તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cristiano Ronaldo Coca Cola Controversy; Fevicol Tweet Haye Ni Mera Coka Coka Coka Coka Coka

રોનાલ્ડો-કોકા કોલા વિવાદ:ભારતીય કંપનીઓ તકનો લાભ લઈ રહી છે, ફેવિકોલે ટેગ લાઈન આપી- ના બોટલ હટશે, ના વેલ્યુ ઘટશે; અમુલે કહ્યું- અમને કદી સાઈડમાં નથી મુકાતા

3 મહિનો પહેલા

દુનિયાના પ્રખ્યાત ફૂટબોલર અને પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગુસ્સાના કારણે કોકા-કોલા કંપનીને ઘણું નુકસાન થયું છે. આ ઘટના પછી અમેરિકન શેરબજારમાં કંપનીના શેર 1.6% ઘટ્યા. તેના કારણે તેની કિંમતમાં અંદાજે 30 હજાર કરોડનો ઘટાડો થયો હતો.

હવે ભારતીય કંપનીઓ આ તકનો લાભ લઈને ક્રિએટિવ જાહેરાતો બનાવીને ચર્ચામાં આવી છે. ગુંદર બનાવતી કંપની ફેવિકોલ અને ડેરી કંપની અમુલ સહિત અપસ્ટોક્સ એક જાહેરાત રજૂ કરી છે અને જે આજકાલ ખૂબ ચર્ચામાં છે.

પહેલાં ફેવિકોલ, અમુલ અને અપસ્ટોક્સની ટ્રેન્ડિંગ જાહેરાત આપણે જોઈએ...

આમ તો ફેવિકોલની લગભગ દરેક જાહેરાતો ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે તેણે ઈન્ટરનેશનલ બ્રાન્ડના નામનો ઉપયોગ ખૂબ સરસ રીતે કર્યો છે. ફેવિકોલે તેની જાહેરાતમાં ટેગ લાઈન આપી છે- ના બોટલ હટશે, ના કિંમત ઘટશે. તે સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોકા-કોલાનું નામ લીધા વગર હાય રે મેરા કોકા કોકા કોકા કોકા... લખ્યું છે જે એક પ્રખ્યાત હિન્દી ગીતના શબ્દો છે.

અમુલે પણ બનાવી જાહેરાત

અમુલે પણ ઈન્ટરનેશનલ બ્રાન્ડને ધ્યાનમાં રાખીને મીમ્સ શેર કર્યું છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં અમુલે કોટ લખ્યો છે કે- અમુલ બ્રાન્ડને કદી સાઈડ લાઈન કરવામાં આવી છે. બીજા ટેગમાં લખ્યું છે કે, Not bottling one’s feelings!’

બંને મોટી કંપનીઓ સિવાય ઘણી કંપનીઓ આ ઘટનાનો ફાયદો લઈ રહી છે. તેમાં અપસ્ટોક્સનું નામ પણ સામેલ છે.

રોનાલ્ડોએ શું કર્યું હતું?
નોંધનીય છે કે, અત્યારે યુરો કપ રમાઈ રહી છે. પોર્ટુંગલ ટીમના કેપ્ટન રોનાલ્ડોએ મેચ પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોનાલ્ડો જ્યારે પ્રેસ કોન્ફરન્સવાળા ટેબલ પર આવ્યા ત્યારે ત્યાં બે કોકા કોલાની અને એક પાણીની બોટલ પડી હતી. રોનાલ્ડોએ ત્યાં મુકેલી કોકો કોલાની બંને બોટલ હટાવી દીધી અને પાણીની બોટલ ઉપાડીને કહ્યું હતું કે, ‘Drink Water’. રોનાલ્ડોની આ હરકતના કારણે કંપનીને શેરબજારમાં અંદાજે 30 હજાર કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

પોગ્બાએ હટાવી બિયરની બોટલ
રોનાલ્ડો પછી ફ્રાન્સના મિડફિલ્ડર પોલ પોગ્બાએ મેચ પછી પ્રેસ કોન્ફરન્સ શરૂ થતાં પહેલાં ટેબલ પર મુકેલી Heineken બિટરની બોટલ હટાવી દીધી હતી. પોગ્બાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.