કેન્દ્ર સરકારનો BCCI સમક્ષ પ્રસ્તાવ:આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 22 ઓગસ્ટે ક્રિકેટ મેચ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્સવ અભિયાન હેઠળ ભારત અને વર્લ્ડ ઈલેવન વચ્ચે 22 ઓગસ્ટે ક્રિકેટ મેચ યોજાઈ શકે છે. આ અંગે રમતગમત અને યુવા મામલા મંત્રાલયે ભારતીય ક્રિકેટ બોર્ડને એક પ્રસ્તાવ મોકલ્યો છે. કેન્દ્રીય મંત્રાલય બીસીસીઆઈના અધિકારીઓ, ટોચના ક્રિકેટરો અને વિદેશના લોકપ્રિય ક્રિકેટરોની મદદથી એક મેચ યોજવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીસીસીઆઈના સૂત્રોના મતે, હાલ પ્રસ્તાવ વાતચીતના સ્તરે છે કારણ કે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને બોલાવવામાં ઘણી ઓપરેશનલ અને લોજિસ્ટિકલ બાબતો જોડાયેલી છે. વર્લ્ડ ઈલેવન માટે 13થી 14 ખેલાડીની જરૂર પડશે. એટલે તેમની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવવી પડશે. ઓગસ્ટમાં ઈંગ્લિશ સ્થાનિક ક્રિકેટ મેચો પણ ચાલતી હશે. કેરિબિયન પ્રીમિયર લીગ પણ શરૂ થઈ જશે. બીસીસીઆઈ જોઈ રહ્યું છે કે, શું આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તેમની ભાગીદારી માટે નાણાકીય વળતર ચૂકવવું પડશે?

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની સેવાની વાત છે, તો બીસીસીઆઈના ઉચ્ચ અધિકારી આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સ (22થી 26 જુલાઈ) માટે બર્મિંઘમમાં હશે. ત્યાં સંભવતઃ અન્ય બોર્ડમાંથી ભારતમાં મેચ માટે પોતાના કેટલાક ખેલાડીઓને રિલીઝ કરવા વાત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...