દેશના ઘણા ભાગો હાલના દિવસોમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ. ભારતીય હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે પૂર્વ હિમાલયના કેટલાક ભાગોમાં આગામી 4-5 દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોનો સમાવેશ થાય છે. આ સાથે, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
ચોમાસાનો પૂર્વીય છેડો હિમાલયની તળેટીની નજીક આવી ગયો છે અને પશ્ચિમ છેડો સામાન્ય સ્થિતિની ઉત્તરમાં રહ્યો છે. વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું હિમાલયની તળેટીની નજીક સિફ્ટ થવાની સંભાવના છે. વળી, સાથે જ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ ઉપર ચક્રવાતી હવાનું ક્ષેત્ર પણ સર્જાયું છે, જેના કારણે વરસાદની શક્યતાઓ છે.
5 રાજ્યોમાં પૂરને કારણે 8 લાખ હેક્ટર પાકનો નાશ થયો
આ વખતે પૂરે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને હિમાચલમાં ભારે કહેર મચાવ્યો છે. આ 5 રાજ્યોમાં પૂરના કારણે 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાક નાશ પામ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં 8,169 રસ્તાઓને નુકસાન થયું હતું અને 12 થી વધુ પુલ અને નાળાઓ નાશ પામ્યા છે. આ 5 રાજ્યોમાંથી લગભગ 5.50 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
MPના 3 જિલ્લાઓમાં 46 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા
મધ્યપ્રદેશમાં પૂરને કારણે 6 પુલ તણાઇ ગયા હતા. મુરેના, શ્યોપુર અને દતિયામાં 46 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અહીંના ગ્વાલિયર-ચંબલના 4 જિલ્લાના 749 ગામોમાં 80 હજાર હેક્ટરમાં ખરીફ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
મહારાષ્ટ્રમાં પૂરથી 11 હજાર કરોડના નુકશાનનો અંદાજ
મહારાષ્ટ્રમાં પૂરથી 21 જિલ્લા અસરગ્રસ્ત થયા છે અને 4.35 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યએ 11 હજાર કરોડ અને હીનચલે 758 કરોડ રુપિયાનું નુકશાન થયાનો અંદાજો લગાવ્યો છે. જ્યારે બાકીના ત્રણ રાજ્યો (બિહાર, રાજસ્થા, MP)એ હજી નુકશાનીનો અંદાજો કાઢ્યો નથી.
રાજસ્થાનના 5 જીલ્લામાં 4 લાખ હેકટરમાં પાકને નુકશાની
રાજસ્થાનના 5 જિલ્લાઓમાં કોટા, બુંદી, બારાં, સવાઈમાધોપુર, ઝાલાવાડમાં લગભગ 4 લાખ હેકટરમાં ઉગેલા પાકને નુકશાન થયું છે. અહીં સોયાબીન અને અડદના પાકને નુકશાન થયું છે. રાજયમાં હવે ચોમાસાનો કહેર ઝાલાવાડ જિલ્લા પર તૂટી પડ્યો છે. અહીંથી MPને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. 5 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બિહારના 13 જિલ્લાની 17 લાખ વસ્તી પૂરથી અસરગ્રસ્ત
બિહારના 13 જિલ્લા ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સારણ, શિવહર, મુઝફ્ફરપુર, સીતામઢી, દરભંગા, સમસ્તીપુર, મધુબની, ખગડિયા, પટના અને નાલંદાની 17 લાખ જનસંખ્યા પૂરથી અસરગ્રસ્ત થઈ છે. અહીં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 લાખ 10 હજાર લોકોસે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
10 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે 9 ઓગસ્ટે બિહારના 10 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. યલો એલર્ટ જાહેર કરીને જણાવાયું છે કે કિશનગંજ, સુપોલ, મધુબની, દરભંગા, સમસ્તીપુર, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, કટિહાર અને પૂર્ણિયા જીલ્લામાં ભારે વરસાદ પડશે.
પશ્ચિમ UPના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
IMDએ જણાવ્યુ હતું કે આગામી 24 કલાકમાં પશ્ચિમ UPના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની શક્યતાઓ છે. જ્યારે પૂર્વાંચલના કેટલાક વિસ્તારો અને પશ્ચિમી ક્ષેત્રમાં મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આ દરમિયાન સૌથી વધુ 6 સેન્ટિમીટર વરસાદ લલિતપુરના મહરૌનીમાં નોંધાયો હતો. આ સિવાય મહારાજગંજના ત્રિમોહિનીઘાટ, ખીરીના નિધાસનમાં 5-5, મથુરાના માંટ, મેરઠ, વૃંદાવનમાં 4-4 સેમી વરસાદ નોંધાયો હતો.
દિલ્હી-NCRમાં હળવો વરસાદ
રાજધાની દિલ્હીમાં રવિવારેક પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. આજે પણ અહીં હવાલો વરસાદ પાડવાની શક્યતાઓ છે, હવામાન વિભાગે જણાવ્યુ હતું કે દિલ્હી-NCRમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે, હરિયાણાના સોનિપાત, ઈજજર અને ખરખોદામાં ઝરમર વરસાદ પડી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.