તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Curious About The Prime Minister's Address, Amit Shah Tweeted, "I Appeal To Everyone To Listen To Today's Speech."

PMનું રાષ્ટ્રને સંબોધન:વડાપ્રધાનના સંબોધન વિશે ઉત્સુકતા વધી, અમિત શાહે ટ્વિટ કર્યું, 'આજનું ભાષણ સાંભળવા દરેકને હું અપીલ કરું છું'

નેશનલ ડેસ્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન કોરોના મહામારી અંગે કે ચીન સામે વધુ ઉગ્ર પગલાં અંગે જાહેરાત કરશે એવી અટકળો સોશિયલ મીડિયામાં દિવસભર વ્યક્ત થતી રહી

ગઈકાલે જાહેરાત થયા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. હાલ કોરોના મહામારી ઉપરાંત ચીન સાથેના સરહદી તણાવ પૈકી ક્યા વિષય અંગે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધશે એ વિશે સોશિયલ મીડિયામાં ભારે ઉત્સુકતા વર્તાઈ રહી છે. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને નાગરિકોને આજનું સંબોધન સાંભળવા અપીલ કરી એ પછી સૌની ઉત્સુકતા બેવડાઈ રહી છે.

અમિત શાહે બપોરે 12 વાગ્યા પછી તરત વડાપ્રધાનના સંબોધનનું શેડ્યુઅલ પોસ્ટર મૂકીને લખ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને ઉદબોધન કરશે. દરેકને તેમાં જોડાવા હું અપીલ કરું છું.'

ભાજપના ટોચના નેતા બી.એલ.સંતોષ અને ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ વડાપ્રધાનના આજના ભાષણમાં જોડાવા રાષ્ટ્રજોગ અપીલ કરી છે.

જે.પી નડ્ડાએ પણ ટ્વિટ કરીને વધુને વધુ લોકોને સંબોધનમાં જોડોવાની અપીલ કરી.

દરમિયાન, સોશિયલ મીડિયામાં પણ વડાપ્રધાન કોરોના મહામારી અંગે ફરીથી લોકડાઉન લાગુ કરે અથવા ચીન સામે વધુ ઉગ્ર પગલાંની જાહેરાત કરે એવા વિવિધ વિકલ્પો અંગે દિવસભર ચર્ચા ચાલી હતી.  

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો