તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Crane Machine Sinks During Construction Of 6 Lane Bridge On Ganga River Ghat In Begusarai, Video Goes Viral

ઉત્તર પ્રદેશ:બેગૂસરાયમાં ગંગા નદીના ઘાટ પર 6 લૅન પુલ નિર્માણ દરમિયાન ક્રેન મશીન ડૂબી ગયું, વીડિયો વાઇરલ

20 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના બેગૂસરાયમાં સિમરિયા ગંગા ઘાટ પર પુલ નિર્માણ દરમિયાન એક ક્રેન મશીન ડૂબ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. સિમરિયા ગંગા નદીમાં સિક્સ લૅનના પુલનું નિર્મામ કાર્ય ચાલી રહ્યું છે. ભારે પવનને લીધે પુલના પાયા નંબર 13ના નિર્માણ દરમિયાન નદીમાં લાગેલું ક્રેન મશીન ગણતરીની સેકન્ડમાં નદીમાં સમાઈ ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, જેટી પર લોડ કરાયેલું ક્રેન મશીન ધીરે-ધીરે નદીમાં ડૂબી રહ્યું છે. મહત્ત્વનું છે કે, સિમરિયા ઘાટ ઉપર સિક્સ લેન પુલનું નિર્માણ લગભગ 11.50 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો ત્યાં હાજર કેટલાક લોકોએ બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...