કીલકારીઓ કરતું બાળક હંમેશ માટે મૌન થયું:બાળકને લિફ્ટમાં એકલું મોકલતા પહેલા સાચવજો; ધારાવીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટ અને ફ્લોરના દરવાજા વચ્ચે ફસાતાં કમકમાટીભર્યું મોત

મુંબઈએક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ મુંબઈના ધારાવીના એક ફ્લેટના કમકમાટીભર્યાં CCTV ફૂટેજ સામે આવ્યાં છે. આ CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફ્લેટની લિફ્ટમાં કેટલાક બાળકો પ્રવેશે છે. લિફ્ટ ચલાવવા માટે ફ્લોરના નંબર પણ દબાવે છે. થોડીવાર પછી લિફ્ટ 4 ફ્લોર પર આવીને ઊભી રહી જાય છે અને એમાંથી બે છોકરીઓ નીકળી જાય છે, પણ 5 વર્ષનો મોહમ્મદ હુફૈઝા લિફ્ટની બહાર નીકળે છે ત્યારે તે ફ્લોર અને લિફ્ટના દરવાજા વચ્ચે ફસાઈ જાય છે. થોડીવારમાં જ લિફ્ટ ચાલુ થતાં તે લિફ્ટ સાથે ખેંચાતા તેનું મોત થાય છે. મહત્ત્વનું છે કે, મેહમ્મદ હુફૈઝાના પિતા કાપડની દુકાનમાં નોકરી કરે છે અને તેની મા ગૃહિણી છે. આ દુર્ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...