Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદેશથી આવનારા માટે નવા નિયમ:કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ પોર્ટલ પર સબમિટ કરવાનો રહેશે, 72 કલાકથી જૂનો રિપોર્ટ માન્ય નહીં
વિદેશોથી આવતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટની ઓથેન્ટિસિટીનું ડિક્લેરેશન પણ આપવાનું રહેશે. આ ખોટું નીકળશે તો ગુનાહિત કાર્યવાહી કરાશે(ફાઈલ તસવીર).
- નવી ગાઇડલાઇન્સ 22 ફેબ્રુઆરી રાતે 11.59 વાગ્યાથી લાગુ થઈ જશે
દુનિયાભરમાં કોવિડ-19નું મ્યૂટેન્ટ વેરિએન્ટ ફેલાવાની સ્થિતિને જોતાં સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે, જે 2 ઓગસ્ટ 2020ના રોજ જૂની ગાઈડલાઈન્સનું સ્થાન લેશે અને 22 ફેબ્રુઆરીની રાતે 11.59 વાગ્યાથી લાગુ થઈ જશે. ઉડ્ડયન મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે.
UK, યુરોપ અને મિડલ ઈસ્ટ સિવાય અન્ય દેશોથી આવનારા માટે ગાઈડલાઈન્સ
યાત્રાની તૈયારી પહેલા
- યાત્રા પહેલાં એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- કોવિડનો નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. આ રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.
- તમામ પ્રવાસીના RT-PCR ટેસ્ટ રિપોર્ટની ઓથેન્ટિસિટીનું ડિક્લેરેશન પણ આપવું પડશે. જો ખોટું હશે તો ગુનાહિત કાર્યવાહી કરાશે.
- પેસેન્જર્સે તેમની એરલાઈન દ્વારા એર સુવિધા પોર્ટલ અથવા ઉડ્ડયન મંત્રાલયને એ અંડરટેકિંગ આપવાનું રહેશે કે જો જરૂર જણાય તો તે 14 દિવસ હોમ ક્વોરન્ટીન અથવા સેલ્ફ હેલ્થ મોનિટરિંગના નિર્ણયને માનશે.
- નેગેટિવ રિપોર્ટ વગર ભારત આવવાની મંજૂરી માત્ર એવા લોકોને અપાશે જે પરિવારમાં કોઈના મોત થવાથી આવી રહ્યા હોય. આ છૂટ લેવા માટે પેસેન્જર્સને બોર્ડિંગના ઓછામાં ઓછા 72 કલાક પહેલાં ઓનલાઈન પોર્ટલ પર અપ્લાઈ કરવાનું રહેશે. આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર કરશે.
બોર્ડિંગ પહેલાં
- એરલાયન્સ અથવા સંબંધિત એજન્સીની તરફથી તમામ પ્રવાસીઓને ટિકિટ સાથે Do's એન્ડ Don'tsની માહિતી અપાશે.
- એરલાઈન માત્ર એવા જ પ્રવાસીઓને બોર્ડિંગની મંજૂરી આપશે, જેમણે એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશેન અને નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કર્યો હશે.
- તમામ પ્રવાસીઓને મોબાઈલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવશે.
- એરપોર્ટ્સ પર પેસેન્જર્સનું સેનિટાઈઝેશન અને ડિસઈન્ફેક્શન કરાશે.
- બોર્ડિંગ દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાશે.
UK, યુરોપ અને મિડલ ઈસ્ટથી આવતી ફ્લાઈટ માટે
- તમામ પ્રવાસીઓને યાત્રા પહેલાં કોરોના નેગેટિવ હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એર સુવિધા પોર્ટલ પર સબમિટ કરવાનું રહેશે. આ સાથે જ 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જણાવવાની રહેશે.
- સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે જોડાયેલી તમામ માહિતી આપવાની સાથે જ એ સિલેક્ટ કરવાનું રહેશે કે તે જ્યાં ફ્લાઈટ જઈ રહી છે ત્યાં જ ઊતરશે કે પછી ત્યાંથી બીજી ફ્લાઈટ પકડશે.
- જો તે બીજી ફ્લાઈટ પકડવાનો ઓપ્શન સિલેક્ટ કરે છે તો તેના ડિક્લેરેશન ફોર્મની કોપી મોટા ફોન્ટમાં T(Transit)લખેલું હશે.
- UK, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી આવતા એવા પેસેન્જર્સ જે કનેક્ટિંગ ફ્લાઈટ લેશે, તેમણે ટિકિટ બુકિંગ વખતે એરલાઈન્સ તરફથી જણાવાશે કે ટ્રાન્ઝિટ ટાઈમ ઓછામાં ઓછા 6-8 કલાકનો રહેશે.