છત્તીસગઢનાં દંકેવાડા જિલ્લામાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટવાથી 4 લોકોના મોત થયા હતા. તે દરમિયાન એક ખૂબજ કરૂણ ઘટના બની હતી. DRGની ટીમ રેસ્ક્યૂમાં લાગીતો એક જવાનનાં હાથમાં પોતાની જ માતાનો મૃતદેહ મળી આવ્યો, તે જવાનને ખ્યાલ નહોતો કે તેની માતા આજ ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર હતી.
દૂર્ધટનાનાં સમયે શોધખોળ કરી રહ્યાં હતાં DRGના જવાન
દૂર્ધટનાનાં સમયે DRG(ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપ)ના જવાન તેલમ-ટેટમ વિસ્તારમાં સર્ચિગ પર નિકળ્યાં હતાં. ત્યાં જ તેમને બૂમો સંભળાઈ. તેઓ સ્થળ પર પહોચ્યા ત્યાં તેમને ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ડૂબેલી નજરે આવી. તેઓ લોકોને બચાવવા પાણીમાં કૂદી પડ્યા. તેમાં જવાન વસૂ કવાસી પણ સામેલ હતાં.
માતાનો ચહેરો જોઈ જવાન હૈયાફાટ રડવા માંડ્યો
તે જવાનોએ એક-એક કરીને લોકોને બહાક નિકાળ્યા અને તેમનો જીવ બચાવ્યો. પછી તેમણે જોયુ કે ટ્રોલી પાણીમાં ઊંધી પડી છે. તો તેના નીચે પણ લોકોની શોધખોળ શરુ કરી. વસૂના હાથમાં એક મહિલાનો મૃતદેહ આવ્યો. તે તેને લઈને બહાર આવ્યો અને જેવી તેની નજર તેના ચહેરા પર પડી જવાન ખૂબજ રોવા માંડ્યો. તે મૃતદેહ તેની માં ફૂકે કવાસીનો હતો. સાથી જવાનોએ તેને કોઈક રીતે સંભાળ્યો.
19 લોકો ઘાયલ અને 5ની હાલત ગંભીર
ફૂકે કવાસી ટેટમ વિસ્તારના રહેવાસી હતા. આ ગામના 25-30 લોકો સાથે આદિવાસી દિવસ પર કાર્યક્રમ માટે હીરાનાર જઈ રહ્યા હતા. ઘટનામાં ફૂકે કવાસી સાથે, 9 વર્ષના દિનેશ મરકામ, 16 વર્ષીય દસઈ કવાસી અને 35 વર્ષના કોસા માડવીના પણ મોત થયા છે. 19 લોકો ઘાયલ છે અને તેમાં 5 લોકોની હાલત ગંભીર છે.
ખાડાના લીધે દૂર્ધટના બની
આસપાસના લોકોના મત મુજબ, માર્ગના એક કિનારે ખાડો હતો, અને બીજી તરફ એક નાનુ તળાવ. તેના લીધે ડ્રાઈવર કંટ્રોલ ના કરી શક્યો અને તળાવમાં પડ્યો. ઘટના પછી જે લોકો સુરક્ષિત હતા તેઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રુપિયાની આર્થિક મદદ માટેની જાહેરાત કરી છે. આ સહાય માર્ગ અકસ્માતોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ઉપરાંત હશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.