તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિર માટે હાલ દેશભરમાં નિધિ સમર્પણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 1,590 કરોડ રૂ.થી વધુ ભંડોળ એકઠું થઇ ચૂક્યું છે પણ અભિયાનમાં ધનસંગ્રહ કાર્ય અત્યંત કુશળ ઢબે ચલાવાઇ રહ્યું છે. તે માટે દેશના 650 જિલ્લામાં 5 લાખથી વધુ કાર્યકરો કામે લાગ્યા છે, જેમની લગભગ 2 લાખથી વધુ ટીમો બનાવાઇ છે. મોનિટરિંગ માટે પણ એક મોટી ટીમ છે, જે નાણાના હિસાબ-કિતાબથી માંડીને તેના સંચાલનની તથા આગામી યોજના તૈયાર કરી રહી છે.
તેમાં સાયબર એક્સપર્ટ, સીએ તથા એમબીએ પાસ યુવાનો પણ સામેલ છે. ભગવાન શ્રીરામના આ કામમાં શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આધુનિક ટેક્નિકનો પણ ભરપૂર ઉપયોગ કરાઇ રહ્યો છે. જિલ્લા સ્તરે ખાસ કંટ્રોલરૂમ ઊભા કરાયા છે, જ્યાં જુદી-જુદી શિફ્ટમાં ચોવીસેય કલાક કોઇ ને કોઇ કાર્યકર હાજર હોય છે. અહીં વાઇ-ફાઇ, લેપટોપ, પ્રિન્ટર, વેબકેમ સહિતના ટેક્નિકલ સાધનોની પણ વ્યવસ્થા છે. તેના દ્વારા મોનિટરિંગ તથા ઓનલાઇન બેઠકો સતત ચાલતા રહે છે.
અભિયાનમાં નિષ્ણાતોની ટીમ બધા સેન્ટરો પાસેથી સતત ડેટા પણ કલેક્ટ કરી રહી છે. અભિયાનના મોનિટરિંગ માટે કેન્દ્રીય સ્તરે ખાસ ઍપ પણ બનાવાઇ છે, જે તમામ ડિપોઝિટર્સ, જિલ્લા અને પ્રાંત કક્ષાના અધિકારીઓના મોબાઇલમાં ડાઉનલોડ કરાવાઇ છે. દરેક ધનસંગ્રહ ડિપોઝિટર ઍપમાં અપડેટ કરાય છે અને રોજ બેન્કમાં જમા કરાવાય છે. આ અભિયાન દરમિયાન રોજ કેન્દ્રીય સ્તરેથી ગ્રામીણ સ્તર સુધીની ટીમ સાથે સંવાદ જળવાયેલો છે.
બેન્કોમાં મોનિટરિંગ, ઍપમાં અલગ એન્ટ્રી
સીએ જે. પી. ગુપ્તાએ જણાવ્યું કે અભિયાન દરમિયાન એકત્ર થયેલી રોકડ તથા ચેક એસબીઆઇ, બેન્ક ઑફ બરોડા અને પીએનબીમાં જમા કરાવાય છે, જ્યાં અધિકારી તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. ઍપમાં પણ ચેક, કૂપન તથા રોકડની અલગ એન્ટ્રી કરાય છે. તેમાં PAN નંબર, મોબાઇલ નંબર અને સરનામું પણ નોંધાય છે.
દેશભરમાં આ રીતે કામ થઇ રહ્યું છે
લેખા-જોખાંઃ દરેક રાજ્યમાં જિલ્લા કક્ષાએ 1-1 સીએની નિમણૂક, જે હિસાબ-કિતાબ સંભાળે છે.
સહકારઃ કામના વિભાજન મુજબ રાજ્યને 44 એકમમાં વહેંચાયુ છે. તેમાં જિલ્લા, તાલુકા, ગામના એકમ બનેલા છે.
સેવાઃ નિવૃત્ત બેન્ક અધિકારી, વહીવટી સેવાના અધિકારી, ડૉક્ટર સહિત અન્ય સેવાભાવી યુવા પ્રોફેશનલ્સ જોડાયા છે.
ટેક્નોલોજીઃ અભિયાનનું હાઇટેક મોનિટરિંગ, ખાસ એપ દ્વારા 24X7 ડેટા કલેક્શન, જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ બન્યા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.