તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેમની વાઈફ નતાશા સ્ટેનકોવિકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. હાર્દિક તેમના 5 મહિનાના દીકરા અગસ્ત્ય સાથે સ્વિમિંગ પૂલમાં ફરી એકવાર મસ્તી કરતો જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યાએ તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેની તસવીરો શેર કરી છે. નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર 2020માં હાર્દિક પિતા બન્યો હતો. હાર્દિક તેના ઈન્સ્ટાગ્રામ પર દીકરા અને પત્ની સાથેની તસવીરો શેર કરતો રહે છે.
Daddy’s boy ❤️ pic.twitter.com/gr8DkUzUsF
— hardik pandya (@hardikpandya7) February 22, 2021
ટ્વિટર પર હાર્દિકે અગસ્ત્ય સાથે બે ફોટા શેર કર્યા છે. એમાં હાર્દિક તેના દીકરાને ઉપરની તરફ ઉપાડી રહ્યો છે. અગસ્ત્ય પણ તેના પિતા સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર લોકોએ ખૂબ પસંદ કરી છે અને એ ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે હાર્દિકે અગસ્ત્ય સાથે પૂલની કોઈ તસવીર શેર કરી હોય. હમણાં થોડા સમય પહેલાં જ હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે અમુક પૂલ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને એમાં કેપ્શનમાં નતાશાએ લખ્યું હતું કે 'અમારા દીકરાનો પૂલમાં પહેલો દિવસ.'
હાર્દિક અત્યારે ભારતીય ટીમ સાથે અમદાવાદમાં છે અને તે ટેસ્ટ ટીમનો હિસ્સો છે. હાર્દિક તે ખેલાડીઓમાંનો એક છે, જે ટેસ્ટ સિરીઝ દરમિયાન પોતાના પરિવાર સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ રમવામાં આવશે.
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાનું થોડા સમય પહેલાં જ નિધન થયું છે. હાર્દિકના પિતા હિમાંશુને 16 જાન્યુઆરીએ હાર્ટ-અટેક આવ્યો હતો. હાર્દિક તેના પિતાના મોત પછી ઘણો ઈમોશનલ રહેતો હતો. તે ઘણી વખત તેના પિતાની સાથેની યાદો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.