તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CPM Control Over Temple Staff Union Most Communist Leaders Do Not Visit Padmanabhaswamy Temple

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી:મંદિર સ્ટાફ યુનિયન પર CPMનો કબજો પણ મોટાભાગના સામ્યવાદી નેતાઓ પદ્મનાભસ્વામી મંદિરે નથી આવતા

તિરુવનંતપુરમ18 દિવસ પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક
મંદિરમાં રોજ 2-3 લાખ રૂ.નો ચઢાવો આવે છે. - Divya Bhaskar
મંદિરમાં રોજ 2-3 લાખ રૂ.નો ચઢાવો આવે છે.
  • તમિલનાડુઃ 14 બેઠકો પર પદ્મનાભસ્વામી મંદિરની અસર

કેરળના પાટનગર તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિર દેશના સૌથી ધનિક મંદિરો પૈકી એક છે. મંદિરમાં પ્રવેશ માટે 3 ગેટ છે. મેઇન ગેટથી મુખ્ય શ્રદ્ધાળુઓ આવે છે જ્યારે બીજા બે ગેટથી વીઆઇપી, મંદિરના વહીવટકર્તાઓ તથા શાહી પરિવારના લોકો આવે છે. ચૂંટણીના માહોલમાં અહીં દર્શનાર્થીઓમાં રાજકારણીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે જ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઝંડા સાથેની એક કાર બીજા ગેટ તરફ જાય છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ઉતરે છે અને ફાઇલો લઇને બાજુની બિલ્ડિંગમાં જાય છે. સિક્યુરિટી ગાર્ડ પણ તેમને કંઇ નથી પૂછતા. મંદિરના બીજા ગેટ આગળ જ કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભાજપના ટ્રેડ યુનિયનોના ઝંડા પણ લાગેલા છે. પૂછપરછ કરાતાં જાણવા મળ્યું કે મંદિરમાં ટ્રેડ યુનિયનો પણ છે.

આ ભવ્ય મંદિરનો જિર્ણોદ્ધાર ઇ.સ. 1733માં ત્રાવણકોર સ્ટેટના મહારાજા માર્તંડ વર્માએ કરાવ્યો હતો. ત્રાવણકોર શાહી પરિવારના પ્રિન્સ અને મંદિર વહીવટ સમિતિના સભ્ય આદિત્ય વર્મા કહે છે કે હવે તો રાજા જેવી કોઇ પોસ્ટ નથી પણ અમારા પરિવારમાં સૌથી વૃદ્ધ સભ્ય જ હેડ ઑફ ફેમિલી હોય છે. હાલ મારા કાકા રામા વર્મા હેડ ઑફ ફેમિલી છે અને મંદિરના ચીફ ટ્રસ્ટી પણ છે. કોરોના પહેલાં રોજ 2-3 લાખ રૂ. ચઢાવો ચઢતો હતો પણ હાલ 50-60 હજાર રૂ. જ આવે છે. રાજ્ય સરકાર મંદિરને કોઇ નાણાકીય મદદ નથી કરતી પણ મંદિર દર વર્ષે સરકારને પોલીસ માટે તથા અન્ય સરકારી મદદ માટે પૈસા આપે છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના લોકો પણ મંદિરે આવે છે? એવો સવાલ પૂછાતાં આદિત્ય હસીને કહે છે કે મોટાભાગના લોકો નથી આવતા પણ એક-બે મંત્રી 3-4 વખત મંદિરની સુરક્ષા વ્યવસ્થા ચેક કરવા આવ્યા છે. મુખ્યમંત્રી વિજયન ક્યારેય નથી આવ્યા. મને નથી લાગતું કે ક્યારેય આવશે. તેમનામાં અને અમારામાં એ જ ફરક છે કે અમે ભગવાનને માનીએ છીએ, તેઓ નથી માનતા. તમને શું લાગે છે? કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો મંદિરે કેમ નથી આવતા? તેમ પૂછાતાં આદિત્યએ કહ્યું કે, હું રાજકારણ અંગે કોઇ કમેન્ટ નહીં કરું પણ તેઓ મંદિરના વિરોધમાં પણ કંઇ નથી કરતા. તેઓ અમને સપોર્ટ પણ કરે છે. જોકે, અન્ય રાજ્યોની સરકારોની જેમ તેમને મંદિરમાં ઝાઝી આસ્થા નથી.

ભાજપે મંદિરની આસપાસ વિકાસ માટે 75 કરોડ રૂ. આપ્યા: તિરુવનંતપુરમના વરિષ્ઠ પત્રકાર અનિલ જણાવે છે કે મંદિરના ભક્તો તો આખા કેરળમાં છે પણ મંદિરની મુખ્ય અસર જિલ્લાની 14 વિધાનસભા બેઠક પર છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરના કર્મચારી યુનિયનના વર્કિંગ પ્રેસિડેન્ટ આર. એસ. વિજય મોહન કહે છે કે તમામ રાજકીય પક્ષોને મંદિરમાં શ્રદ્ધા છે. મંદિર કોઇ રાજકીય પ્રોડક્ટ નથી. આ મંદિર અહીં સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. બધા ધર્મના લોકો મંદિરમાં આવે છે. ભાજપ મંદિર મુદ્દે રાજકારણ કરે છે. મંદિર આસપાસ વિકાસ માટે 75 કરોડ રૂ. પણ આપ્યા હતા પણ તેની કોઇ ખાસ અસર નથી. મંદિરમાં સીપીએમ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનનો 3 વર્ષથી કબજો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો