• Gujarati News
  • National
  • Cyclone Asani LIVE Updates Odisha, West Bengal And Jharkhand Bihar Alert IMD, Weather Forecast, Rainfall In Today

સાઇક્લોન અસાની LIVE:ઓડિશાના ભદ્રકમાં ભારે વરસાદ; હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું

10 દિવસ પહેલા

બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ સાઇક્લોન અસાનીએ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (OODRAF)ના ટીમ લીડર વિવેકાનંદ દાસે કહ્યું- ઓડિશાના ભદ્રકમાં જોરદાર વરસાદ શરૂ પડી રહ્યો છે. કુદરતી આપદા સામે પડી રહેલી મુશ્કેલીનો સામનો કરવા માટે ટીમ ભદ્રક પહોંચી ગઈ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓડિશા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ લોકોને કહ્યું કે તેઓ કોઈ સુરક્ષિત જગ્યાએ આશરો લઈ લે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળના હાવડા, કોલકાતા, હુગલી અને પશ્ચિમી મેદનીપુર જિલ્લામાં વાવાઝોડું અને સામાન્ય વરસાદ પડી શકે છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે- કાલે ઓડિશાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે આગામી 48 કલાકમાં વાવાઝોડું નબળું પડે તેવી પણ શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઈક્લોન અસાનીની અસર સૌથી વધુ આંદામાન નિકોબારથી લગભગ 610 કિમી ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેયરથી 500 કિમી પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી 810 કિમી દક્ષિણ-પૂર્વ અને પુરીથી 880 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં જોવા મળશે. હવામાન વિભાગ ચંડીગઢના ડાયરેક્ટર મનમોહન સિંહે કહ્યું કે અસાની વાવાઝોડાંની અસર નોર્થ ઈન્ડિયામાં નહીં જોવા મળે.

આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ

  • પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને કેરળ
  • 13 મે સુધીઃ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય

90થી 125 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે
IMDએ અંદાજ વ્યક્ત કર્યો છે કે જે સ્પીડથી વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશી રહ્યું છે, આ સંજોગોમાં 9 મેના રોજ બંગાળ અને ઓડિશામાં 90 કિમી/કલાક અને 10 મેના રોજ 125 કિમી/કલાકની સ્પીડથી પવન ફૂંકાશે. આ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પણ થઈ શકે છે.

ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોએ તેમની હોડી પાછી વાળવાનું શરૂ કરી દીધું છે.
ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોએ તેમની હોડી પાછી વાળવાનું શરૂ કરી દીધું છે.

ઓડિશાના 4 પોર્ટ ડેન્જર ઝોન જાહેર
ઓડિશા રિલીફ કમિશનર પીકે જેનાએ જણાવ્યું હતું કે રાજ્યના 4 પોર્ટ પારાદીપ, ગોપાલપુર, ધમરા અને પુરીને જોખમી ઝોન જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં NDRF અને ODARF ટીમને તહેનાત કરવામાં આવી છે. અહીં દરિયા કિનારાના દરેક માછીમારને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

મમતા બેનર્જીએ 3 દિવસ સુધીના બધા કાર્યક્રમો રદ કર્યા
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના દરેક કાર્યક્રમ રદ કરી દીધા છે. 9,10 અને 11 મેના રોજ મમતા બેનર્જી નવાન્ન (સચિવાલય)થી સાઈક્લોન અસાનીનું મોનિટરિંગ કરશે. રવિવારે હવામાન કેન્દ્ર કોલકાતાએ શંકા વ્યક્ત કરી છે કે છેલ્લી ઘડીએ વાવાઝોડુંની દિશા બદલાઈ શકે છે અને એ બંગાળના દરિયા કિનારે અથડાઈ શકે છે.

ઝારખંડ-બિહાર સહિત આ રાજ્યોમાં અસર જોવા મળશે
ચક્રવાતી વાવાઝોડાની અસર ઓડિશા સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્રપ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં પણ વરસાદનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે માછીમારોને દરિયા કિનારે ના રહેવા માટે એલર્ટ જાહેર કરી દીધું છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયા કિનારે ના રહેવા માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

વર્ષ 2022નું પહેલું સાઈક્લોન
અસાની આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું છે. આ પહેલાં 2021માં 3 ચક્રવાતી વાવાઝોડાં આવ્યાં હતાં. ડિસેમ્બર 2021માં સાઈક્લોન જાવદ આવ્યું હતું. સપ્ટેમ્બર 2021માં સાઈક્લોન ગુલાબ અને મે 2021માં સાઈક્લોન યાસે બંગાળ, બિહારમાં અને મે 2021માં આવેલા સાઈક્લોન તાઉતેએ ગુજરાતમાં તારાજી સર્જી હતી.

ભવિષ્યના સાઈક્લોનનાં નામ પણ અત્યારથી નક્કી
ચક્રવાતી અસાની શ્રીલંકા દ્વારા આપવામાં આવલું નામ છે, જેનો અર્થ થાય છે ક્રોધ. અસાની પછી આવનારા ચક્રવાતનું નામ સીતારંગ નક્કી કરવામાં આવ્યું છે. આ નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. ભવિષ્યમાં જે નામોનો ઉપયોગ કરવામાં આવશે એમાં ભારતના ઘુરની, પ્રોબોહ, ઝાર અને મુરાસુ, બિપરજોય (બાંગ્લાદેશ), આસિફ (સાઉદી અરબ), દીક્સમ (યમન) અને તુફાન (ઈરાન) અને શક્તિ (શ્રીલંકા) નામ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...