વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું અસાની મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાની અસર દેખાડશે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બંગાળ અને ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં 90થી 125 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાશે. આ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પણ પડશે. વાવાઝોડાની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ જોવા મળશે. 11થી 13 મે સુધી અહીં વરસાદ પડશે, સાથે જ પવન પણ ફુંકાશે.
આ વચ્ચે ખરાબ વાતાવરણને કારણે મંગળવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ એરપોર્ટથી ઉડાન ભરનાર અને લેન્ડ કરનારી 23 ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. તો ચેન્નઈ એરપોર્ટે પણ 10 ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. જેમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈ જનારી ફ્લાઈટ્સ સામેલ છે.
હવામાન વિજ્ઞાન કેન્દ્ર ભુવનેશ્વર મુજબ, આગામી 24 કલાકમાં ઓડિશાના મલ્કનગિરી, ગજપતિ, ગંજમ અને પુરી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને 13 મે સુધી સમુદ્ર કાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
અસાનીથી જોડાયેલાં લેટેસ્ટ અપડેટ્સ...
24 કલાકમાં નબળું પડવાની શક્યતા
અસાની ચક્રવાત 10 મેની રાતે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. ત્યાર પછી એ ઉત્તર-પૂર્વ દિશામાં ઓડિશા તટથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ વળશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે.
આગામી 24 કલાક દરમિયાન હવામાનની સ્થિતિ...
આ રાજ્યોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા: આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળની ગંગા નદી પાસે, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ આસામ, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારના અમુક વિસ્તારોમાં, ઝારખંડ, ઓડિશા, કેરળ, તામિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને રાયલસીમામાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ હિમાલયમાં પણ વરસાદ થવાની શક્યતા છે.
પવન સાથે દરિયામાં ઊંચી લહેરો: આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઉત્તરી દરિયા કિનારાની સ્થિતિ ખૂબ ખરાબ રહેશે. દરિયામાં ઊંચી લહેરો આવી શકે છે અને ત્યારે ઝડપથી પવન ફૂંકાશે.
રાજસ્થાન, MP, હરિયામા અને પંજાબમાં લૂ: રાજસ્થાન, ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, પશ્ચિમી મધ્યપ્રદેશમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. હરિયાણા, દિલ્હી અને પંજાબના અલગ અલગ વિસ્તારોમાં 10 મે સુધી લૂ ચાલી શકે છે.
પશ્ચિમ બંગાળમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
કોલકાતાના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના હાવડા, કોલકાતા, હુગલી અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં વાવાઝોડા સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડું- વરસાદ દરમિયાન લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાની સલાહ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.