• Gujarati News
  • National
  • Crossing 150 Crore Doses In Vaccination In The Country; Single Dose To 91% Of Adults, Both Doses To 66%

વેક્સિનેશનને 11 મહિના 23 દિવસ પૂરા:દેશમાં રસીકરણમાં 150 કરોડ ડોઝનો પડાવ પાર; 91 % વયસ્કોને સિંગલ ડૉઝ, 66%ને બંને ડૉઝ

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાથી બચાવ માટે દેશના વેક્સિનેશન અભિયાને શુક્રવારે 150 કરોડ ડૉઝનો આંકડો પાર કરી લીધો. આ પડાવ ભારતે 11 મહિના 23 દિવસમાં પાર કર્યો છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને સ્વાસ્થ્ય કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

દેશમાં અત્યાર સુધી 91% વયસ્કોને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડૉઝ આપી દેવાયો છે. જ્યારે 66% વયસ્કોને બંને ડૉઝ આપી દેવાયા છે. ચાલુ મહિનાથી જ 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત કરાઇ છે. તેની સાથે જ ફ્રન્ટલાઈન વર્કર્સ અને બીમાર વૃદ્ધોને પ્રોકોશન ડૉઝ આપવાની શરૂઆત પણ આ મહિને થઈ જશે.

દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત ગત વર્ષે 16 જાન્યુઆરીએ થઈ હતી અને 21 ઓક્ટોબરે દેશમાં 100 કરોડ ડૉઝનો પડાવ પાર કરી લેવાયો હતો. સૌથી પહેલા સ્વાસ્થ્ય કાર્યકરોનું વેક્સિનેશન કરાયું હતું. 2 ફેબ્રુઆરી 2021થી ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ડૉઝ આપવાની શરૂઆત થઇ હતી. 1 માર્ચથી 60 વર્ષથી વધુના વૃદ્ધો અને 45થી વધુ વયના બીમાર લોકોનું વેક્સિનેશન શરૂ થયું હતું. તેના પછી 1 એપ્રિલથી 45થી વધુ વયના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ થયું હતું.

આ રીતે પડાવ પાર થયા

તારીખડૉઝ
16 જાન્યુ. 2021પ્રથમ ડૉઝ
21 જાન્યુઆરી10 લાખ
19 ફેબ્રુઆરી1 કરોડ
23 માર્ચ5 કરોડ
10 એપ્રિલ10 કરોડ
27 મે20 કરોડ
6 ઓગસ્ટ50 કરોડ
21 ઓક્ટોબર100 કરોડ
8 જાન્યુ.2022150 કરોડ
અન્ય સમાચારો પણ છે...