ઉત્તરપ્રદેશ:કારીગરે થૂંકી થૂંકીને રોટલી શેકી, ગાઝિયાબાદના ઢાબાનો શૉકિંગ વીડિયો સામે આવ્યો

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક કારીગર થૂંકી થૂંકીને તંદૂરી રોટલી શેકી રહ્યો છ. વારંવાર આવા વીડિયો સામે આવતાં યૂપી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગાઝિયાબાદના ઢાબામાં કામ કરતા એક બિહારીની ધરપકડ પણ કરી છે.

આ ઘટના ગાઝિયાબાદના ચિકન પૉઈન્ટ નામના ઢાબામાં થઈ હતી

ગાઝિયાબાદ શહેર પોલીસે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક આધેડ વયની વ્યક્તિ થૂંકી થૂંકીને રોટલી શેકતી નજરે પડે છે. વીડિયોની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ વ્યક્તિ બિહારના કિશનગંજનો રહેવાસી તમીઝુદ્દીન છે. આ મુસ્લિમ વ્યક્તિ ગાઝિયાબાદના પંચવટી નજીક અહિંસા વાટિકામાં આવેલાં ચિકન પૉઈન્ટમાં રોટલી બનાવે છે. પોલીસે વાઈરલ વીડિયોના આધારે આરોપી તમિઝુદ્દીનની ધરપકડ કરી છે.

59 સેકન્ડના વાઈરલ વીડિયોને લઈને પોલીસે ખુલાસો કર્યો

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં 59 સેકંડનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં ઢાબામાં ચાર-પાંચ કારીગરો કામ કરતા જોવા મળે છે. તો બીજી તરફ તમીઝુદ્દીન રોટલી પર થૂંકીને રોટલી શેકતો નજરે પડે છે. જેથી પોલીસે ઢાબાના સંચાલક મોહમ્મદ શાદાબ અને સાહિલની પણ પૂછપરછ કરી હતી. જો કે, પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં જૂનો વીડિયો ફરી વાઈરલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...