તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Criticizing The Delhi Police, The Court Said, "The Police Are Also Trying To Put Dust In Our Eyes."

દિલ્હી રમખાણની તપાસ અંગે કોર્ટની નારાજગી:દિલ્હી પોલીસની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું- અમારી આંખોમાં પણ ધૂળ નાંખવાના પ્રયાસ કરી રહી છે પોલીસ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી રમખાણ કેસમાં આરોપીઓ સામે કોઈ જ પુરાવા નહીં

દિલ્હીમાં ગયા વર્ષે થયેલી હિંસા બાબતે દિલ્હીની એક કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે ભાગલા બાદ સૌથી ખરાબ રમખાણની તપાસ દિલ્હી પોલીસે કરી છે. આ ખૂબ જ દુખદાયક છે. જ્યારે ઇતિહાસ પલટાવીને જોઈશું તો લોકશાહીના રક્ષકોને પણ દુખ પહોંચશે. આ મામલે એડિશનલ સેશન જજ (ADJ) વિનોદ યાદવે શાહ આલમ (પૂર્વ કાઉન્સિલર તાહિર હુસેનના ભાઈ), રાશીદ સાઇફી અને શાદાબને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટે કહ્યું કે આ તપાસ ખૂબ જ નિષ્ક્રિય સાબિત થઈ છે. કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે જેમ કોન્સ્ટેબલને સાક્ષી તરીકે પ્લાન્ટ કરવામાં આવ્યા હોય. જજ વિનોદ યાદવે કહ્યું કે આ કેસ કરદાતાઓની મહેનતની કમાણીની બરબાદી છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે પોલીસે અમારી આંખોમાં ધૂળ નાંખવાના પ્રયાસ કર્યા છે.

દિલ્હીમાં તોફાન દરમિયાન રમખાણગ્રસ્ત વિસ્તારમાં તહેનાત પોલીસ.
દિલ્હીમાં તોફાન દરમિયાન રમખાણગ્રસ્ત વિસ્તારમાં તહેનાત પોલીસ.

દિલ્હી રમખાણમાં આરોપીઓ સામે કોઈ જ પુરાવા નહીં કોર્ટે તે વાત પર પણ ધ્યાન દોર્યું છે કે ઘટનાસ્થળે કોઈ જ CCTV કેમેરા ન હતા, જેથી તે જાની શકાય કે ઘટના સમયે આરોપીઓ ખરેખરમાં ત્યાં ઉપસ્થિત હતા. અને ન તો આ ઘટનાનો કોઈ જ સાક્ષી છે અને ન કોઈ તેના ગુનાહિત કાવતરું ઘડાયાના કોઈ પુરાવા છે.

જજે કહ્યું- હું પોતાને તે કહેવાથી રોકી શકતો નથી કે જ્યારે લોકો ભાગલા બાદથી સૌથી ખરાબ આ રમખાણને પલટાવીનેબ જોઈશું તો, આધુનિક ટેકનિકો બાદ પણ યોગ્ય તપાસ કરવામાં પોલીસની નિષ્ફળતા જોઈને લોકશાહીના રક્ષકોને પણ દુખ પહોંચશે.

તેમણે એવું પણ કહ્યું કે એવું લાગે છે કે પોલીસે માત્ર ચાર્જશીટ દાખલ કરીને સાક્ષીઓને, ટેકનિકલ પુરાવા કે સાચા આરોપીઓને શોધવાના પ્રયાસ કર્યા વિના જ કેસનો ઉકેલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...