કોરોના સામે 'રામબાણ' દવા:એન્ટીવાઈરલ ડ્રગ મોલનુપિરાવિર લોન્ચ, કોરોના થાય તો પાંચ દિવસ ગોળી લેવાની; ભારતની 13 કંપનીઓ બનાવશે દવા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ દવાના ઇમર્જન્સી ઉપયોગ માટે સ્વાસ્થ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે. - Divya Bhaskar
આ દવાના ઇમર્જન્સી ઉપયોગ માટે સ્વાસ્થ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે.

એન્ટીવાઇરલ ડ્રગ મોલનુપિરાવિરને તાજેતરમાં જ ભારતને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. એ દવા હવે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. આ દવા કોરોના-ઓમિક્રોન બંનેને ટક્કર આપશે એવું માનવામાં આવે છે. આ દવા દર્દીને પાંચ દિવસ સુધી દિવસમાં બેવાર આપવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક સારવારમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવશે, જે કોરોના-ઓમિક્રોન બંનેને ટક્કર આપવા સક્ષમ છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવા અત્યારસુધીની સૌથી વાજબી માનવામાં આવે છે. ભારતની અલગ અલગ 13 કંપનીઓ વિવિધ નામથી દવા બનાવશે.

ગેમચેન્જર સાબિત થઈ શકે છે આ દવા
માનવામાં આવે છે કે મોલનુપિરાવિર દવા કોરોનાના દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. મેનકાઈન્ડ ફાર્માએ તાજેતરમાં જ બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ સાથે ટાઈઅપ કર્યું છે અને સોમવારે કંપનીએ એન્ટીવાઇરલ દવા મોલુલાઈફ 200 એમજીની દવા દિલ્હી સહિત અમુક શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. સનફાર્માએ આ એન્ટીવાઇરલ દવાના આખા કોર્સની કિંમત રૂ. 1500 રાખી છે, જે ટૂંક સમયમાં જ Molxvirના નામે બજારમાં મળતી થશે.

આ ઉપરાંત નેટ્કો અને ડૉ. રેડ્ડીઝ પણ આ દવા ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરશે. એન્ટીવાઇરલ ડ્રગ મોલનુપિરાવિરના બેઝ પર ઘણી ફાર્મા કંપનીઓ આ દવાનું ઉત્પાદન કરવાની છે, તેથી એની કિંમત વાજબી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિવિધ કંપનીઓ દ્વારા દવાની કિંમત રૂ. 1500થી 2500ની વચ્ચે જ રાખવામાં આવશે.

5 દિવસનો મોલનુપિરાવિરનો કોર્સ
મોલનુપિરાવિરનો 800 એમજીનો કોર્સ 5 દિવસમાં બેવાર આપવાનો રહેશે. એક્સપર્ટનું માનવું છે કે આ દવા કોરોના સંક્રમણ સામે 70થી 80 ટકા પ્રભાવી છે. આ દવા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર પણ પ્રભાવી છે. આ દવા ખાસ કરીને ઈન્ફ્યુએન્જાની સારવાર માટે બનાવવામાં આવી છે, જે એક એન્ટીવાઇરલ દવા છે.

કોણે બનાવી છે મોલનુપિરાવિર?
આ એન્ટિવાયરલ દવા એમએસડી અને રિઝબેક બાયોથેરોપ્યૂટિક્સે બનાવી છે. ભારતની ફાર્મા કંપનીઓ આ કંપની સાથે ટાયઅપ કરીને એન્ટીવાયરલ ડ્રગની દવા બનાવશે. આ દવાને અલગ અલગ ફાર્મા કંપનીઓ અલગ અલગ નામ આપશે અને તેની કિંમતમાં પણ થોડો ફેરફાર હશે. જોકે આ દવાની કિંમત 1500થી 2500ની વચ્ચે જ રહેવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...