તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 75 Doctors Of The Paramilitary Force Took The Front In Delhi; Bharat Biotech Will Also Manufacture Nasal Sprays

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં કોરોના:પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સે દિલ્હીમાં મોરચો સંભાળ્યો; નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક

નવી દિલ્હી6 મહિનો પહેલા

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણને રોકવા માટે પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સ અને 250 પેરામેડિકલ સ્ટાફે કમાન સંભાળી લીધી છે. તે તમામ CAPF, RAF તેમજ અન્ય પેરામિલિટ્રી ફોર્સના છે. તેમને ગૃહમંત્રી અમિત શાહે વિશેષ રીતે દિલ્હીમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે બોલાવ્યા છે.

આ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ આસામ, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના છે. દિલ્હી સરકારે રવિવારે ગૃહ મંત્રાલયમાં થયેલી બેઠકમાં ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઘટ પડી રહી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બીજી બાજુ, કેન્દ્ર સરકારે ટીમોનું ગઠન કર્યું છે, જે દિલ્હીની અલગ અલગ પ્રાઈવેટ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને ત્યાં સંસાધન અંગે માહિતી મેળવશે. ટીમ કોરોના દર્દીઓની દાખલ પ્રક્રિયા અને સારવારની રીત અંગે તપાસ પણ કરશે.

દિલ્હીમાં મિની લોકડાઉનની તૈયારી

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહેલા દિલ્હીમાં કેજરીવાલ સરકાર મિની લોકડાઉન લાગૂ કરવાની તૈયારીમાં છે.બજારો બંધ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી છે. બીજી બાજુ લગ્ન પ્રસંગમાં 200ને બદલે હવે 50 લોકો જ સામેલ થઈ શકે તેવી એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 4.89 લાખ લોકોને કોરોના થઈ ચુક્યો છે. 17,713 મૃત્યુ થયા છે. વિવિધ બજારોમાં દરરોજ 1 લાખથી 3 લાખ લોકો પહોંચી રહ્યા છે. જેને લીધે કોરોનાના કેસ વધી રહ્યા છે.

દર્દીનો આંકડો 88.73 લાખ

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 88 લાખ 73 હજાર 994 થઈ ગયો છે, જેમાં 4 લાખ 53 હજાર 517 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 82 લાખ 87 હજાર 930 લોકો ઠીક થઈ ગયા છે. સંક્રમણને કારણે મૃત્યુ પામનારનો આંકડો 1 લાખ 30 હજાર 552 થઈ ગયો છે.

નાકમાં નાખવાની દવા પણ બનાવી રહ્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે કોરોનાની રસી બનાવનાર ભારત બાયોટેકની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કંપનીના મુખ્ય કાર્યકારી (CEO) કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે ‘વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ 26,000 લોકો પર કરવામાં આવશે. આ ઉપરાંત અમે એક એવી દવા પણ બનાવી રહ્યા છે, જે નાકથી ડ્રોપ તરીકે દર્દીઓને આપવામાં આવશે. આ દવાનું ઉત્પાદન આવતા વર્ષથી થવા લાગશે.’

પુત્રવધૂને કોરોના થતાં વેપારીએ 17 હજાર માસ્ક ફ્રીમાં વહેંચ્યાં, માસ્ક આપવા સાથે એને પહેરવા પણ સમજાવે છે

કોરોનાના પેશન્ટ માટે ICUમાં અઠવાડિયામાં બે વાર બેન્ડનું પર્ફોર્મન્સ, 11 વાગે ડિસ્ચાર્જ થયેલો દર્દી ગરબા રમવા સાંજે 6 વાગ્યા સુધી રોકાયો

ભારત પહોંચી રશિયાની વેક્સિન Sputnik-V, 92% અસરકારક હોવાનો દાવો કરાયો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો