SBI કાર્ડ યૂઝર્સને ઝાટકો:કંપનીએ EMIથી પેમેન્ટ કરવા પર પ્રોસેસિંગ ચાર્જ લગાવ્યો, 1 ડિસેમ્બરથી શરુઆત થશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમારા પાસે SBIનું ક્રેડિટ કાર્ડ છે, તો આવતા મહિનાથી તેનાથી ખરીદી કરવી તમને મોંઘી પડી શકે છે. દરેક ખરીદી પર 99 રુપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. સૌ પ્રથમ SBI ક્રેડિટ કાર્ડે આની શરુઆત કરી છે.

SBI ક્રેડિટ કાર્ડે પોતાના ગ્રાહકોને ઈમેઈલ કરીને નવા ચાર્જની જાણકારી આપી છે. તેમાં ગ્રાહકોને જણાવામાં આવ્યું કે 1 ડિસેમ્બર 2021થી દરેક યૂઝર્સ EMIના લેણ-દેણ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રુપિયા અને ટેક્સ ચૂકવવું પડશે.

અત્યાર સુધી અન્ય કોઈ ક્રેડિટ કાર્ડ કંપનીએ ચાર્જ શરૂ નથી કર્યો
અન્ય કોઈ બેંક કે કંપનીએ ક્રેડિટ કાર્ડ પર પ્રોસેસિંગ ચાર્જ શરૂ કર્યો નથી. SBIના નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે તમામ ક્રેડિટ કાર્ડ કંપનીઓ પ્રોસેસિંગ ફી શરૂ કરી શકે છે. આ પ્રોસેસિંગ ફી વ્યાજ અને અન્ય શુલ્ક ઉપરાંત લાગુ પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ તમામ EMI ખરીદીઓ પર લાગુ થશે. પછી તે વેપારી આઉટલેટ્સ પર હોય, ઈ-કોમર્સ વેબસાઈટ પર હોય કે એપ પર. આ નિર્ણયની બાય નાઉ-પે લેટર સ્કીમ પર પણ અસર પડી શકે છે. ગ્રાહકો આમાંથી વધુ ખરીદી કરે છે.

કોઈપણ ખરીદી પર ચાર્જ લાગશે
SBI ક્રેડિટ કાર્ડના આ નિર્ણયને એવી રીતે સમજો કે ધારો કે તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મોબાઈલ ફોન ખરીદો છો. તેનું પેમેન્ટ કરવા પર તમારે 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ શુલ્ક તમારા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં EMI રકમ તરીકે દેખાશે.

ઈંટરેસ્ટ અમાઉન્ટ બાદ ચાર્જ લાગશે
આ પ્રોસેસિંગ ચાર્જ ઈંટરેસ્ટ અમાઉન્ટ બાદ લાગશે. કેટલાક કિસ્સાઓમાં, વેપારીઓ આવા વ્યવહારો પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ગ્રાહકોને ઝીરો કોસ્ટ EMI પણ મળે છે. હવે આ બધા સિવાય આવા વ્યવહારો પર આ પ્રોસેસિંગ ચાર્જ ગ્રાહકોને અલગથી આપવો પડશે. આ ફી ફક્ત તે જ વ્યવહાર પર લાગુ થશે જે EMIમાં રૂપાંતરિત થશે. જો તમારી ચુકવણી નિષ્ફળ થઈ જાય અથવા રદ થઈ જાય, તો આ શુલ્ક રિફંડ કરવામાં આવશે.

HDFC બેંક માર્કેટ લીડર
RBIના ડેટા અનુસાર, HDFC બેંકે સપ્ટેમ્બરમાં 2.44 લાખ ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા. બીજા નંબરે ICICI બેંક હતી જેણે 2.33 લાખ કાર્ડ જારી કર્યા હતા. એક્સિસ બેંકે 2.02 લાખ અને દેશની સૌથી મોટી બેંક SBIએ 1.74 લાખ ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા. તેના કાર્ડ ઈશ્યુમાં 6%નો ઘટાડો થયો છે. આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં તમામ બેંકોએ કુલ 10.91 લાખ ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા.

SBI ક્રેડિટ કાર્ડના વપરાશકારો દર વર્ષે વધી રહ્યા છે SBI કાર્ડેક્રેડિટ કાર્ડે 2018માં 16.89 લાખ, 2019માં 20.13 લાખ, 2020માં 22.76 લાખ અને 2021માં અત્યાર સુધીમાં 12.74 લાખ કાર્ડ જારી કર્યા છે. ક્રેડિટ કાર્ડ સેક્ટરમાં HDFC બેંકનો હિસ્સો 15% છે. SBI કાર્ડનો હિસ્સો 12.6% છે અને ICICI બેન્કનો હિસ્સો 11.7% છે. ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 22% વધ્યો છે. દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા મહિનાથી મહિનાના ધોરણે કરવામાં આવેલી ખરીદીની સરેરાશ રૂ. 12.4 હજાર હતી.

અન્ય સમાચારો પણ છે...