તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CoWIN Vaccine Registration Slot Booking Update; New Feature Added By Government On Covid Vaccine Portal

હવે કોવિન પોર્ટલ પર જ ભૂલો સુધારી શકાશે:વેક્સિન સર્ટીફિકેટમાં નામ, જન્મતારીખ અને જેન્ડર સાથે જોડાયેલા કરેક્શન થઈ શકશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

5 દિવસ પહેલા

કેન્દ્ર સરકારે કોવિન પોર્ટલ પર એક નવુ ફિચર જોડી દીધુ છે. તેનાથી વેક્સિન લેનાર વ્યક્તિના વેક્સિનેશન સર્ટીફિકેટમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ તો તેને કોવિન પોર્ટલ પર જ સુધારી શકાશે. તેના દ્વારા નામ, જન્મ તારીખ અથવા જેન્ડર સાથે જોડાયેલી ભુલોને સુધારી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી વિકાસ શીલે બુધવારે આ વિશે માહિતી આપી છે.

આ સ્ટેપ્સ દ્વારા કરેક્શન કરી શકાશે
1. સૌથી પહેલાં http://cowin.gov.in પર લોગઈન કરવાનું રહેશે
2. ત્યારપછી વેક્સિન લીધેલા વ્યક્તિએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઈન કરવાનું રહેશે
3. રેઈઝ ઈન ઈશ્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
4. નામ, જન્મ તારીખ અને જેન્ડરમાં કરેક્શનનો ઓપ્શન આવશે. તેના પર ટિક કરીને કરેક્શન કરવામાં આવશે.
(એક મોબાઈલથી મલ્ટીપલ વેક્સીનેટ મેમ્બર્સના કરેક્શન માટે મેમ્બર્સની ડિટેલ્સ એડ કરવી પડશે)

કોવિન એપના 5 મોડ્યૂલ
આ એપ વેક્સિનેશનની પ્રોસેસ, એડમિનિસ્ટ્રેટિવ એક્વિટિવિઝ, વેક્સિનેશનમાં જોડાયેલા કર્મચારીઓ અને તે લોકો માટે એક પ્લેટફર્મ તરીકે કામ કરે છે જેમને વેક્સિન આપવાની છે. તેમાં 5 મોડ્યુલ આપવામાં આવ્યા છે. જેમાં પ્રશાસનિક મોડ્યુલ, રજિસ્ટ્રેશન મોડ્યુલ, વેક્સિનેશન મોડ્યુલ, લાભ લેનારનું સ્વીકૃતિ મોડ્યુલ અને રિપોર્ટ મોડ્યુલ સામેલ છે.

પ્રશાસનિક મોડ્યુલ: તે લોકો જે વેક્સિન ઈવેન્ટનું સંચાલન કરે છે. આ મોડ્યુલ દ્વારા તેઓ સેશન નક્કી કરી શકે છે. જેના દ્વારા વેક્સિન લેવા માટે લોકો અને એડ્મિનિસ્ટ્રેશનને નોટિફિકેશન દ્વારા માહિતી મળશે.
રજિસ્ટ્રેશન મોડ્યુલ: તે લોકો માટે જે વેક્સિન લેવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે.
વેક્સિનેશન મોડ્યુલ: તે લોકોની માહિતીને વેરિફાઈ કરવામાં આવશે, જે વેક્સિન લેવા માટે તેમનું રજિસ્ટ્રેશન કરાવશે. તે વિશે સ્ટેટ્સ પણ અપડેટ કરવામાં આવશે.
લાભલેનારનું સ્વીકૃતિ મોડલ: આના દ્વારા વેક્સિનનો લાભ લેનાર લોકોને મેસેજ મોકલવામાં આવશે. તેનાથી ક્યુઆરકોડ પણ જનરેટ થશે અને લોકોને વેક્સિન લીધાનું ઈ-સર્ટીફિકેટ પણ મળશે.
રિપોર્ટ મોડ્યુલ: તેના દ્વારા વેક્સિન કાર્યક્રમ સાથે જોડાયેલો રિપોર્ટ તૈયાર થશે. તેમાં વેક્સિનેશનના કેટલા સેશન થયા, કેટલા લોકોને વેક્સિન મળશે. કેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરીને પણ વેક્સિન ના લીધી તે દરેક માહિતીનો તેમાં સમાવેશ કરવામાં આવશે.

દેશમાં વેક્સિનેશનની સ્થિતિ

  • અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સિનના 23 કરોડ 90 લાખ 58 હજાર 360 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 99.95 લાખ હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ અને 68.91 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આવા 1.63 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો ડોઝ અને 87.26 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યો છે.
  • દેશમાં 18થી 44 વર્ષની ઉંમરના 3.17 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાં 3.16 લાખ લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 45થી 60 વર્ષના લોકોને 7.25 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 1.15 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
  • સીનિર સીટિઝન એટલે કે 60 વર્ષથી વધારે ઉંમરના 6.12 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેમાંથી 1.94 કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...