• Gujarati News
  • National
  • Currently, Where The Heat Is High, The Risk Of Drought Is Very Low; Pre monsoon Rainfall In The Country Is As Low As 43%, In The North And West As Low As 91%

તપનાં ફળનો અનોખો સંયોગ:હાલ જ્યાં ગરમી વધારે છે ત્યાં દુષ્કાળની આશંકા સાવ ઓછી; દેશમાં પ્રી-મોનસૂન વરસાદ 43% સુધી ઓછો, ઉત્તર અને પશ્ચિમમાં 91% ઓછો

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશના જે ભાગોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીઝ સામાન્યથી ઓછી છે ત્યાં મોનસૂનમાં ખૂબ વરસાદ; માત્ર ગુજરાતમાં જ એવું નહીં

દેશના જે ભાગોમાં હાલ પ્રી-મોનસૂન એક્ટિવિટીઝ સામાન્યથી ઓછી છે તે ભાગોમાં જ વધુ વરસાદ થશે. આમ, તે ભાગોમાં દુષ્કાળ પડવાની આશંકા ઓછી રહેશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર પ્રી-મોનસૂનનો અડધો સમય વીતી ચૂક્યો છે. આ દરમિયાન દેશભરમાં 43% ઓછો વરસાદ થયો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 91% અને મધ્ય ભારતમાં 81% ઓછો વરસાદ થયો છે. તેનું કારણ એ છે કે માર્ચમાં જ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉ.પ્ર. અને મ.પ્ર.માં ગરમીએ દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા હતા. જોકે, હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે ગુજરાતને બાદ કરતા આ રાજ્યોમાં જ આ વર્ષે સામાન્ય કે સારો વરસાદ થઇ શકે છે. કોઇ વૈજ્ઞાનિક સંબંધ નથી કે જે વિસ્તારોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીઝ નબળી રહે છે ત્યાં ચોમાસુ સારું રહે છે પણ આ વખતે તેવું થશે. હવામાન વિભાગ આને માત્ર સંયોગ માને છે.

હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ પ્રી-મોનસૂન સીઝનના બાકી બચેલા દોઢ મહિનામાં મહત્તમ તાપમાનમાં ઘણીવાર તેજ વધઘટ જોવા મળશે. આગામી દોઢ મહિનામાં ઓછામાં ઓછા દર અઠવાડિયે કે 10 દિવસે એકવાર તાપમાનમાં વૃદ્ધિ પર બ્રેક લાગશે અને વરસાદ થશે. મે મહિનામાં બંગાળના અખાતમાં કે અરબી સમુદ્રમાં તોફાન પણ આવી શકે છે, જેના કારણે દેશમાં ક્યાંક ગરમીથી ઓછી તો ક્યાંક વધારે રાહત મળશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થતો વરસાદ મોનસૂન અને તે પહેલાંના 3 મહિના એટલે કે માર્ચથી મે દરમિયાન થતો વરસાદ પ્રી-મોનસૂન કહેવાય છે.બાદ કરતા આ રાજ્યોમાં જ આ વર્ષે સામાન્ય કે સારો વરસાદ થઇ શકે છે. કોઇ વૈજ્ઞાનિક સંબંધ નથી કે જે વિસ્તારોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીઝ નબળી રહે છે ત્યાં ચોમાસુ સારું રહે છે પણ આ વખતે તેવું થશે. હવામાન વિભાગ આને માત્ર સંયોગ માને છે.

હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ પ્રી-મોનસૂન સીઝનના બાકી બચેલા દોઢ મહિનામાં મહત્તમ તાપમાનમાં ઘણીવાર તેજ વધઘટ જોવા મળશે. આગામી દોઢ મહિનામાં ઓછામાં ઓછા દર અઠવાડિયે કે 10 દિવસે એકવાર તાપમાનમાં વૃદ્ધિ પર બ્રેક લાગશે અને વરસાદ થશે. મે મહિનામાં બંગાળના અખાતમાં કે અરબી સમુદ્રમાં તોફાન પણ આવી શકે છે, જેના કારણે દેશમાં ક્યાંક ગરમીથી ઓછી તો ક્યાંક વધારે રાહત મળશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થતો વરસાદ મોનસૂન અને તે પહેલાંના 3 મહિના એટલે કે માર્ચથી મે દરમિયાન થતો વરસાદ પ્રી-મોનસૂન કહેવાય છે.

સારી વાત... આગામી વર્ષોમાં સારું ચોમાસું
હવામાન વિભાગના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે મોનસૂનના વરસાદના દરેક દાયકાના ટ્રેન્ડ જોઇએ તો 1921થી 1970 સુધીના 5 દાયકામાં મોનસૂનનો વરસાદ સામાન્યથી વધુ રહ્યો હતો. તે પછીના 50 વર્ષ એટલે કે 1971થી 2020 સુધી સરેરાશ સામાન્યથી ઓછો વરસાદ થયો. હવે પાછો ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે.

દર 10 વર્ષે વરસાદમાં આ રીતે વધઘટ થઇ

દાયકોવરસાદમાં વધઘટ

1901-1910-6.40%
1911-1920-2.40%
1921-19300.027
1931-19400.049
1941-19500.055
1951-19600.033
1961-19700.007
1971-1980-2.10%
1981-1990-1.00%
1991-2000-0.60%
2001-2010-4.60%
2011-2020-3.80%
અન્ય સમાચારો પણ છે...