આગમન:ચેન્નઈને 2015ના પૂરનો પાઠ યાદ છે, એટલા માટે 90% ભરાયેલા ડેમમાંથી તોફાન આવ્યા પહેલાં પાણી છોડાયું

ચેન્નઈએક વર્ષ પહેલાલેખક: શ્રેષ્ઠા તિવારી
  • કૉપી લિંક

સાઈક્લોન તોફાન- નિવાર આજે સાંજે તામિલનાડુ અને પુડુચેરીના કિનારે ટકરાશે એવું અનુમાન છે, પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ, તોફાન મધરાતના અને 26 નવેમ્બરની સવારે કરાઈકલ,મહાબલીપુરમ અને પુડુચેરી પાસે અથડાશે. આ દરમિયાન 120-13 કિમી પ્રતિ કલાકથી લઈને 145 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

ચેમ્બરબાક્કમ ડેમના દરવાજા ખોલાયા, એલર્ટ જાહેર
ચેન્નઈને 2015ના પૂરનો પાઠ યાદ છે. એટલા માટે 90 ટકા ભરેલા ચેમ્બરબાક્કમ ડેમના દરવાજા ખોલાયા છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં ડેમમાંથી 1000 ક્યૂસેક પાણી છોડાશે. ડેમનું પાણી અડયાર નદીમાં આવશે. એટલા માટે કુંદ્રાતુર, સિરકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઈમાં એલર્ટ અપાયું છે. ચેન્નઈ એરપોર્ટ પર પણ સતર્ક રહેવાનું એલર્ટ અપાયું છે.

તસવીર ચેમ્બરબાક્કમ ડેમની છે.
તસવીર ચેમ્બરબાક્કમ ડેમની છે.

વરસાદથી ડેમમાં 11,000 ક્યૂસેક પાણી આવવાનું અનુમાન
અધિકારીઓનું કહેવું છે કે ચિંતાનો કોઈ વિષય નથી. ડેમની ક્ષમતા 24 ફૂટ છે, જ્યારે પાણીનું આજે સ્તર 22 ફૂટે પહોંચ્યું છે. ડેમમાંથી પાણી છોડાયા પછી વરસાદને કારણે ડેમમાં 11,000 ક્યૂસેક પાણી આવવાનું અનુમાન છે.

ચેન્નઈમાં અત્યારસુધીમાં 300થી વધારે લોકોને 77 રાહત કેન્દ્રમાં ખસેડાયા છે. 25 નવેમ્બર સવારના 8 વાગ્યા સુધીમાં ચેન્નઈમાં 116 વૃક્ષ ધરાશાયી થયાં છે, જેને હટાવી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...