આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક નજીક આવેલા નેશનલ હાઈવે પર સાઈકલ સવાર પર દીપડાએ હુમલો કર્યો હતો. હાઈવે પર શાંતિથી પસાર થઈ રહેલા યુવક પર દીપડાએ જંગલમાંથી નિકળતા જ તરાપ મારી હતી. જો કે, બંને એકબીજાથી ડરી જતા દીપડો પળવારમાં જંગલમાં ગુમ થઈ ગયો હતો અને યુવકનો જીવ બચી ગયો.
ધોળા દિવસે બનેલી આ ઘટના દરમિયાન હાઈવે પર ટ્રાફિક સામાન્ય હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કાર અને અન્ય વાહનોની સાથે સાઈકલ સવાર જંગલ નજીકથી પસાર થઈ રહ્યો છે, કે અચાનક જંગલમાંથી દીપડો આવી યુવક પર તરાપ મારે છે. પાછળથી કરેલા દીપડાના હુમલાથી સાઇકલ સવારનું બેલેન્સ બગડી જાય છે અને તે સાઈકલ પડી જાય છે. જ્યારે યુવક તેને સંભાળવાનો પ્રયાસ કરે છે. આટલી વારમાં દીપડો ફરી જંગલમાં જતો રહે છે. આ સમગ્ર ઘટના પળવારમાં બનતા યુવક દીપડાને જોતો પણ નથી. જો કે, તેને ખ્યાલ આવી જતા તે સાઇકલ લઈ રસ્તો જ બદલી નાખે છે અને ભાગી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.