તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Covid 19, Unemployment Rate, Household Income, Centre For Monitoring Indian Economy, CMIE, Job Opportunities

કોરોનાની બીજી લહેરે મોટી બેરોજગારી સર્જી:1 કરોડથી વધારે લોકો બેરોજગાર થયા, 97% પરિવારોની કમાણી ઘટી, હવે સારી નોકરીઓ મળતાં 1 વર્ષ લાગશે

22 દિવસ પહેલા

કોરોનાની બીજી લહેરને કારણે દેશમાં 1 કરોડથી વધારે ભારતીયોએ નોકરી ગુમાવી છે અને 97% કરતાં વધારે પરિવારોની કમાણી ઘટી ગઈ છે. પ્રાઈવેટ થિંક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના સીઇઓ મહેશ વ્યાસે આ વાત કરી છે. તેમનું કહેવું છે કે મે મહિનાના અંત સુધીમાં દેશની બેરોજગારીનો દર 12% સુધી આવી શકે છે.

ગયા વર્ષે સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે મે મહિનામાં બેરોજગારી દર રેકોર્ડ 23.5% સુધી પહોંચી ગયો હતો. ઘણા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણની બીજી લહેરનું પીક જતું રહ્યું છે. હવે મોટા ભાગનાં રાજ્યમાં ધીરે ધીરે આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. એનાથી ઈકોનોમીને મદદ મળશે.

રોજગાર પર કોરોનાની સાઇડ ઇફેક્ટ્સ

 • જે લોકોની નોકરી છૂટી ગઈ છે તેમને મુશ્કેલીથી રોજગાર મળશે.
 • અસંગઠિત સેક્ટરમાં નોકરીઓ ઝડપથી મળી જશે, પરંતુ ક્વોલિટી નોકરી અને સંગઠિત વિસ્તારમાં નવી રોજગારી ઊભી થવામાં એક વર્ષનો સમય લાગશે.
 • નોકરી-ધંધા ખૂલવા લાગ્યા છે. એને કારણે બેરોજગારીની સમસ્યામાં થોડો સુધારો થશે, પરંતુ સમસ્યા સંપૂર્ણ રીતે પૂરી નહીં થાય.
 • આ સમયે માર્કેટમાં લેબર પાર્ટિસિપેશન રેટ ઘટીને 40%ની સપાટીએ આવી ગયો છે. મહામારી પહેલાં લેબર પાર્ટિસિપેશન રેટ 42.5% હતો.

ભારતીય અર્થવ્યવસ્થા માટે 3-4% બેરોજગારી દર સામાન્ય
વ્યાસે કહ્યું હતું કે 3-4% બેરોજગારી દર આપણી ઈકોનોમી માટે સામાન્ય છે. આગામી સમયમાં બેરોજગારી દરમાં ઘટાડો થશે. CMIEએ એપ્રિલમાં 1.75 લાખ પરિવારો પર એક દેશવ્યાપી સર્વે કર્યો હતો. એ સર્વેમાં છેલ્લા એક વર્ષથી કમાણીમાં મુશ્કેલી ઊભી થતી હોવાનો ટ્રેન્ડ સામે આવ્યો હતો. સર્વેમાં માત્ર 3% પરિવારોની આવક વધી હોવાની વાત સામે આવી હતી, જ્યારે 55% લોકોએ કહ્યું છે કે તેમની આવકમાં ઘટાડો થયો છે, જ્યારે 42% લોકોએ કહ્યું છે કે તેમની આવકમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેથી જો મોંઘવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો 97% પરિવારોની કમાણી ઘટી છે.

CMIEના આંકડા

 • કોરોનાની બીજી લહેરમાં થયેલી બેરોજગારી: 10 મિલિયન કરતાં વધારે.
 • શહેરી બેરોજગારીનો દર (મે): 14.73%.
 • ગ્રામીણ બેરોજગારીનો દર (મે): 10.63%.
 • દેશવ્યાપી બેરોજગારી દર (મે): 11.90%.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.26 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 2.54 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મોત: 2,781
 • અત્યારસુધીમાં કુલ સંક્રમિત થયા: 2.81 કરોડ
 • અત્યારસુધીમાં સાજા થયા: 2.59 કરોડ
 • અત્યારસુધીમાં કુલ મોત: 3.31 લાખ
 • અત્યારે સારવાર કરાવતા દર્દીઓની કુલ સંખ્યા: 18.90 લાખ
અન્ય સમાચારો પણ છે...