• Gujarati News
  • National
  • Crash In LJP, 5 MPs Left, Accompanied By Chirag; Selection Of Pashupati Kumar Paras As Leader; Letter Handed Over To The Speaker Of The Lok Sabha

ચિરાગ વિનાનું લોજપા:લોજપામાં ભંગાણ, 5 સાંસદોએ છોડ્યો ચિરાગનો સાથ; પશુપતિ કુમાર પારસની નેતા તરીકે પસંદગી; લોકસભા અધ્યક્ષને સોંપ્યો પત્ર

પટના4 મહિનો પહેલાલેખક: આલોક ચંદ્ર
  • ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસની નેતા તરીકે પસંદગી કરાઈ
  • પશુપતિ કુમાર પારસને રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી

રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં મોટુ ભંગાણ પડ્યું છે. પાર્ટીના પાંચ સાંસદોએ રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ હોદ્દા પરથી હટાવી દીધા છે. સાથે જ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસની નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આ સાથે એલજેપીના સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા સિંહ, ચંદન સિંહ અને પ્રિન્સ રાજનો ચિરાગથી રસ્તો અલગ થઈ ગયો છે. પાર્ટીમાં આ ભંગાણનું કારણ ભાજપ અને જેડીયુ વચ્ચે ચિરાગને લઈને ચાલી રહેલી ઝગડો માનવામાં આવી રહ્યો છે.

રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી લોજપા સાંસદોની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં પાંચ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ તેમના નિર્ણય અંગે માહિતી આપી હતી. સાંસદોએ તેમને આ સંદર્ભે એક સત્તાવાર પત્ર પણ સોંપ્યો હતો. સોમવારે આ સાંસદો ચૂંટણી પંચને પણ આ અંગે માહિતી આપશે. તે પછી, તેઓ તેમના નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરશે. બીજી તરફ પાર્ટીના પ્રવક્તા અશરફ અંસારીએ આવા કોઈપણ ભંગાણને નકારી કાઢયું છે.

હનુમાનના બંગલામાં આગ ફાટી નીકળી, પાસવાન પરિવારમાં પહેલું વિભાજન

પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા દેવી, ચંદન સિંહ અને પ્રિન્સ રાજ.
પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા દેવી, ચંદન સિંહ અને પ્રિન્સ રાજ.

પારસ જેડીયુના સાંસદ લલન સિંહના સંપર્કમાં હતા
પશુપતિ કુમાર પારસ છેલ્લા કેટલાક દિવસોથી જેડીયુના સાંસદ લલન સિંહ સાથે સતત સંપર્કમાં હતા. હાલમાં જ પટનામાં બંને વચ્ચે બેઠક થઈ હતી. દિલ્હીમાં પણ તેમની વચ્ચે સતત વાતચીત થતી રહી છે. તેમનો સાંસદો સાથે સંપર્ક પણ બની રહ્યો હતો.

પારસ જ નેતા કેમ?
પારસ લોજપાના સાંસદોમાં સૌથી સિનિયર છે. સૌથી મોટી વાત એ છે કે તે રામવિલાસ પાસવાનનો નાનો ભાઈ છે. તેઓ દરેકને સાથે લઇ ચાલી શકે છે. તેમના નેતા હોવાને કારણે અન્ય સાંસદો પણ અસહજતા અનુભવતા નહીં.

જેડિયુંમાં જઇ ચૂક્યા છે લોજપાના અનેક નેતા, આ સિલસિલો આગળ વધશે
5 સાંસદોના નિર્ણય બાદ લોજપામાં મોટા ઘમાસાણની આશંકા છે. પહેલા જ લોજપાના અનેક નેતાઓ જેડીયુમાં સામેલ થઈ ચૂક્યા છે. આ સિલસિલો આગળ પણ વધશે. આ તરફ, ચિરાગ તરફથી મનાવવાના પ્રયાસ શરૂ થઈ ગયો છે. મોદી રાત સુધી આ પ્રયાસ ચાલ્યા હતા. ગઈ વખતે સાંસદોએ ચિરાગણી વાત માની લીધી હતી, પણ આ વખતે તેઓ પાછળ હટવા માટે તૈયાર ન હતા.

21 વર્ષમાં પહેલી વાર તૂટી પાર્ટી, હવે બંને પક્ષો કબ્જા બાબતે ભારે પ્રયાસ
લોજપાની રચના 28 નવેમ્બર 2000 ના રોજ થઈ હતી. ત્યારથી પહેલીવાર પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. હવે સંસ્થામાં મોટી સંખ્યામાં લોકો પણ પારસ સાથે જઈ શકે છે. તેથી ચિરાગની શક્તિ વધુ ઘટી શકે છે. અત્યાર સુધી ચિરાગને રામવિલાસ પાસવાનનો પુત્ર હોવાનો લાભ મળી રહ્યો છે. વિસ ચૂંટણી દરમિયાન ચિરાગે પોતાને પીએમ મોદીના હનુમાન ગણાવ્યા હતા. પરંતુ હવે તેની પાર્ટી પર કબ્જા બાબતે ભારે પ્રયત્ન કરવો પડશે.

હવે આગળ શું...
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે પશુપતિ પારસ
કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તારની ચર્ચા પ્રબળ છે. એવામાં પારસ કેન્દ્રમાં મંત્રી બની શકે છે. 2019માં જ્યારે વડાપ્રધાન મોદીએ બીજી વખત સતત સંભાળી ત્યારે એક ફોર્મ્યૂલા બની કે સાથી પક્ષોને મંત્રી પરિષદમાં એક-એક બેઠક આપવામાં આવશે. ત્યારે 16 સાંસદોવાળી જેડીયુ મંત્રીઓની પરિષદમાં સામેલ થયા ન હતા. તેમણે ઓછામાં ઓછી બે બેઠકો માંગી હતી. જ્યારે, 6 સાંસદો વાળી લોજપાથી રામ વિલાસ પાસવાન પ્રધાન બન્યા હતા.

પરંતુ રામ વિલાસ પાસવાનનું વિધાનસભાની ચૂંટણી પહેલા જ નિધન થયું હતું. આ પછી, કેન્દ્રીય મંત્રીમંડળમાં લોજપાનો ખાલી કોટા ભરાયો ન હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ લોજપા એનડીએથી અલગ 135 બેઠકો પર એકલા ચૂંટણી લડ્યું. આમાં તેમણે જેડીયુની 115 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેડીયુએ આ ચૂંટણીમાં 36 બેઠકોના નુકસાન માટે સીધા લોજપાને જવાબદાર માન્યું હતું.

ત્યારથી જ સવાલ ઉઠવા લાગ્યા હતા કે લોજપા, એનડીએમાં રહેશે કે નહીં. જેડિયુંએ સ્પષ્ટ કહ્યું- આ ગઠબંધનનો મોટો પક્ષ ભાજપે નક્કી કરવાનું છે. હવે જ્યારે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તારની વાત ચાલી રહી છે તો મામલો ચિરાગ બાબતે ફસાયો છે. કારણ કે લોજપાની કેબિનેટમાં સ્થાન મળતું તો જેડિયું નારાજ થઈ જાત.