• Gujarati News
  • National
  • Crackdown On Terrorists, Smugglers And Gangsters, Raids On House Of Danish Associated With Ghazwa e Hind In Patna

5 રાજ્યમાં 40 સ્થળ પર NIAના દરોડા:આતંકવાદીઓ, સ્મગલર્સ અને ગેન્ગસ્ટરો પર કાર્યવાહી, પટણામાં ગઝવા-એ-હિન્દ સાથે સંકળાયેલા દાનિશના ઘર પર દરોડા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશનાં 5 રાજ્યમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી, પટના, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબનાં 40 સ્થળ પર પાડવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત અને વિદેશ સ્થિત આતંકવાદીઓ, ગેન્ગસ્ટરો અને ડ્રગ્સ સ્મગલરોને પકડવા માટે દરોડા પાડ્યા હતા.

પટનાના ફૂલવારી શરીફમાં ગઝવા-એ-હિન્દથી સંકળાયેલા મરગુબ અહેમદ ઉર્ફે દાનિશના ઘરે NIAએ દરોડા પાડ્યા હતા. તેની ઘરની બહાર ભારે સંખ્યામાં પોલીસદળો હાજર હતાં. દાનિશના પહેલેથી જ ધરપકડ થઈ ચૂકી છે. તે ગઝવા-એ-હિન્દના વ્હોટ્સએપ ગ્રુપનો એડમિન પણ છે.

આ સ્થળો પર પણ દરોડા પાડ્યા
હરિયાણાના ઝજ્જરમાં ગેન્ગસ્ટર નરેશ સેઠીના સ્થળ પર NIAએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સી મંગળવારે સવારે 4 વાગ્યે પોલીસ સાથે નરેશ સેઠીના ઘરે પહોંચી હતી. સેઠીની ગેરકાયદે સંપત્તિ અને બેન્ક વિગતોની તપાસ કરવામાં આવી હતી. તેના પરિવારજનોની પણ પૂછપરછ કરાઈ હતી. ગેન્ગસ્ટર સેઠી હત્યા, ખંડણી સહિત અન્ય કેસોમાં સંડોવાયેલો છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે.

ઝજ્જરના DSP રવીન્દ્ર કુમાર કુંડુએ જણાવ્યું હતું કે અહીં લગભગ 4 કલાક સુધી સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવ્યું છે, ત્યાર બાદ NIAએ એનો રિપોર્ટ તૈયાર કરીને તેની ધરપકડ કરી છે. હવે આ રિપોર્ટ વિભાગને સોંપવામાં આવશે.

પંજાબના ભટિંડામાં NIAની ટીમ કબડ્ડી પ્રમોટર જગ્ગા જંડિયાના ઘરે દરોડા પાડવા પહોંચી હતી.
પંજાબના ભટિંડામાં NIAની ટીમ કબડ્ડી પ્રમોટર જગ્ગા જંડિયાના ઘરે દરોડા પાડવા પહોંચી હતી.

NIAની ટીમે હરિયાણાના સોનીપત અને ઝજ્જરમાં મંગળવારે સવારે ગેન્ગસ્ટર રાજુ બસોદી અને અક્ષય પલડાનાં ઘરે પહોંચી હતી. ગેન્ગસ્ટરોના આતંકવાદી ક્નેકશન સંબંધિત કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબમાં ભટિંડા ગામના જગ્ગા જંડિયાના ઘરે NIA એ દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, પંજાબમાં લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના સહિત અન્ય ગેન્ગ સાથે જોડાયેલા લોકોનાં સ્થળો પર પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગયા મહિને તપાસ એજન્સીએ ધરપકડ કરાયેલા PFI સભ્યોની યાદી જાહેર કરી હતી.
ગયા મહિને તપાસ એજન્સીએ ધરપકડ કરાયેલા PFI સભ્યોની યાદી જાહેર કરી હતી.

ગયા મહિને PFI પર NIAના દરોડામાં 106ની ધરપકડ કરાઈ હતી
સપ્ટેમ્બરમાં NIAએ 15 રાજ્યમાં PFIનાં 93 સ્થળ પર દરોડા પાડ્યા હતા. ટેરર ફંડિંગ કેસમાં PFIથી સંકળાયેલા 106 સભ્યની ધરપકડ કરાઈ હતી, જેમાં સંગઠનના વડા ઓમા સાલમ પણ સામેલ છે. આ તમામ PFI નેતા, કેડર આતંકવાદ અને આતંકવાદી ગતિવિધિઓ માટે પૈસા આપે છે, હથિયારોના ઉપયોગ માટે તાલીમ પણ આપે છે. તેઓ પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવતા હતા. દરોડા દરમિયાન NIA અને EDના 500 અધિકારીઓ સર્ચ-ઓપરેશનમાં સામેલ હતા

અન્ય સમાચારો પણ છે...