• Gujarati News
  • National
  • Currency Notes Were Found In Fruit Boxes From Gujarat To Nagori District; Bhaskar Investigated And Found Out This Fact

ચલણની નોટોની કતરણ મળી:ગુજરાતથી નાગોરી જિલ્લામાં ગયેલી ફળોની પેટીઓમાંથી ચલણી નોટોની કતરણ મળી આવી; ભાસ્કરે તપાસ કરી તો જાણવા મળી આ હકીકત

એક મહિનો પહેલા

રાજસ્થાનના નાગોર જિલ્લામાં ફળોની પેટીઓમાં ફળોની સાથે ચલણી નોટોની કતરણો નીકળી હતી. જિલ્લાના કુચામનમાં ગુજરાતથી આવી રહેલી ફળોની પેટીમાંથી રૂપિયા 20થી 500ની ચલણી નોટોની કતરણ જોઈને સૌને ભારે આંચકો લાગ્યો છે.

ફળોના વ્યાપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે. સૌથી વધારે દાડમની પેટીમાંથી ચલણી નોટોની કતરણ નીકળી રહી છે. ચલણી નોટોની કાગળની કતરણ આવી રહી છે. લોકો તેમની પાસે રહેલી નોટો આ કાગળ સાથે તપાસી રહ્યા છે. આ ઉપરાંત નોટોની અંદર જે સિક્યોરિટી થ્રેડ (સુરક્ષા તાર) હોય છે એ પણ આ ચલણી નોટોની કતરણમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વ્યાપારીઓને આશંકા છે કે આ કતરણ કદાચ કોઈ નકલી ચલણી નોટોની પણ હોઈ શકે છે.

ભાસ્કરે વ્યાપક તપાસ હાથ ધરીને આ રહસ્યને જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે. તમે પણ જાણો ચલણી નોટોની આ કતરણ પાછળ શું રહસ્ય છે....

લોકો નોટો સાથે કતરણને મેચ કરી રહ્યા છે. આ કતરણ રૂપિયા 500ની ચલણી નોટોની છે.
લોકો નોટો સાથે કતરણને મેચ કરી રહ્યા છે. આ કતરણ રૂપિયા 500ની ચલણી નોટોની છે.

કુચામન સ્થિતિ પોલીસ અધિકારી હનુમાન ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસની પ્રથમ કડીમાં દાડમની પેટીઓ પર લખેલા નંબર પર સંપર્ક કરવામાં આવ્યો. દાડમના જથ્થાબંધ વ્યાપારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે ભારતીય ચલણની આ કતરણ કોઈ ટેન્ડરહોલ્ડર પાસેથી કિલોના ભાવથી ખરીદી કરે છે. તેને તે દાડમની પેટીઓમાં નાખવા માટે કામ આવે છે.

ફળોની પેટીમાંથી મળી નોટોની કરતણો.
ફળોની પેટીમાંથી મળી નોટોની કરતણો.

ત્યાર બાદ ટેન્ડરહોલ્ડરનો સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી હતી. નાશિક (મહારાષ્ટ્ર)માં ટેન્ડરહોલ્ડર ચલાવનાર નીતિન સુલ્તાનિયા સાથે વાત કરવામાં આવી, જે UPનો રહેવાસી છે. ડેન્ટર રજૂ કરનારી કંપનીનું નામ શ્રી સાંઈ ટ્રેડિંગ છે. આ કંપની ભારતીય કરન્સી નોટ પ્રેસમાંથી કતરણ લે છે. કતરણ ક્વિન્ટલદીઠ ભાવથી ખરીદી વ્યાપારીઓને કિલોના ભાવથી વેચવામાં આવે છે. નીતિન સુલ્તાનિયાએ પણ સ્વીકાર્યું હતું કે કતરણ ભારતીય ચલણનું જ છે. ભારતીય નાશિક કરન્સી નોટ પ્રેસમાંથી વેચવામાં આવેલી લોટની કતરણને અમે ટેન્ડરમાં ખરીદી છીએ.