તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની અછત વચ્ચે સારા સમાચાર:બુલંદશહેરમાં દર મહિને કોવેક્સિનનાં દોઢ કરોડ ડોઝ બનશે; સરકારી કંપની BIBCOLએ ભારત બાયોટેક સાથે કરાર કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે વેક્સિનનાં ઉત્પાદન માટે 30 કરોડ રૂપિયા ફાળવ્યાં છે

કોરોના મહામારી વચ્ચે વેક્સિનની અછત ભોગવી રહેલા ભારત માટે સારા સામાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશનાં બુલંદશહેરની BIBCOLને કોરોના વેક્સિન તૈયાર કરવાની અનુમતિ આપી દીધી છે. BIBCOLએ આના માટે ભારત બાયોટેક સાથે કરાર કર્યો હતો. ઓક્ટોબરથી અહીંયા દર મહિને કોવેક્સિનનાં દોઢ કરોડ ડોઝ તૈયાર થવા લાગશે.

સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને સમગ્ર દેશની 3 કંપનીઓને કોવેક્સિનનાં ઉત્પાદનની જવાબદારી સોંપી છે. જેમાં બુલંદશહેરનું ચોલા ગામમાં આવેલું BIBCOL પણ સામેલ છે. આ ભારત સરકારની કંપની છે. BIBCOL અત્યારસુધી પોલિયોની વેક્સિન બનાવી રહી છે. હવે અહિંયા કોરોનાની કોવેક્સિન પણ બનશે. કેન્દ્રએ વેક્સિનનાં ઉત્પાદન માટે 30 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે.

પોલિયો વેક્સીનનાં કુલ ઉત્પાદનનો 60 ટકા ભાગ આ કંપનીનો છે
દેશમાં પોલિયો વેક્સિનનાં કુલ ઉત્પાદનનો 60 ટકા ભાગ BIBCOLનો છે. કંપની પ્રત્યેક વર્ષે લગભગ 150 કરોડ ડોઝ બનાવે છે. તેની ઉત્પાદન ક્ષમતાને જોઈને કંપનીને કોવેક્સિનનાં ડોઝ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIBCOL કંપની ઓક્ટોબરથી કોવેક્સિનનાં ડોઝ બનાવવાનું શરૂ કરશે. ICMR અને ભારત બાયોટેકે મળીને સ્વદેશી કોવિડ-19ની વેક્સિનનું નિર્માણ કર્યું છે.

હવે બાળકો પર પણ કોવેક્સિનનાં ટ્રાયલ કરાશે
ત્યાં બધુ સરખું રહ્યું તો ગણતરીનાં સમયમાં કેનેડા અને અમેરિકા પછી ભારતમાં પણ 2થી 18 વર્ષનાં બાળકોનાં એજ ગ્રુપ માટે સ્વેદેશી કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે. મીડિયાનાં અહેવાલોનાં આધારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની સબજેક્ટ એક્સપર્ટ કમિટિ મંગવારે 2 થી 18 વર્ષની ઉંમરવાળા પર ભારત બાયોટેકની કોવેક્સિનનાં બીજા અને ત્રીજા તબક્કાનાં ટ્રાયલની મંજૂરી આપી દેશે. આ ટ્રાયલ AIIMS દિલ્હી, AIIMS પટના અને મેડિટ્રિના ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ નાગપુરમાં 525 લોકો પર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...