આતંકવાદી હુમલો:કાશ્મીરના બડગામમાં આતંકવાદી હુમલામાં CRPFનો જવાન શહીદ

શ્રીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • બાઈક સવાર આતંકીઓએ CRPFના જવાનને નજીકથી ગોળી મારી
  • આતંકીઓ CRPFના જવાનની રાઈફલ છીનવીને ભાગી ગયા

કાશ્મીરના બડગામમાં ગુરુવારે સીઆરપીએફના ASI નરેશ બડોલા શહીદ થયા હતા. અહીં બાઈક સવાર આતંકીઓએ તેમને નજીકથી ગોળી મારી હતી. બાદમાં આતંકીઓ તેમની રાઈફલ છીનવીને ભાગી ગયા હતા.

ઈજાગ્રસ્ત ASIને શ્રીનગર સૈન્ય હોસ્પિટલમાં લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. બડોલાના નાગપુરમાં શુક્રવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે. બીજી તરફ, પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...